Bread Potato Cutlet Recipe In Gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામગ્રી

  • 4, 5 નંગ બ્રેડ
  • 2 બાફેલા બટાકા
  • 1 જીણી સમારેલી ડુંગળી
  • થોડી જીણી સમારેલી કોથમીર
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો 1/2 ચમચી
  • ચાટ મસાલો 1/2 ચમચી
  • 1 ચમચી મીઠું સ્વાદ મુજબ
  • 2 ચમચી મૈંદા
  • અડધો કપ ઠંડુ પાણી

બનાવવાની રીત

સૌથી પહેલા બ્રેડની ચારે બાજુ કાપીને અલગ કરો. હવે બ્રેડની કાપેલી કિનારીઓને ગ્રાઇન્ડર મશીનમાં નાખીને પીસી લો અને તેને અલગ પ્લેટમાં રાખો. આનો ઉપયોગ કટલેટને કોટિંગ કરવામાં માટે થશે.

હવે એક બાઉલમાં 2 બાફેલા બટાકાને હાથથી મસળી લો. હવે તેમાં 1 જીણી સમારેલી ડુંગળી, થોડી ઝીણી સમારેલી કોથમીર, લાલ મરચું પાવડર 1 ચમચી, ધાણા પાવડર 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, 1/2 1 ચમચી ચાટ મસાલો અને 1 ચમચી મીઠું સ્વાદ મુજબ નાખીને બરાબર મિક્સ કરો.

બટાકાના આ મિશ્રણને લાંબા કટલેટની જેમ બનાવી લો. અહીંયા તમે તમારી મુજબ કટલેટનો કોઈપણ આકાર આપી શકો છો. હવે એક મોટા બાઉલમાં 2 ચમચી મૈંદાનો લોટ અને અડધો કપ ઠંડુ પાણી ઉમેરીને બેટર તૈયાર કરો.

હવે જે બ્રેડને કાપી હતી તે બધી બ્રેડને વેલણની મદદથી વણી લો. હવે એક બ્રેડ લો અને તેની ઉપર બટાકા બનાવેલી કટલેટ મૂકો અને બ્રેડને રોલ કરો અને આ રોલને મૈદાના બેટરમાં પલાળી દો અને આ રોલને ચારે બાજુથી બ્રેડના ભુકાથી કવર કરી લો.

હવે તૈયાર કરેલા બધા રોલને મધ્યમ આંચ પર, તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. હવે તમારા રોલ્સ તૈયાર છે, તમે તેને મીઠી અને ખાટી ચટણી સાથે પીરસી શકો છો.

Recipe and image credit – Amma Ki Thaal

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા