ઋતુ ગમે તે હોય, દરેક વ્યક્તિએ ત્વચાની સંભાળ નિયમિતપણે રાખવી જોઈએ, પરંતુ ઘરની જવાબદારી નિભાવતી વખતે ઘણી વખત ગૃહિણીઓ પોતાનું જ ધ્યાન રાખવાનું ભૂલી જાય છે, આવી સ્થિતિમાં તેમને ત્વચાની કાળજી લેવાનો સમય ક્યાંથી મળે?
જો કે, તમે કોઈપણ સમય કાઢયા વગર, ગૃહિણીઓ રસોડામાં કામ કરતી વખતે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો. ખાસ કરીને શિયાળાની ઋતુમાં, તમારે સવારે ઉઠીને સીધું જ રસોડાનું કામ જ કરવાનું હોય છે, ત્યારે મોં ધોવાનો પણ સમય નથી મળતો.
આવી સ્થિતિમાં, તમને રસોડાની અંદર એવી ઘણી વસ્તુઓ મળશે, જેને તમે શિયાળાની ઋતુમાં ત્વચાને સુંદર બનાવવામાં તેનો ઉપયોગ કરી શકો છો. સૌથીસ રી વાત એ છે કે તમે રસોડામાં કામ કરતા કરતા તમે ફિસિયલ કરી શકો છો.
સ્ટેપ 1 : સવારે રસોડામાં પહોંચીને 1 ચમચી દૂધ લો અને કોટન બોલથી મદદથી તેનાથી તમારો આખો ચહેરો સાફ કરો. આમ કરવાથી, તમારી ત્વચા ઊંડાઈથી સ્વચ્છ થઈ જશે. એટલું જ નહીં, દૂધ કુદરતી એક્સ્ફોલિયેટર છે, જેના કારણે દૂધથી ચહેરો સાફ કરવાથી ડેડ સ્કિન પણ દૂર થાય છે.
સ્ટેપ 2 : ટિફિન બનાવતી વખતે, જો તમારે રોટલી કે પરાઠા બનાવવાના હોય છે અથવા તમારે બ્રેડમાંથી નાસ્તાની વાનગી બનાવવી હોય, તો અહીં પણ તમે ચહેરા પર બંને વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
1 મોટી ચમચી લોટમાં દેશી ઘી મિક્સ કરીને ચહેરો સ્ક્રબ કરો. એવી જ રીતે, તમે બ્રેડની કિનારીઓથી પણ ચહેરાને સ્ક્રબ કરી શકો છો. આમ કરવાથી તમારી ત્વચાના છિદ્રોમાં છુપાયેલી ગંદકી પણ સાફ થઈ જાય છે અને ત્વચામાં લોહીનું પરિભ્રમણ પણ સુધારે છે. તેનાથી તમારી ત્વચાનો રંગ પણ સુધરે છે.
સ્ટેપ 3 : તમે જમવા માટે, ગમે તે શાક બનાવતા હોવ, પરંતુ તેની છાલને ફેંકી દેવાને બદલે તમે તેમાંથી ફેસ પેક બનાવીને ચહેરા પર લગાવી શકો છો, ખાસ કરીને જો તમે દૂધી, બટાકા, ટામેટા, ગાજર વગેરેનું શાક બનાવતા હોવ તો તેની છાલને ફેંકી ન દો.
તમે તેની પેસ્ટ તૈયાર કરો. આ માટે શાકભાજીની છાલને મિક્સરમાં પીસી લો અને તેમાં અડધી ચમચી મધ ઉમેરો. પછી તેને ચહેરા પર લગાવો અને 10 થી 15 મિનિટ પછી ચહેરો ધોઈ લો. તમને જણાવી દઈએ કે તેનાથી તમારા ચહેરા પર નિખાર આવી જશે.
સ્ટેપ 4 : છેફેસિયલના છેલ્લા સ્ટેપમાં, તમે ચહેરા પર દૂધની મલાઈ અથવા ઘી વગેરે લગાવીને ચહેરાને ડીપ મોઇશ્ચરાઇઝ કરી શકો છો. જો તમારી ત્વચા ઓઈલી હોય તો તમે એલોવેરા જેલનો પણ ઉપયોગ કરી શકો છો.
આ રીતે, તમે રસોડામાં જ શિયાળામાં ત્વચાની કાળજી લઇ શકો છો. હા, તમારે ધ્યાનમાં રાખવું પડશે કે જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા કોઈ ટ્રીટમેન્ટ ચાલી રહી હોય તો ત્વચા નિષ્ણાતની સલાહ વિના કોઈપણ ઘરેલું ઉપાય ન અપનાવવો જોઈએ.
આશા છે કે તમને આ માહિતી ઉપયોગી થશે. જો તમે આવા જ બ્યુટી સંબંધિત આવા લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.