coconut water benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્વસ્થ રહેવા માટે ઘણું બધું કરતા હશો, કદાચ વિટામિન ગોળીઓ પણ લેતા હશો અથવા નવા નવા ડાઈટ પ્લાનને અનુસરતા હશો, પરંતુ શું તમે ક્યારેય આ સસ્તી, બજારમાં સરળતાથી મળી રહેતું અને અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર આ વસ્તુ વિશે વિચાર્યું છે ખરા?

અને છતાં આપણે તેને અવગણીએ છીએ. કારણ કે તેની આજ સુધી ટીવી માં કોઈ જાહેરાત નથી આવતી અથવા કદાચ હજુ સુધી કોઈ મોટી સેલિબ્રિટી કે એક્ટરે તેનું સમર્થન કર્યું નથી. જો કે, તે સાચું છે કે તેના સ્વાસ્થ્ય લાભોને તમે પણ નથી અવગણી શકતા.

હા, અમે અમે વાત કરી રહ્યા છીએ નારિયેળ પાણી વિશે. નારિયેળ પાણી અનેક સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. જો એમ કહેવામાં આવે કે નાળિયેર પાણી વિટામિન્સ અને મિનરલ્સનો રાજા છે તો ખોટું નહીં હોય કારણ કે તે તમારા શરીરની તમામ જરૂરી પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.

જો તમે પણ આ ઉનાળામાં તમારી જાતને ફિટ અને હેલ્દી રાખવા માંગતા હોવ તો આ સુપર ડ્રિંકને તમારા ડાયટમાં ચોક્કસ સમાવેશ કરો, ઉનાળામાં તમે ઘણા પીણાં પીતા હશો જે કદાચ તમારા માટે નુકસાનકારક પણ હશે, પરંતુ આ પીણું પીવાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી.

ઉનાળામાં હાઇડ્રેટેડ રાખે છે : ઝાડા, ઉલટી અથવા અતિશય પરસેવોને કારણે નાળિયેર પાણી ડિહાઇડ્રેશન અને શરીરમાં પ્રવાહીની ઉણપને પુરી કરવા માટે ઉપયોગ થાય છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટ્સનો એક સારો સ્ત્રોત છે, તે તમારી એનર્જી લેવલ વધારે છે. કસરત કર્યા પછી પણ શરીરને રિહાઈડ્રેટ કરવા માટે નારિયેળ પાણી પીવામાં આવે છે.

પીએચ સ્તરને બેલેન્સ કરે છે : ઉનાળામાં તેનું સેવન તમારા શરીરનું તાપમાન સામાન્ય રાખે છે અને તમને અંદરથી ઠંડક આપે છે. કાચા નારિયેળના પાણીમાં પાકેલા નારિયેળના પાણી કરતાં વધુ પોષક તત્વો હોય છે. નાળિયેર પાણી શરીરમાં એક સ્વસ્થ pH જાળવવામાં મદદ કરે છે. તે એસિડિટી અને પેટમાં બળતરાને કારણે થતા pH સ્તરને જાળવી રાખે છે, જેના કારણે તે પેટને ઠંડુ રાખે છે.

હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે : જે મહિલાઓને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમણે આ પીણાને પોતાના આહારનો ભાગ બનાવવો જોઈએ. નારિયેળ પાણીમાં વિટામિન સી, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે તમને બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડવામાં મદદ કરી શકે છે.

હેંગઓવર માટે સારો ઉપચાર : નારિયેળ પાણીમાં વિટામિન બી-કોમ્પ્લેક્સ નમો એક સારો સ્ત્રોત છે જેમ કે રાઈબોફ્લીવીન, નિયાસિન, થાઇમીન, પાયરૉડોક્સિન અને ફોલેટ્સ અને પેટના પીએચ સંતુલનને પુનઃસ્થાપિત કરવામાં પણ મદદ કરે છે.

વજનમાં ઘટાડો : જો તમે વજાન ઓછું કરવાનાઉ વિચારી રહયા છો તો નારિયેળ પાણી વજન ઘટાડવા માટે ખૂબ જ સારું સાબિત થઇ શકે છે. તેમાં કેલરી ઓછી હોવાથી સરળતાથી પછી જાય છે. આ હળવા અને તાજા પીણામાં વિવિધ બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે જે પાચન અને ચરબી ચયાપચયને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

શરીરમાં વધુ પડતું સોડિયમ શરીરમાં પાણીનું વજન વધારવામાં મદદ કરે છે, પરંતુ નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે જે સોડિયમને બહાર કાઢવામાં મદદ કરે છે અને નારિયેળ પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે.

ગર્ભાવસ્થા અને સ્તનપાનમાં અમૃત : ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને વિવિધ પોષક તત્વોની જરૂર હોય છે અને આ પોષક તત્ત્વોની જરૂરિયાત માત્ર સગર્ભા માટે જ નહીં પરંતુ તેના બાળકના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે.

તો આવી સ્થિતિમાં નાળિયેર પાણી એક કુદરતી અને પૌષ્ટિક પીણું સાબિત થઇ શકે છે જે ગર્ભવતીની તમામ પોષક જરૂરિયાતોને પૂર્ણ કરે છે. આ સિવાય તે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં પણ ઉપયોગી છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે.

જો તમેપણ ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાં પીતા હોય તો તેના બદલે તમે નાળિયેળ પાણી પી શકો છો. જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા