dakor na gota recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને વરસાદ પણ ખુબ જ પડી રહ્યો છે. વરસાદી વાતાવરણમાં જો ચા સાથે ભજીયા મળી જાય તો સોના માં સુગંધ ભળી જાય તેવું લાગે. જો કે ભજીયા નાના લોકોથી લઈને મોટા લોકો સુધી સૌને પસંદ હોય છે. ભજીયા ઘણી બધી રીતે બનાવી શકાય છે અને દરેકના ઘરે અલગ અલગ બને છે.

પરંતુ આજે આપણે વાત કરીશું ડાકોર ના ફેમસ ગોટા વિશે. હવે ઘણા લોકોએ ડાકોરના ભજીયા ખાધા જ હશે, પરંતુ તેમના મનમાં એક પ્રશ્ન હોમાં કે કોઈ ય છે કે ગોટાના લોટમાં શું શું નાખતા હોય છે. તો ચાલો આજે અમે તમને ડાકોરના ગોટાનો લોટ કેવી રીતે બને છે તે વિશે જણાવીશું, જેને તમે પણ બનાવીને સ્ટોર કરી,જયારે ઈચ્છા થાય ત્યારે ફક્ત 5 મિનિટમાં જ ગોટા બનાવીને ખાઈ શકો છો.

આ લોટને એકવાર બનાવ્યા પછી તમે તેને જીપ બેગ કે એરટાઈટ કન્ટેનરમાં ભરીને, બહાર 3 મહિના સુધી અને ફ્રિજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરીને આ લોટનો ઉપયોગ કરી શકો છો. આ લોટ બજાર કરતા પણ તાજો અને સારો બને છે. તો આવો જાણીયે, ઘરે ગોટાના લોટ કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી

  • દોઢ કપ ચણાની દાળ (225 ગ્રામ)
  • 1 મોટી ચમચી કાળામરી
  • 1 મોટી ચમચી વરિયાળી
  • અડધી મોટી ચમચી આખું જીરું
  • 2 મોટી ચમચી સૂકા ધાણા
  • 1 નેનો તાજનો ટુકડો
  • 5 લવિંગ
  • 3 ચમચી દળેલી ખાંડ
  • 1 ચમચી હળદળ
  • અડધી ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું
  • 1 મોટી ચમચી મીઠું
  • 1 ચમચી સફેદ તલ

ગોટા નો લોટ બનાવવાની રીત

ગોટા નો લોટ બનાવવા માટે, સૌ પ્રથમ ચણાની દાળને કપડાથી લૂછી લો, જેથી કચરો નીકળી જાય, હવે 5 મિનિટ માટે પંખાની નીચે રાખો જેથી સારી રીતે સુકાઈ જાય. આ પછી, એક પેનને ગેસ પર મુકો, તેમાં દોઢ કપ ચણાની દાળ નાખીને શેકો.

ગેસ ની આંચ ધીમે રાખીને સુંગંધ આવે ત્યાં સુધી દાળને શેકતા રહો. લગભગ તમને 5 મિનિટ જેવો સમય લાગી શકે છે. જ્યાં સુધી દાળ શેકાય છે ત્યાં સુધી બાજુમાં, લોટમાં ઉમેરવા માટે માટે મસાલો બનાવી લો.

મસાલો બનાવવા માટે, એક પેન લો, તેમાં 1 મોટી ચમચી કાળામરી, 1 મોટી ચમચી વરિયાળી, અડધી મોટી ચમચી આખું જીરું, 1 મોટી ચમચી સફેદ તલ, 2 મોટી ચમચી સૂકા ધાણા, 1 નેનો તાજનો ટુકડો, 5 લવિંગ ઉમેરીને 1 મિનિટ સુધી સતત હલાવતા રહો અને શેકી લો.

મસાલામાંથી સુગંધ આવવા લાગે એટલે, ગેસ પરથી ઉતારીને, એક ડીશમાં કાઢીને ઠંડુ થવા રાખો. હવે એક મોટા મિક્સર જારમાં, શેકેલી દાળને ઠંડી થયા પછી તેને અચકચરી પીસી લો, જીણો પાવડર પણ નહીં કે ખુબ મોટી પણ નહીં. તે જ રીતે શેકેલા મસાલાને પણ અચકચરા પીસી લો.

હવે એક મોટો બાઉલ લો. તેમાં પીસેલી ચણાની દાળ અને પીસેલા મસાલાને મિક્સ કરો. પછી તેમાં 3 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી હળદળ, અડધી ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચું પાવડર, દોઢ ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 મોટી ચમચી મીઠું, 1 ચમચી સફેદ તલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

તો અહીંયા તમારો ડાકોરના ગોટાનો લોટ તૈયાર થઇ ગયો છે. હવે આ લોટને તમે જીપ લોક બેગ અથવા એરટાઈટ કન્ટેનરમાં ભરીને સરળતાથી, બહાર સ્ટોર કરીને 3 મહિના સુધી અને ફ્રિજમાં 1 વર્ષ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તમને દોઢ કપ ચણાની દાળમાં તમને અઢી કપ ગોટાનો લોટ બનેલો મળશે.

હવે જયારે પણ તમને ગોટા ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે તેમાં પાણી, મેથી, આદુ મરચાની પેસ્ટ, કોથમીર નાખીને ફટાફટ 5 મિનિટમાં ગોટા બનાવીને ડાકોરના ગોટાનો આનંદ માણી શકો છો. આવી જ અવનવી રેસિપી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા