Nariyal pani na fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

નિયમિત રીતે નારિયેળ પાણી પીવાના અનેક ફાયદા છે. જો તમે ૧૦-૧૫ દિવસ રોજ નારિયેળ નું પાણી પીવો તો તમારા શરીર માં રહેલા ઘણા રોગો દૂર થઈ જાય છે. જો તમે તમારી સવારની શરૂઆત નારિયેળ પાણીથી કરો તો આખો દિવસ ઉર્જા નો અહેસાસ થાય છે અને ડિહાઇડ્રેશનથી બચી શકો છો.

નિષ્ણાતો અનુસાર સવારના સમયે નારિયેળ પાણી પીવું સૌથી વધારે ફાયદાકારક હોય છે. જો તમે સવારના સમયે નારિયેળ પાણી પીવો છો તો આપણા શરીરને દિવસભર સ્ફુર્તિમાન બનાવી રાખવા માટે સક્ષમ રહો છો. તો જાણો નાળિયેર પાણી પીવાના અદભુત ફાયદા વિષે.

૧) થાઇરોઇડ હોર્મોન્સ સંતુલિત બનાવી રાખવા:- સવારના સમયે નારિયેળ પાણી પીવાથી થાઇરોઇડ હોર્મોન્સ નિયંત્રણમાં રહે છે. ૨) કિડનીને સ્વસ્થ બનાવી રાખવા:– કિડની ને સ્વસ્થ રાખવા માટે પણ નાળિયેર પાણીનું સેવન ફાયદાકારક રહેશે. આ યૂરિનરી ટ્રેક્ટ ને સાફ રાખવામાં મદદરૂપ થાય છે અને સાથે જ કિડનીમાં સ્ટોન ની પરેશાની થી છુટકારો આપવા માં પણ મદદરૂપ થાય છે.

૩) રોગપ્રતિકારક શક્તિ બુસ્ટ થવી: નારીયેળ પાણી નિયમિત સેવનથી રોગ પ્રતિરોધક ક્ષમતા બુસ્ટ થાય છે. જેનાથી કેટલીય બીમારીઓ થવાની આશંકા ઓછી થઈ જાય છે. ) જે લોકોને માથાનો દુખાવો લાંબા સમયથી થતો હોય અથવા તો રોજ માથાનો દુખાવો થતો હોય તેવા લોકોએ નારિયેલ નુ પાણી પીવાથી તેમનો માથાનો દુખાવો બંધ થઇ જાય છે અથવા ત્પ તેમાથી રાહત થાય છે.

૫) વજન ઘટાડવા:– જો તમે વજન ઘટાડવાની ચિંતામાં છો તો નારિયેળ પાણી પીવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં કેલરી હોય છે અને ફેટ નહીંવત્ હોય છે. નારિયેળ પાણી પીધા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેનાથી ઘડીએ ઘડીએ ખાવાની જરૂર પડતી નથી.

૬) માથાના દુખાવામાં : નારીયેળ પાણીમાં મેગ્નેશિયમ નું પ્રમાણ વધારે હોય છે જે માથાના દુખાવામાં રાહત આપે છે.  ૭) ત્વચાને પોષણ આપવા:–  નારિયેળ પાણી પીવાથી ત્વચામાં નમી જળવાઈ રહે છેેે. ૮) ગરમીની સિઝનમાં ઝાડા ઉલટી થવાનું પ્રમાણ વધારે જોવા મળે છે. આવા સમયે નારિયેળના પાણીનું સેવન કરવું જોઈએ. નારિયેળ પાણીમાં કાર્બોહાઈડ્રેટ વધારે પ્રમાણમાં હોય છે.

૯) પથરી: નારિયેળ પાણી પીવાથી આપણા શરીરમાં કિડની ની અંદર રહેલી પથરી પીગળીને પેશાબ થી બહાર નીકળી જાય છે. કેટલાક લોકો નારિયેળ પાણી નો ઉપયોગ સૌંદર્યને નિખારવા માટે કરે છે. નારિયેળ પાણીમાં શરીર માટે ફાયદાકારક હોય એવા અનેક તત્વો છે. દરેક નાળિયેરમાં ૨૨૦ml કે તેનાથી થોડું વધારે પાણી હોય છે. આ એક લો કેલેરી ડ્રીંક પણ છે.

 નારિયેળ પાણીમાં એન્ટીઓક્સીડેન્ટ, એમીનો એસીડ તેમજ વિટામીન સી ના ફાયદા મળે છે. નારિયેળ પાણી કાર્બોહાઇડ્રેટનું પણ સારો એવો સ્ત્રોત છે. કહેવાય છે કે નાળીયેર પાણી એ શક્તિ તેમજ ઊર્જાનો એક ઉત્તમ સ્ત્રોત છે. નારિયેળ પાણીમાં માનવ શરીર માં અનેક ગંભીર રોગો સામે લડવાની શક્તિ પણ આપે છે.

તેમાં રહેલા અનેક પોષક તત્વો આપણા શરીરને પાણીની ઉણપને પૂરી કરે છે અને શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. નારિયેળ પાણીમાં ઝેરી તત્વોને દૂર કરવાના ગુણ હોય છે. તેના પાણીથી શરીરને ઊર્જા મળે છે. રોગપ્રતિરોધક ક્ષમતા બુસ્ટ થાય છે અને આ સાથે જ આ કેટલાય પ્રકારની બીમારીઓ સામે સુરક્ષા પૂરી પાડે છે. જો તમે તમારા વજનથી પરેશાન છો તો નારિયેળ પાણી પીવાથી તમને ઘણા ફાયદા થશે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા