દહીંમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, જે ઉનાળા માટે એક સારું એવું પીણું અથવા વાનગી કહી શકાય છે. દહીં ઉનાળા માટે ઉત્તમ વસ્તુ આવે છે. દહીં વડા, લસ્સી, રાયતા વગેરે ઘણી એવી વાનગીઓ દહીં નો ઉપયોગ થતો જ હોય છે.
આયુર્વેદમાં પણ દહીને અનેક રોગો માટે રામબાણ માનવામાં આવે છે. આ લેખમાં અમે વાત કરીશું છાશ વિશે. એવું કહેવાય છે કે જ્યારે પણ કોઈને પેટ ભારે લાગતું હોય તો ઉનાળામાં દહીંમાંથી બનાવેલું રાયતા અથવા છાશ પીવાનું કહેવાય છે.
ઉનાળાના દિવસોમાં કોલ્ડ ડ્રિન્ક પીવાને બદલે છાશ પીવું સારું છે, તેને એક ઉત્તમ પીણું કહી શકાય છે કારણ કે તે તમને ઘણી રીતે સ્વસ્થ પણ રાખે છે અને તેજ સૂર્યપ્રકાશથી થતા રોગોથી પણ બચાવે છે. તો ચાલો જાણીએ તેના અદભુત ફાયદાઓ વિશે.
પાચન સુધારે : જ્યારે તમે છાશમાં જીરું પાવડર, કાળા મરી, આદુ, લીલાં મરચાં, મીઠા લીમડાના પાન અને ધાણાજીરું ભેળવીને મિક્સ કરીને છાશ બનાવીને પીવો છો ત્યારે ખબર પડે છે કે ઉનાળાના દિવસોમાં છાશ એ કોઈપણ વ્યક્તિ માટે રાહતભર્યું પીણું છે.
છાશ પીવાથી તેના પેટની તકલીફ ઝડપથી દૂર થઇ જાય છે. તેમાં રહેલા પોષક તત્વો તમારા પેટને સાફ કરીને તમારા મગજને ઠંડક આપે છે. ઉનાળામાં જો તમે તેનું નિયમિત અને યોગ્ય માત્રામાં છાશ પીવો છો તો તમારા પેટમાં રહેલા જ્વલનશીલ તત્વો પણ શાંત રહે છે.
શરીરના ડિટોક્સ માટે શ્રેષ્ઠ : ઉનાળામાં દરરોજ યોગ્ય માત્રામાં એવા ખોરાક અથવા પદાર્થોનું સેવન કરવું જોઈએ જે શરીરને ડિટોક્સ રાખે છે. જો તમે પણ ઉનાળામાં શરીરને ડિટોક્સ રાખવા માટે છાશનું સેવન કરી શકો છો. એવું કહેવાય છે કે જ્યારે છાશમાં જીરું પાવડર, કાળા મરી, આદુ, લીલા મરચા વગેરેનું સેવન કરવાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે અને શરીર ડિટોક્સિફાય થાય છે.
વજન ઘટાડવા માટે બેસ્ટ પીણું : આજની બદલાતી જીવનશૈલી અને આહારના કારણે દર દસમાંથી ચારથી પાંચ વ્યક્તિ વધતા વજનથી લઈને હંમેશા પરેશાન રહે છે. આ યાદીમાં પુરુષોની સાથે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ સ્થિતિમાં ઝડપથી વજનને ઓછું કરવા માટે છાશ પીવી જોઈએ. ઉનાળામાં કોલ્ડ ડ્રિન્ક કરતા છાશ ફાયદાકારક છે.
ત્વચા માટે : ઉનાળામાં તડકાને કારણે ત્વચા સંબંધિત ઘણી બીમારીઓ થવા લાગે છે. ગરમીના લીધે ડાઘ, ખીલ વગેરે પણ બહાર આવવા લાગે છે. કહેવાય છે કે ઉનાળાની ઋતુમાં શરીરમાં ટોક્સિનનું પ્રમાણ વધવા લાગે છે અને પરસેવો અને શરીર માં ગરમી વધવાને કારણે ત્વચા સંબંધિત બીમારીઓ થવા લાગે છે.
તો આવી સ્થિતિમાં તમે ઝેરી પદાર્થોની માત્રા ઘટાડવા માટે છાશનું સેવન કરી શકો છો. તે શરીરમાં વૃદ્ધત્વ વિરોધી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને વૃદ્ધત્વના ચિન્હોને રોકે છે. પ્રોબાયોટિક લેક્ટિક એસિડ હોવાને કારણે છાશ અન્ય ઘણા ફાયદાઓ માટે પણ શ્રેષ્ઠ પીણું સાબિત થાય છે.