સનરૂફ ગાડી ખરીદવાનું વિચારી રહયા હોય તો એકવાર જરૂર જાણી લો તેના ગેરફાયદા

0
231
car sunroof disadvantages

અત્યારના સમયમાં માર્કેટમાં સનરૂફ કારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને આજકાલના બાળકોને પણ સનરૂફ પર બહાર નીકળવાની મજા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે થોડા સમયની મજા ભારે પડી શકે છે. અમારા મુજબ તમારે એવી કાર ન ખરીદવી જોઈએ જેમાં સનરૂફ હોય. આના ઘણા બધા કારણો છે.

સનરૂફ તમારી કારમાં રિટ્રેક્ટેબલ પેનલ હોય છે જે કારની અંદર પ્રકાશ અને હવાને અંદર પ્રવેશવામાં મદદ કરે છે. તે તમારી કારને ફેન્સી લુક આપે છે, પરંતુ તેના કેટલાક ગેરફાયદા પણ છે. ચાલો જાણીએ સનરૂફવાળી કારના કેટલાક ગેરફાયદા વિશે.

કાર સનરૂફના પ્રકારો : ગાડીમાં સનરૂફ મુખ્યત્વે ત્રણ પ્રકારના હોય છે – ટિલ્ટિંગ, સ્લાઇડિંગ અને પેનોરેમિક સનરૂફ. ટિલ્ટિંગ સનરૂફ એક એવો સનરૂફ છે જેમાં સનરૂફને ખોલવા અથવા બંધ કરવા માટે કાચની સ્લાઇડને ઉંચી અને નીચે કરવામાં આવે છે.

સ્લાઇડિંગ સનરૂફમાં સનરૂફને ખોલવા અથવા બંધ કરવા માટે કાચની સ્લાઇડને આગળ અને પાછળ કરવામાં કરે છે. જયારે પેનોરેમિક સનરૂફમાં એક વિશાળ કાચ હોય છે જે વાહનના સંપૂર્ણ ઉપરના ભાગને આવરી લે છે.

કાર નબળી પડી જાય છે : કેટલાક લક્ઝરી કારમાં પહેલાથી સનરૂફ હોય છે, પરંતુ કેટલાક લોકો કાર ખરીદ્યા પછી પણ તેને બનાવડાવે છે, પરંતુ તેનાથી ગાડી નબળી પડી જાય છે. મોટાભાગના વાહનોનું યુનિબોડીનું માળખું એવું હોય છે કે છત તેની મજબૂતાઈનો અભિન્ન ભાગ હોય છે. જો તમે તેની ઉપર સનરૂફ લગાવો છો તો તે ગાડીના મુખ્ય ભાગને નબળો બનાવે છે.

એવરેજ ઓછી આપે છે : તમને જણાવી દઈએ કે સનરૂફ એટલા ભારે હોય છે કે તે માઇલેજને અસર કરી શકે છે. લક્સરી વાહનો પર આપેલું પેનોરેમિક સનરૂફ 120 થી 200 પાઉન્ડ (50-90 કિગ્રા) વજન માં વધારો કરે છે. જ્યારે વાહનનું એકંદર વજન વધે છે તો દેખીતી રીતે માઇલેજ ઘટશે.

સનરૂફ મોંઘા હોય છે : આ પણ સાચું છે કે કારના સનરૂફ ખૂબ મોંઘા હોય છે. કાર કંપનીઓ ઓપ્શન પેકેજમાં સનરૂફની કિંમત છુપાવતા હોય છે. આ સનરૂફથી લક્ઝરી કારની કિંમત ઓછામાં ઓછી 50-70 હજાર રૂપિયા વધી જાય છે. પરંતુ જો કોઈ કારણોસર સનરૂફ તૂટી જાય છે તો સમજી લેવું કે હજારોનો ખર્ચો પાકો.

કારમાંથી બહાર નીકળવું ભારે પડી શકે છે કારણ કે તેનાથી જિંદગી પર દાવ લગાવવા જેવું છે. જો કોઈ કારણોસર ડ્રાઈવરે વાહન ચલાવતી વખતે ઈમરજન્સી બ્રેક લગાવવી પડે છે તો સનરૂફમાંથી બહાર નીકળનાર વ્યક્તિને મોટા અકસ્માતનો ભોગ બનવું પડી શકે છે.

એવી પણ શક્યતા છે કે આવી સ્થિતિમાં તમે કારમાંથી નીચે પડી જાઓ અથવા બ્રેક લાગવાથી પેટમાં ઘણી ઈજાઓ થઇ શકે છે. સનરૂફના કારણે થતા અકસ્માતોને જોતા ટ્રાફિક પોલીસે પણ ચલણ લેવાનો કાયદો કાઢી લીધો છે.

ચાલતા વાહનના સનરૂફમાંથી બહાર નીકળતા વ્યકતિ પકડાઈ જાય છે તો તેને ભારે દંડ થઈ શકે છે. કોલકાતા પોલીસે મોટર વાહન અધિનિયમ ની કલમ 184 (F) હેઠળ ઉલ્લંઘન કરનાર પર 1000 રૂપિયાના દંડની જોગવાઈ કરી છે.

જો તમે પણ સનરૂફવાળી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમામ ફાયદા અને ગેરફાયદાને ધ્યાનમાં લીધા પછી તેની ખરીદી કરજો. સનરૂફવાળી કાર ભલે તમને ફેન્સી લગતી હોય પરંતુ તમે પણ તેના આ નુકસાન સહન કરવા નહીં માંગતા હોવ.

અમને આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો તમને આ લેખ ખરેખર ગમ્યો હોય અને આવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.