આ 1 ગોળી તમારી સૂકી ઉધરસને કરી દેશે ગાયબ, 100 % અસરકાર ઘરેલુ ઉપચાર

udaras mate gharelu upchar in gujarati

જે લોકોને સૂકી ઉધરસ આવે છે તે લોકો માટે 100% અસરકારક ઘરેલુ ઉપચાર છે. જે લોકોને ઉધરસ છે તે લોકો માટે આ રેસિપી છે, તમે આત્મવિશ્વાસથી અજમાવી શકો છો. તો ચાલો જોઈ લૈયે કે આ ગોળી બનાવાની કઈ રીતે.

સૌ પ્રથમ એક કડાઈ માં 1 ચમચી ઘી લઈ એડ કરો.ઘી ફક્ત ગાયનું જ લેવાનું છે ( અહીંયા અમે મેલ્ટ કરેલું ઘી લીધેલું છે.) અને હવે 50 ગ્રામ ગોળ એડ કરો. જો તમે તેને નાના નાના ટુકડા કરી લેશો તે જલ્દી થી ઓગળી જશે. હવે જયારે ગોળ ઓગળી થાય છે પછી ગેસ ને બંદ કરી દો.

ગોળ ને વધારે ચડવા દેવાનો નથી, બસ એને ઓગળવા દેવાનો છે. હવે તેમાં એક ચમચી હળદર પાવડર, 1/4 ચમચી કાળામરી પાવડર અને એક ચમચી સિંધવ મીઠું એડ કરો.

હવે બરાબર મિક્સ કરી લો. કારણ કે કડાઈ હજુ ગરમ છે તો બરાબર મિક્સ થઇ જશે. હવે તેને તેને થોડું ઠંડુ થવા દો. વધારે ઠંડુ નથી કરવાનું, થોડું ગરમ હોય તો ગોળીઓ બનાવામાં સરળતા રહે છે. હવે આપણે તેના નાની ગોળીઓ બનાવવી લઈશું.

સૂકી ઉધરસ એટલે થાય છે કે આપણું ગળું સુકાઈ જાય છે, તો આ ગોળી લેવાથી તે સ્થિર થઈ જશે અને અને તમને કફ પણ મટી જશે. હવે આમાં હળદર અને મરી પણ છે, જેથી તમારી ઈમ્યૂનિટી સિસ્ટમ પણ મજબૂત થશે, તેથી જ્યારે તમને ખાંસી આવે ત્યારે આ ગોળી ને ( ચૂસી શકો છો ) લઇ શકો છો.

જટલી તમે આ ગોળીને ચૂસશો તેટલી તમારે માટે અસરકારક નીવડશે. તમે એક દિવસ માં 2 થી 3 ગોળી પણ લઇ શકો છો. આ ગોળી નુકશાનકારક નથી.

આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે કોઇપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહી.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.