bhinda nu shaak banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભીંડી એક એવું શાક છે, જેને લોકો વધુ ખાવાનું પસંદ કરે છે. ભીંડી માત્ર ટેસ્ટી જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. જો કે તમે ઘણી રીતે ભીંડીનું શાક બનાવી શકાય છે, પરંતુ તેને એકદમ પરફેક્ટ બનાવવું થોડું મુશ્કેલ છે. કારણ કે ઘણી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે તેમનું ભીંડાનું શાક ચીકણું થઈ જાય છે અથવા જયારે શાક બને છે ત્યારે દેખાતું હોય તેનાથી અડધું થઇ જાય છે.

જો તમારી સાથે પણ કંઈક આવું જ થતું હોય તો આજે અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું. જેને અનુસરીને તમે પરફેક્ટ ભીંડાનું શાક બનાવી શકો છો.

પરફેક્ટ ભીંડાનું શાક બનાવવા માટે કુકિંગ ટિપ્સ : ભીંડાનું શાક દરેક ઘરમાં અલગ અલગ રીતે રાંધવામાં આવે છે, પરંતુ આજની ટિપ્સ માં ભીંડાને ક્રન્ચી અને રંગને જાળવી રાખવાની સાથે સાથે પોષક તત્વોને જાળવી રાખવા વિશે પણ છે, જે ઘણીવાર વધારે રાંધવાના કારણે ગુમાવે છે.

ભીંડાનું શાક બનાવતી વખતે મીઠું ન નાખો : ભીંડાનું શાક બનાવતી વખતે ક્યારેય મીઠું ન નાખવું જોઈએ. કારણ કે મીઠું ઉમેરવાથી પણ ઘણી વાર ભીંડાનું શાક ચીકણું થઇ જાય છે. તેથી તેને છેલ્લે ઉમેરવું અથવા પીરસતા પહેલા મીઠું ઉમેરવું જોઈએ.

ભીંડાનો શાક રંગ રહેશે પહેલા જેવો : જો તમારે ભીંડાનો રંગ લીલો રંગ જાળવી રાખવા માંગતા હોય તો શાક બનાવતી વખતે તેને ઢાંકણથી ઢાંકશો નહીં. જો કે, આમ કરવાથી શાક બનાવતી વખતે થોડો વધુ સમય લાગી શકે છે, પરંતુ તે ભીંડાના શાકનો રંગ જળવાઈ રહેશે.

અતિશય રાંધવાની ભૂલ ના કરો : જો તમે ઇચ્છો છો કે તમારું ભીંડાનું શાક પરફેક્ટ બને તો તમારે ભીંડાને વધારે ના રંધાવું જોઈએ. કારણ કે ભીંડીને વધારે રાંધવાથી તેના તમામ પોષક તત્વો નષ્ટ થઇ જાય છે. કારણ કે ભીંડામાં વિટામિન-ઈ, ફોસ્ફરસ, આયર્ન, કોપર, મેંગેનીઝ, વિટામિન-સી, મેગ્નેશિયમ અને ડાયેટરી ફાઈબર ભરપૂર માત્રામાં મળી આવે છે.

જો તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે આવી જ બીજી રસોઈ સસંબંધિત માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “પરફેક્ટ ભીંડાનું શાક બનાવવા માટે ટિપ્સ, ક્યારેય શાક ચીકણું નહીં બને”

Comments are closed.