calcium foods for vegetarians
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શરીરને વ્યવસ્થિત રીતે ચલાવવું હોય તો શરીરમાં જરૂર વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ અને બીજા ઘણા બધા પોષકતત્વોની જરૂર પડે છે. શરીરમાં કોઈ એક તત્વની ઉણપ હોય તો શરીરમાં નાની મોટી સમસ્યા જોવા મળે છે એટલે કે તેની અસર જોવા મળે છે.

શરીરમાં કેલ્શિયમ ની ઉણપ હોય તો હાડકા નબળા પડવાને કારણે દાંત માં દુખાવો, પગ દુખવા, કમરનો દુખાવો, ગોઠણનો દુખાવો કે સાંધાનો દુખાવો વગેરે જેવી સમસ્યા જોવા મળે છે. જો તમારા શરીરમાં આવી કોઈ પણ સમસ્યા જોવા મળે છે તો તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે.

શરીરમાં કેલ્શિયમ હોવું ખુબજ જરૂરી છે. તો આજે અમે તમને  કેલ્શિયમથી ભરપૂર ખોરાક વિષે જણાવીશું જે ખોરાકનું સેવન કરીને તમે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપને પુરી કરી શકો છો. તો ચાલો જાણીએ આ કેલ્શિયમથી ભરપૂર ખોરાક વિષે.

અંજીર અને બદામ : અંજીર અને બદામ ને કેલ્શિયમ નો ઉતમ સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળે છે. અંજીર ફાઈબરથી ભરપૂર હોવાની સાથે સાથે 100ગ્રામ અંજીરમાં 160 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. અંજીર કબજિયાતને મટાડવા માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

100ગ્રામ બદામમાં 260 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે આ સાથે સાથે બદામમાં વિટામિન ઈ રહેલું હોય છે જે  વાળ અને ત્વચાને સ્વસ્થ રાખવાની સાથે તમને યુવાન રાખવામાં મદદરૂપ થાય છે. અંજીર અને બદામ હાડકા અને દાંત ને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે.

ચણા: શાકાહારી લોકો માટે ચણાને પ્રોટીન અને કેલ્શિયમનો સૌથી સારા સ્ત્રોત માનવામાં આવે છે. 100 ગ્રામમાં ચણામાં આશરે 105 મિલીગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. ચણા આયર્ન, કૉપર, ફૉલેટ, અને ફૉસ્ફરસથી પણ ભરપૂર હોય છે. ચણાને તમે સલાડ, બાફીને કે ગ્રેવી સાથે તેનું સેવન કરી શકો છો.

સરગવો: સરગવાનું શાક બનાવી ને બધા લોકો ખાતા હશે પરંતુ તમને જણાવીએ કે સરગવાના પાન માં વધુ કેલ્શિયમ રહેલું હોય છે. શરીરમાં કેલ્શિયમ મેળવવા માટે સરગવો ફાયદાકારક સાબિત થાય છે. 100 ગ્રામ સરગવાનાં પાનમાંથી 180 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે.

સોયા અને ટોફુ : શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા સોયા અને ટોફુ ખાઈ શકો છો. અડધો કપ સોયાબીન ખાવાથી લગભગ 225 મિલી કેલ્શિયમ મળે છે આ સાથે જો અડધો કપ ટોફુ ખાવામાં આવે તો લગભગ 250 મિલી કેલ્શિયમ મેળવી શકાય છે. આથી સોયા અને ટોફુને કેલ્શિયમ ની ઉણપ દૂર કરવા માટે આહાર સમાવેશ કરવો જોઈએ.

તલ: તલમાં કેલ્શિયમથી ભરપૂર માત્રામાં રહેલું છે આ સાથે તેમાં  આયર્ન અને મેગનેશિયમ પણ સારી માત્રામાં જોવા મળે છે. 100 ગ્રામ તલમાંથી તમને 975 મિલિગ્રામ કેલ્શિયમ મળી રહે છે. તલ  હાડકા તેમજ દાંતને મજબૂત કરે છે.

તમને આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ માહિતીને આગળ મોકલો જેથી બીજા લોકો પણ જાણી શકે. આવી જ માહિતી સાથે કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ વગેરે જેવી માહિતી મેળવવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા