નિયમિતપણે આ એક ખાસ વસ્તુનો ઉપયોગ, 55 વર્ષની ઉંમરે પણ તમારા ચહેરા પર કુદરતી નિખાર જાળવી રાખશે

chia seeds make skin glow
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની ત્વચા કુદરતી રીતે ચમકતી રહે, પરંતુ તડકો, ગરમી, અને પ્રદૂષણ વગેરેને કારણે ત્વચાની ચમક ઓછી થઇ જાય છે અને આ વધતી ઉંમર સાથે વધુ દેખાય છે. જો કે, એવી કુદરતી રીતો છે જેનાથી તમે તમારા ચહેરા પર ખોવાયેલી ચમકને કુદરતી રીતે પાછી લાવી શકો છો.

આજે આ લેખમાં અમે તમને એક ખાસ સુપરફૂડ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે તમારા આહારમાં સમાવેશ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકો છો. અમે આ લેખમાં વાત કરી કરી રહ્યા છીએ ચિયા સીડ્સ વિશે.

ચિયા બીજ માત્ર સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. ચિયાના બીજમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ ત્વચાને નરમ બનાવે છે અને ટેનિંગ દૂર કરે છે. ચિયા સીડ્સમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ ત્વચાને સૂર્યપ્રકાશ અને પ્રદૂષણથી થતા નુકસાનથી બચાવવાનું કામ કરે છે.

તેમાં હાજર એન્ટી-ફંગલ અને એન્ટી-ઓક્સીડેન્ટ પિમ્પલ્સને ઘટાડવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે ચિયાના બીજ તમારી ત્વચા માટે કેવી રીતે ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાની રીત વિશે.

નેચરલ ગ્લો માટે ચિયા સીડ્સ : ચિયા સીડ્સનું નિયમિતપણે સેવન કરવાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર બની શકે છે. તેમાં હાજર વિટામિન-સી, વિટામિન-એ, ફોલેટ, આયર્ન અને પોટેશિયમ જેવા પોષક તત્વો ત્વચાની સુંદરતા જાળવવામાં અને તેને નિખારવામાં ઉપયોગી છે.

પ્રક્રિયા : ચિયાના બીજને લગભગ 20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો જ્યાં સુધી બીજ જેલ જેવી રચના ના બનાવે. ત્યાર બાદ તે બીજમાં મધ અને લીંબુનો રસ નાખીને તેનું માસ્ક બનાવીને ત્વચા પર લગાવી શકો છો.

ચિયાના બીજમાં ઓલિવ તેલના થોડા ટીપાં ઉમેરીને એક પેસ્ટ બનાવો અને તેને ત્વચા પર લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. પેસ્ટને ચહેરા પર 20 સેકન્ડ સુધી રાખ્યા પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ લો.

ત્વચાને સૂર્યપ્રકાશના નુકસાનથી બચાવે છે : ચિયા સીડ્સમાં હાજર ઓમેગા 3 ફેટી એસિડ ત્વચાને સૂર્યના યુવી કિરણોથી સુરક્ષિત કરે છે અને તેનાથી થતા નુકસાનથી બચાવે છે. તે કરચલીઓ, ફાઈન લાઈન્સ જેવી સમસ્યાઓને દૂર કરવામાં પણ અસરકારક છે.

પ્રક્રિયા : તડકામાં જતા પહેલા ચહેરા પર આ જેલ લગાવવાથી સૂર્યના કિરણો અને બહારની ધૂળ અને ગંદકીથી બચી શકાય છે. ત્વચાના મૃત કોષોને દૂર કરવા અને ટેનિંગથી છુટકારો મેળવવા માટે તમે લીંબુ અને મધ સાથે ચિયા સીડની પેસ્ટનો ઉપયોગ એક્સ્ફોલિયન્ટ તરીકે ઉપયોગ કરો.

ખીલથી છુટકારો મેળવવા માટે ચિયાના બીજ : ચિયાના બીજમાં હાજર ઝીંક ખીલ પેદા કરતા બેક્ટેરિયા સામે લડે છે જ્યારે ઓમેગા ફેટી એસિડ સોજાવાળા પિમ્પલ્સની બળતરામાં અસરકારક રીતે કામ કરે છે. આ સિવાય ચિયાના બીજમાં હાજર ફાઇબર ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ત્વચાના કોષોને ઝડપથી સાજા કરે છે.

પ્રક્રિયા : ખીલથી છુટકારો મેળવવા માટે ચિયાના બીજને પલાળી દો અને પછી તેમાં એલોવેરા મિક્સ કરીને એક પેસ્ટ બનાવીને તેને આખા ચહેરા પર લગાવો અને 15 મિનિટ સુધી રહેવા દો. આ પછી પેસ્ટને ઠંડા પાણીથી ધોઈ લો. તમે ઈચ્છો છો તો આ પેસ્ટમાં લીંબુનો રસ અથવા ગુલાબજળ પણ ઉમેરી શકો છો.

તમે પણ આ સુપરફૂડને તમારા આહારમાં સામેલ કરીને વૃદ્ધાવસ્થામાં પણ તમારી ત્વચાને બેડાઘ બનાવી શકો છો. બ્યુટી સબંધિત આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.