colgate ne use karavani tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જાણીયે છીએ કે ટૂથપેસ્ટનો ઉપયોગ દાંતને સાફ અને સ્વસ્થ રાખવા માટે દરરોજ કરવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે તેના ઉપયોગથી ઘણાં નાના -મોટા ઘરનાં કામોને એક ચપટીમાં કરી શકાય છે. તમે ટૂથપેસ્ટની મદદથી સાફ સફાઈ કરી શકો છો.

ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે, જેને આપણે કોઈક વાર જ સાફ કરીએ છીએ, જેના કારણે તેના પર ગંદકી પણ વધુ જમા થઇ જાય છે. જો તમે થોડી ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તો પછી ફક્ત ગંદકી જ નહીં પણ ડાઘ પણ દૂર થઇ જાય છે.

આજે અમે તમને જણાવીશું ટૂથપેસ્ટ સાથે જોડાયેલી એવી 10 ટિપ્સ, જેના વિશે કદાચ તમને પણ અત્યાર સુધી ખબર નહિ હોય. દાંત સાફ કરવા ઉપરાંત ઘણા નાના અને મોટા કામોને કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે, ચાલો જાણીએ 10 ટિપ્સ વિષે.

1. ચશ્માના કાચ: ચશ્માના કાચ સાફ કરવા માટે અરીસા પર થોડી ટૂથપેસ્ટ લગાવીને આંગળીઓની મદદથી તેને ફેલાવો. હવે તેને વાઇપ અથવા સોફ્ટ કપડાથી સાફ કરી લો. ચશ્મા સાફ કરવાની આ સૌથી સરળ અને સલામત રીત છે.

2. ઈસ્ત્રી: કપડાં પ્રેસ કરતી વખતે ઈસ્ત્રીને ડાઘ પડી જાય છે. ક્યારેક તો, જ્યારે કપડું બળી જાય છે ત્યારે ઈસ્ત્રી પર કાળા ડાઘ પડી જાય છે, તે ડાઘ દૂર કરવા માટે, તમે ટૂથપેસ્ટ લગાવીને, પાણીથી સ્પ્રે કરી શકો છો. હાથથી થોડી વાર ઘસ્યા પછી કોટન કપડાથી સાફ કરી લો. જ્યારે પણ ઈસ્ત્રી પર કાળા ડાઘ પડી જાય ત્યારે તમે આ રીત અજમાવી શકો છો.

3. બોટલમાંથી દુર્ગધ: જો સ્ટીલ અથવા પ્લાસ્ટિકની બોટલમાંથી ખરાબ દુર્ગંધ આવતી હોય અથવા તેની અંદર કાળા ડાઘ પડી ગયા હોય તો, તેને સાફ કરવા માટે, તમે બોટલની અંદર ટૂથપેસ્ટ નાખીને પછી પાણી નાખો. તેને થોડી વાર માટે હલાવીને તેને પાણીથી ધોઈ લો. જો તમે ઇચ્છો તો તેમાં હૂંફાળા પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી બોટલમાંથી સારી ખુશ્બુ આવશે અને ગંદકી પણ દૂર થઇ જશે.

4. મિક્સર: મસાલા અથવા બીજી ઘણી વસ્તુઓ પીસતી વખતે મિક્સર ગંદું થઈ જાય છે. તેના પર ગંદકી જામી જાય છે તો આ સ્થિતિમાં તેને સાફ કરવા માટે તેની કિનારો પર ટૂથપેસ્ટ લગાવો, હવે બ્રશની મદદથી તેને સાફ કરો. ડાઘ દૂર થવા આવે એટલે તેને કાપડની મદદથી સાફ કરો, તે એકદમ નવા મિક્સરની જેમ ચમકવા લાગશે.

5. ટૂથપેસ્ટથી હોઠ સાફ: જો તમારા હોઠ સુકા દેખાય છે તો ટૂથપેસ્ટ લગાવો. થોડી ટૂથપેસ્ટ લો અને તેને હોઠ પર લગાવીને બ્રશની મદદથી તેને હળવા હાથે ઘસો. ધ્યાન રાખો ખૂબ ઝડપી કરશો નહીં, કારણ કે તેનાથી હોઠ ફાટવાનો ડર રહે છે અને દર્દ થઇ શકે છે. જે રીતે ચહેરાની ત્વચાને સ્ક્રબિંગ કરીએ છીએ તેવી જ રીતે હોઠને હળવા હાથથી સ્ક્રબ કરો અને તેને પાણીથી સાફ કરો.

6. બાઇકની હેડલાઇટ: બાઇક અથવા કારની હેડલાઇટને સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. હેડલાઇટ સિવાય તમે ઇન્ડિકેટર અથવા બૈક લાઇટ વગેરે સાફ કરવા માટે ટૂથપેસ્ટનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે હેડલાઇટ પર ટૂથપેસ્ટ લગાવીને તેને પાણીની મદદથી થોડું હસીને હવે તેને કપડાથી સાફ કરો, તે સંપૂર્ણપણે ક્લીન થઈ જશે.

7. જૂના સિક્કા: જૂના સિક્કા ખૂબ જ ગંદા થતા હોય છે, જો તમે તેને સાફ કરવા માંગતા હોય તો એક ગ્લાસમાં ટૂથપેસ્ટ નાખીને તેને પાણીથી ભરી દો. બંનેને સારી રીતે મિક્સ કરી પછી તેમાં સિક્કા નાખો અને થોડી વાર માટે છોડી દો. 15 થી 20 મિનિટ પછી સિક્કાઓને બ્રશની મદદથી કરો, તે એકદમ નવાની જેમ ચમકી ઉઠશે.

8. હાથમાંથી દુર્ગંધ આવતી હોય: ડુંગળી કાપ્યા પછી હાથમાંથી દુર્ગંધ આવે છે તો તેને દૂર કરવા માટે હાથ પર ટૂથપેસ્ટ લગાવીને તેને પાણીથી સાફ કરો. પેટ્રોલ, કેરોસીન વગેરેની દુર્ગંધ આવતી હોય તો પણ તમે ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. તેનાથી હાથમાંથી આવતી દુર્ગંધ દૂર થઇ જશે.

9. માર્કરના નિશાન: બાળકો મોટેભાગે લંચ બોક્સ અથવા બોટલ વગેરે પર માર્કરથી નિશાન બનાવતા હોય છે, તેને દૂર કરવા માટે ટૂથપેસ્ટ લગાવીને તેને પછી બ્રશની મદદથી સાફ કરો. જો ફર્નિચર અથવા લાકડાની વસ્તુઓ પર માર્કરનું નિશાન હોય તો ત્યાં પણ ટૂથપેસ્ટનો ઉપયોગ કરી શકો છો. જો કે આ સમય દરમિયાન પાણીનો ઓછો ઉપયોગ કરો.

10. સોયમાં દોરો: જો તમને સોયમાં દોરો નાખવામાં તકલીફ પડતી હોય તો દોરા પર થોડી ટૂથપેસ્ટ લગાવો. હવે આ દોરો સરળતાથી સોયની અંદર જરો રેહશે. જો તમે ઇચ્છો તો સિલાઇ મશીનમાં દોરો નાખવા માટે તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા