garodi in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા ઘરમાં ઘણા જીવ જંતુઓ જોવા મળે છે, તેમાંથી એક છે ગરોળી. સામાન્ય રીતે લોકો ઘરમાં ગરોળી જોતા જ ભાગવા લાગે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર ઘરમાં ગરોળી હોવી ખૂબ જ શુભ કહેવાય છે.

જો કે આ અંગે પણ અલગ-અલગ શાસ્ત્રોમાં અલગ-અલગ અભિપ્રાય આપવામાં આવ્યા છે, પરંતુ હિંદુ ધર્મમાં ગરોળીને અલગ-અલગ મહત્વ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે લોકોનું માનવું છે કે જો ગરોળી દેખાય, શરીરના કોઈપણ ભાગ પર પડે અથવા પગ નીચે આવી જાય તો કોઈને કોઈ શુભ કે અશુભ ઘટના અવશ્ય બને છે.

પરંતુ તમને જણાવી દઈએ કે ‘ગરોળી ઘરમાં હોવું કે શરીર પર પડવું એ અલગ-અલગ સંકેત આપે છે. આમાંથી કેટલીક સંકેત સારા હોય છે તો કેટલાક ખરાબ અસર પણ કરે છે.

ગરોળીને જોવું શું સૂચવે છે સંકેત ? જો તમને કોઈ તહેવારના દિવસે અચાનક ઘરમાં ગરોળી દેખાય તો તે સૂચવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ છે. પરંતુ ગરોળીનો રંગ ભૂરો હોવો જોઈએ. જો તમે બે ગરોળીને લડતા જુઓ છો, તો તમારે સમજી લેવું જોઈએ કે તમને ટૂંક સમયમાં કોઈ દુઃખદ સમાચાર સાંભળવા મળી શકે છે.

જો તમને ઘરની બહાર નીકળતી વખતે ગરોળી દેખાય તો સમજી લેવું કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. જો તમે નવા ઘરમાં પ્રવેશતા સમયે મૃત ગરોળી જુઓ તો તે સંકેત છે કે તમે જલ્દી બીમાર થવાના છો.

જો ગરોળી શરીરના ભાગ પર પડે તો શું થાય? જો ગરોળી તમારા શરીર પર ચઢી જાય તો તમને નવા કપડા મળે છે. જો તમારા માથા પર ગરોળી પડી જાય તો તમને અચાનક પૈસા મળે છે. જો તમારી પીઠ કે ગરદન પર ગરોળી પડી જાય તો તમને તમારા ક્ષેત્રમાં ખ્યાતિ મળી શકે છે.

જો તમારા પગ પર ગરોળી પડી જાય તો તે એ વાતનો સંકેત છે કે તમારે ટૂંક સમયમાં પ્રવાસ પર જવું પડી શકે છે. જો ગરોળી પડી જાય અથવા હાથ, હથેળી, ખભા પર ચઢી જાય, તો તેનો અર્થ એ છે કે તમે ટૂંક સમયમાં કોઈ વસ્તુમાં વિજય મેળવી શકો છો.

મૃત ગરોળીનું ફળ : પગ નીચે ગરોળીનું આવવું શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમે જીવનમાં કોઈ સારા કામ માટે આગળ વધી રહ્યા છો. પરંતુ પગ નીચે ગરોળીનું મૃત્યુ થવું એ સારી નિશાની નથી. તે દર્શાવે છે કે તમને જલ્દી જ કોઈ મોટા નુકસાનનો સામનો કરવો પડશે.

જો તમારા હાથથી ગરોળી મરી જાય છે, તો તે પૈસાની ખોટ તરફ દોરી જાય છે. જો તમને પ્રવેશદ્વાર પર મૃત ગરોળી જોવા મળે તો સમજવું કે તમારા પર કોઈ મોટી મુશ્કેલી આવવાની હતી પરંતુ તમે બચી ગયા.

ગરોળીના અન્ય ચિહ્નો : જો કે ગરોળી દિવાલ પર ચાલતી હોય છે, પરંતુ જો તમે ગરોળીને જમીન પર ચાલતી જુઓ તો સમજી લો કે તમને આર્થિક લાભ થવાનો છે. પૂંછડી કપાયેલી હોય તેવી ગરોળી જોવી એ અશુભ સંકેત છે, જે દર્શાવે છે કે તમારા દુશ્મનો તમારા પર કાબૂ મેળવી શકે છે.

કાળી ગરોળી જોવી એ પણ સૂચવે છે કે તમને આર્થિક નુકસાન થવાનું છે. અમને આશા છે કે તમને ગરોળી સંબંધિત આ અદ્ભુત માહિતી પસંદ આવી હશે. જો તમને આવી વધુ માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા