સામગ્રી
100 ગ્રામ બાફેલા કાળા ચણા, 1 જીણી સમારેલી ડુંગળી, 2 જીણા સમારેલા મરચાં, કોથમીર જીણી સમારેલી, જીણા સમારેલા ટામેટા, લાલ મરચું (તીખું ગમે તો), ગરમ મસાલા, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને તેલ.
રેસીપી
સૌ પ્રથમ બાફેલા ચણાને થોડા થોડા અંતરે રાખીને તેને વેલણથી વણીને દબાવો અને તેને પહોળા કરી લો. પછી ગેસ પર પેન મૂકો અને તેમાં થોડું તેલ ઉમેરીને ચણાને શેકી લો. શેકતી વખતે થોડું મીઠું પણ ઉમેરો.
ચણા શેક્યા પછી તેને ટીશ્યુ પેપર પર કાઢી લો. ટીશ્યુ પેપર તેલ શોષી લે પછી તેને એક બાઉલમાં કાઢી લો. હવે ચણા ચોર બનાવવા માટે, તમે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, ટામેટાં, કોથમીર નાખીને મિક્સ કરો.
પછી તેમાં મરચું, ગરમ મસાલો, સહેજ મીઠું અને લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરો. તમારું ચણાચોર ગરમ તૈયાર છે તેને એક બાઉલમાં કાઢીને તેને ખાવાનો આનંદ માણો. અમને ખાતરી છે કે તમને આ રેસીપી ખૂબ જ ગમશે. આવી જ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.