dahivala maracha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે પણ ઘરે દહીંવાળા લીલા મરચા બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને દહીંવાળા લીલા મરચા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • લીલા મરચા – 250 ગ્રામ ઓછી તીખી
  • તેલ – 3 ચમચી
  • જીરું – ¼ ચમચી
  • કલૌંજી – ¼ ચમચી
  • મેથીના દાણા -¼ ચમચી
  • વરિયાળી – ¼ ચમચી
  • રાઈ – ¼ ચમચી
  • હીંગ – ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચું પાવડર – 1 ચમચી
  • વરિયાળી પાવડર – 1 ચમચી
  • ધાણા પાવડર – 1 ચમચી
  • આમચુર પાવડર – 1 ચમચી
  • હળદર પાવડર – ½ ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તાજુ દહીં – 3 ચમચી

દહીંવાળા લીલા મરચા

દહીંવાળા લીલા મરચા બનાવવા માટે, પહેલા લીલા મરચાને સારી રીતે ધોઈ લો, હવે તેની ઉપરની ડાળીને કાઢી લો અને વચ્ચેથી ચીરો બનાવો. ધ્યાન રાખો કે મરચાને અલગ ન કરવા, દાણામાં એક ચીરો કરવાનો છે જેથી કરીને તળતી વખતે મસાલો અંદર પહોંચી જાય.

પેનમાં તેલ ઉમેરો અને તેને ફૂલ આંચ પર ગરમ કરો જ્યારે તેલ ધુમાડો છોડવા લાગે ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરો જેથી તેલ થોડું ઠંડુ થાય.

તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં જીરું, વરિયાળી, કલૌંજી, મેથીના દાણા, રાઈ અને હિંગ નાખીને થોડી સેકંડ માટે સાંતળો. પછી તેમાં લીલાં મરચાં નાખીને હલાવતા રહીને 1 મિનિટ માટે સાંતળો. ગેસની ફ્લેમ મીડીયમ રાખો.

1 મિનિટ પછી, લીલા મરચા, બધા પાવડર મસાલા અને મીઠું ઉમેરો અને હલાવતા રહીને બરાબર મિક્સ કરો. જ્યારે મરચાં પર મસાલો સારી રીતે કોટ થઈ જાય, ત્યારે ગેસની આંચ ધીમી કરો. હવે તેમાં દહીં ઉમેરીને હલાવતા રહીને મિક્સ કરો.

1 થી 2 મિનિટ સુધી હલાવતા રહીને લીલા મરચાને દહીં સાથે પકાવો , પછી પેનને ઢાંકીને 2 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. 2 મિનિટ પછી ખોલો અને 1 મિનિટ સુધી હલાવતા રહીને પકાવો અને પછી ગેસ બંધ કરો.

મસાલેદાર અને ચટપટું દહીં લીલા મરચા તૈયાર છે. તેને થાળીમાં કાઢી લો. જ્યારે પણ તમને કંઈક મસાલેદાર ખાવાનું મન થાય તો તરત જ આ સ્વાદિષ્ટ દહીં લીલા મરચાંનું બનાવી લો.

જો તમને અમારી દહીંવાળા લીલા મરચા બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા