દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર સૌથી વધુ સ્વચ્છ અને સુંદર હોય. ખાસ કરીને તહેવારોની સિઝનમાં, લોકો આખા ઘરને ચમકાવવા માટે વિવિધ પ્રકારની પ્રોડક્ટ ખરીદે છે. જો કે, તમારે ઘરની સફાઈ માટે કોઈ પણ ખર્ચ કરવાની જરૂર નથી.
કપડાં ધોવા માટે વપરાતો ડિટર્જન્ટ દરેક ઘરમાં હાજર હોય છે. આની મદદથી તમે ઘરની બીજી ઘણી વસ્તુઓ સાફ કરી શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે ઘરની સફાઈમાં ડિટર્જન્ટનો ઉપયોગ કરી શકાય….
ફ્લોરની સફાઈ : આપણે દરરોજ ઘરનો ફ્લોર સાફ કરીએ છીએ, પરંતુ થોડા સમય પછી ફ્લોર જાણે મેલો અને ગંદો લાગે છે. ડિટરજન્ટ તમારી આ સમસ્યા દૂર કરી શકે છે. તમારે માત્ર અડધી ડોલ પાણીમાં 1 ચમચી ડિટર્જન્ટ અને 1 ચમચી ખાવાનો સોડા મિક્સ કરવાનો છે.
હવે આ પાણીમાં પોતું ભીનું કરો અને તેનાથી આખા ઘરને સાફ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 દિવસ આ રીતે સફાઈ કરવાથી તમારો ફ્લોર ખૂબ જ સ્વચ્છ અને ચમકદાર દેખાશે.
તમારા બાથરૂમની ટાઇલ્સ : બાથરૂમની ગંદી ટાઇલ્સને સાફ કરવા માટે તમારે માત્ર 1 કપ પાણીમાં 1/2 ચમચી ડિટર્જન્ટ અને 2 ચમચી વિનેગર મિક્સ કરવાનું છે. હવે સ્ક્રબ પર આ પાણી લગાવો અને તેનાથી ગંદી ટાઈલ્સ સાફ કરો. ટાઇલ્સ પરના જિદ્દી ડાઘ દૂર કરવા માટે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે.
વૉશ બેસિન : બહુ ઓછા લોકો જાણે છે કે વોશ બેસિનની સફાઈ પણ ડિર્ટજન્ટથી કરી શકાય છે. પાણીમાં ડીટરજન્ટ પાવડર નાખીને ધોલ તૈયાર કરો અને આ પાણીથી સ્ક્રબથી સાફ કરો. તેનાથી વોશ બેસીન નવું અને ચમકદાર દેખાવા લાગશે.
ચીકાશ દૂર કરવા : બાથરૂમ, રૂમ અને રસોડાની કેટલીક વસ્તુઓ પણ ઘણીવાર ચીકણી થઇ જાય છે. તેને દૂર કરવા માટે તમે ડિટર્જન્ટ, લીંબુ અથવા ખાવાનો સોડાનો ઉપયોગ કરી શકો છો. ડીટરજન્ટ અને લીંબુમાં હાજર તત્ત્વો ચીકાશને દૂર કરે છે.
આ સિવાય તમે ડિટર્જન્ટથી ઘરના ઘણા કામકાજ સરળતાથી કરી શકો છો. પછી તે બાથરૂમમાં રાખેલી ડોલ હોય કે ડ્રેસિંગ ટેબલ પરના ડાઘા હોય કે રસોડાની ટાઇલ્સ હોય.
હવેથી તમે તમારા ઘરની સફાઈ માટે ડિટર્જન્ટનો આ રીતે ઉપયોગ કરી શકો છો. તેનાથી ઘર પણ સાફ થઈ જશે અને વધારે ખર્ચ પણ નહીં કરવો પડે. આ સિવાય જો તમારે સ્વચ્છતા સંબંધિત આવી જ બીજી ટિપ્સ જાણવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.