city vs village life
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે આપણે વાત કરીશું ગામડાના અને શહેરમાં વસતા લોકોની. અહીંયા આપણે વાત કરીશું ગામડા ની અંદર રહેતા લોકોની સરખામણીમાં શહેરની અંદર વસતા લોકોમાં બીમારીનું પ્રમાણ એ ખૂબ વધારે હોય છે. ગામડાના લોકો ઓછા બીમાર પડે છે જ્યારે શહેરના લોકો ઝડપથી અથવા વારંવાર બીમાર પડતા હોય છે.

અહીંયા જણાવીશું એવી ગામડાના લોકોની પાંચ આદતો જે તમે તમે અપનાવી લેશો તો શહેરના લોકો પણ ગામડાના લોકોની જેમ જ પોતાની જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકશે અને બીમારીઓથી દૂર રહી શકશે.

સૌથી પહેલી છે બાબત એ છે કે ગામડાના લોકોની સૌથી મોટી અને સારી આદત સવારમાં સૂર્ય ઊગે એ પહેલાં જ તે લોકો ઉઠી જાય છે અને કામે ચડી જાય છે. જ્યારે શહેરના લોકો સૂર્ય ઉગ્યાના બે થી ત્રણ કલાક પછી આરામથી ઉઠતા હોય છે અને નહિવત કામ કરે છે. હવે જોઈએ શહેરના લોકોની

બીજી સૌથી ખરાબ આદત અને ગામડાના લોકોની બીજી સૌથી સારી આદત વિશે . ગામડાના લોકો રેગ્યુલર અને ટાઇમપર ભોજન લેછે એટલે કે બપોરે અને સાંજે દરરોજનો જમવાનો ટાઈમ એનો ફિક્સ હોય છે જ્યારે શહેરના લોકોનો બપોરનો અને સાંજનો જમવાનો ટાઈમ ક્યારેય પણ ફિક્સ નથી હોતો. આના કારણે શરીરનું બૅલૅન્સ વીખડાઈ જાય છે અથવા તો શરીરનું બેલેન્સ બગડી જાય છે અને આ જ કારણથી તમારા શરીરમાં અવનવા રોગ જન્મ લે છે.

શહેરના લોકોએ અપનાવા જેવી ગામડાના લોકોની ત્રીજી સૌથી સારી આદત: ગામડાના લોકો છે એ જાતનું ભોજન આઠ વાગ્યા પહેલા અથવા તો સાતથી આઠ વાગ્યાના વચ્ચે જ કરી લે છે. જ્યારે રાત્રે શહેરના લોકો રાત નું ભોજન છે એ દસ વાગ્યે અથવા અગિયાર વાગ્યે અને મુંબઈ ની અંદર રહેતા આપણા ગુજરાતી લોકો બાર વાગ્યે રાતનું ભોજન લે છે.

જે પ્રકૃતિની અને શરીરની પ્રકૃતિની વિરુદ્ધ છે. તો આવું કરવાથી તમારું પેટ સો ટકા ખરાબ થાય છે. તમારા શરીરમાં ડાયાબિટીસ ,હાઈ બીપી જેવી સમસ્યાઓ જન્મ લે છે અને આ જ કારણથી તમે એટલે કે શહેરના લોકો છે એ પોતાની જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત નથી કરી શકતા.

શહેરના લોકોની ચોથી સૌથી ખરાબ આદત અને ગામડાના લોકોની ચોથી સારી આદત એ છે કે શહેરના લોકો બહારનું ખાવાની ટેવ ધરાવતા હોય છે એટલે કે અઠવાડિયામાં એક વખત કે બે વખત બહાર ખાવા જાય છે અને પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી ને ઘરમાં પાછા આવી જાય છે .

જ્યારે ગામડાના લોકો આવું જરા પણ નથી કરતા, તે લોકો ઘરનું જ તેલ અને કે ઘરે ઘાણી ની અંદર બનાવેલું તૈયાર થયેલું તેલ વાપરે છે. ઘરની અંદર જ ભોજન લે છે ક્યાંય પણ બહાર જમવા નથી જતા, જેના કારણે તેમનું વજન પણ નથી વધતું અને પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઠીક રહે છે અને આ જ કારણથી ગામડાના લોકોની અંદર હાર્ટ એટેકનું પ્રમાણ, શહેરના લોકોની સરખામણીએ ખૂબ જ ઓછું છે.

પાંચમી એક આદત કે જે ગામડાના લોકોની સૌથી મોટી મજબૂતી છે અને શહેરના લોકોની અંદર આ એક આદતનો અભાવ છે. આ અભાવ છે “સંતોષ“. ગામડાના લોકો કોઇપણ કાર્યમાં કે પૈસા કમાવાની અંદર સંતોષ માને છે જ્યારે શહેરના લોકોને એ આદત નથી. શહેરના લોકો સંતોષ નથી માનતા અને એ જ કારણથી શહેરના લોકો છે ડિપ્રેશન જેવી સમસ્યાઓના શિકાર બને છે.

ડિપ્રેશનના કારણે તમારા શરીરની અંદર સોથી પણ વધુ નવા નવા રોગો જન્મ લે છે જેવા કે તમને માથાનો દુખાવો, માઇગ્રેસન વગેરે જેવી સમસ્યાઓ થાય છે અને મગજની અંદર પણ બહુ મોટા ઇન્ફેક્શન થાય છે. બ્રેન હેમરેજ જેવી સમસ્યા પણ થઈ શકે છે. શરીરની અંદર ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય અને આંતરડામાં ઇન્ફેકશન પણ થાય છે.

આ બધું માત્ર અને માત્ર ડિપ્રેશનના કારણે થતું હોય છે. તો આ આદતો જો શહેરના લોકો અપનાવી લે તો સો ટકા તે લોકો પણ પોતાની રોગપ્રતિકારક શક્તિને ગામડાના લોકોની જેટલી જ મજબૂત કરી શકે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા