તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ ન થવા જેવી હોય અને સો વર્ષ સુધી તમારા હાડકાં ને મજબૂત રાખવા હોય અને કોઈ પણ પ્રકારના દુખાવા તમારે ન થવા દેવા હોય તો આ 10 વસ્તુઓ તમારે વધારે માં વધારે ખાવાની છે.તો ચલોજાણી લઈએ કે આ 10 વસ્તુઓ કઈ છે.
સૌથી મહત્વની પહેલી વસ્તુ છે 1) દૂધ ગાયનું કે ભેંસનું દૂધ: રોજ રાત્રે તમારે એક ગ્લાસ જેટલું ગરમ દૂધ કરીને પીવાનું છે. દૂધ ગાયનું કે ભેંસના દૂધમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. 2) દહીં: તમારે બપોરના ભોજનમાં એક વાટકી દહીં અવશ્ય ખાવાનું છે. દહીં કેલ્શિયમનું ખૂબ મોટો સ્ત્રોત ગણવામાં આવે છે.
3)ચણા : જે કાળા ચણા આવે આવે છે તમારે ખાવાના છે. આ ચાના ને રાત્રે પલાળીને સવારે ઉઠી ને થોડી માત્રામાં ચણાનું સેવન કરવાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને દુર થાય છે. 4) દૂધમાંથી જ બનાવવામાં આવતું ચીઝ: ચીઝ તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી કરવા માટે મહત્વની વસ્તુ છે.
5) લીલી શાકભાજી એટલે પાલક : પાલક રોજ ખાવાથી અથવા તો અઠવાડિયે એક વખત પાલકનો જ્યુસ પીવાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે. તમારા હાડકા મજબુત થાય, આખ અને વાળને પણ મજબૂતાઈ મળે છે.
6) બદામ : રોજ રાત્રે પાંચ બદામ તમારે પલાળીને સવારે ખાવાના છે. આનાથી તમારા શરીરમાં કેલ્શિયમની ઊણપ પૂરી થાય ઉપરાંત શરીરમાં ઘણા બધા તત્વો છે તેની ઉણપ પણ પૂરી થાય છે.
7) સંતરા, નારંગી: તમે સંતરા, નારંગી આ બંને ફ્રુટ માંથી તમે કોઈપણ એક ફૂટ ખાઈને પણ તમારા શરીરમાં વિટામિન સી અને કેલ્શિયમ ની ઉણપ પૂરી કરી શકો છો. ઉપરાંત ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરી શકો છો.
8) ઈંડા : ઈંડા એક નોનવેજ વસ્તુ છે પરંતુ તેની અંદરથી તમને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. જે તમારા શરીરને મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. 9) સોયાબીન: સોયાબીનનું તમે કોઈપણ રીતે ઉપયોગ કરીને તમારા શરીરમાં રહેલી કેલ્શિયમની ઉણપને પૂરી કરી શકો છો. ઉપરાંત શરીરના હાડકાને મજબૂત બનાવવા માટે પણ સોયાબીન છે એ ખૂબ જ ઉપયોગી ફૂટ છે.
10) સૂકી દ્રાક્ષ : તમે સાથે અરજી પણ ખાઈ શકો છો. રોજ રાત્રે સૂકી દ્રાક્ષ ને અંજીર સાથે પલાળીને સવારે કે સાંજ તેને ચાવી-ચાવીને ખાવાથી તમારા શરીરમાં ઘણા બધા પોષક તત્વોની ઉણપ પૂરી થાય છે ઉપરાંત કેલ્શિયમની ઊણપ પણ પુરી થાય અને તમારું શરીર છે મજબૂત બને છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.