bhinda nu shaak gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભીંડીની અસલી મજા ત્યારે જ આવે છે જ્યારે તે ખૂબ જ મસાલેદાર અને કુરકુરી બને. જો કે તેને ક્રિસ્પી બનાવવું દરેક માટે સરળ નથી. કેટલાક લોકો ટામેટા અને ડુંગળી સાથે મસાલાવાળી ભીંડી બનાવે છે પરંતુ ચીકણું શાક બની જાય છે. ત્યારે તેને ખાવાનું મન થતું નથી અને મોંનો સ્વાદ પણ બગડી જાય છે.

શું તમે પણ આ રીતે વારંવાર ભીંડી બનાવીને કંટાળી ગયા છો? શું તમારા ઘરના દરેક લોકો પણ ક્રિસ્પી અને મસાલેદાર ભીંડી પસંદ છે? શું તમે ભીંડાનું શાક બનાવવાની ટિપ્સ નથી જાણતા? તો તમારે અમારો આ લેખ જરૂર વાંચવો જોઈએ.

આજે અમે તમને એવી કેટલીક 5 સરળ રીતો વિશે જણાવીશું, જેની મદદથી તમે ઘરે જ ક્રિસ્પી અને મસાલેદાર ભીંડી સરળતાથી બનાવી શકશો. તો રાહ કોની જોઈ રહયા છો, ચાલો જાણીએ ક્રિસ્પી ભીંડી બનાવવાની સરળ ટિપ્સ કઈ છે?

1. ભીંડીને ઉંચી આંચ પર રાંધો : દરેક ઘરમાં એવું બનતું હોય છે કે ભીંડાને રાંધતા પહેલા ધોવામાં આવે છે. તે પછી લોકો તેને સારી રીતે સૂકવતા નથી. તેમાં પાણી રહી જવાને કારણે ભીંડી ઘણીવાર ચીકણી થઈ જાય છે. આ માટે તમે પહેલા તેને સારી રીતે સૂકવી લો અને પછી તેનું શાક બનાવો.

આ માટે ભીંડીને પહેલા ધોઈ લો અને એવા વાસણમાં રાખો, જેમાંથી પાણી સરળતાથી નીકળી જાય. પછી ભીંડીને ટીશ્યુ અથવા સાફ સૂકા કપડાથી લૂછીને એક કાગળમાં અલગથી રાખો. આ રીતે કાગળ ભીંડીના ભેજને શોષી લેશે અને તે ઝડપથી સુકાઈ જાય છે. જ્યારે ભીંડી સારી રીતે સુકાઈ જાય પછી તેને વચ્ચેથી કાપીને ઊંચી આંચ પર રાંધો.

2. ભીંડી બનાવતી વખતે ઉમેરો કોર્નફ્લોર : આપણે ઘણીવાર રસોઈ બનાવવા માટે કોર્નફ્લોરનો ઉપયોગ કરીએ છીએ. તેનો ઉપયોગ બાઈન્ડીંગ અને ક્રિસ્પીનેસ વધારવા માટે થાય છે. તેને ભીંડીમાં મિક્સ કરવાથી તમારું ભીંડાનું શાક પણ ક્રિસ્પી બનશે.

આ માટે ભીંડીને બનાવતા પહેલા તેને સારી રીતે ધોઈ લો અને સૂકવી લો. આ પછી તેને વચ્ચેથી કાપીને તેમાં 1 ચમચી કોર્ન ફ્લોરનો લોટ ઉમેરીને ભીંડાને હળવા હાથે મિક્સ કરો. કોર્નફ્લોરની કોટિંગ ભીંડી પર સારી રીતે થવી જોઈએ. તમે ભીંડીની માત્રા પ્રમાણે તેમાં કોર્નફ્લોર ઉમેરી શકો છો.

આ પછી ભીંડીને તેલમાં ડીપ ફ્રાય કરીને પ્લેટમાં કાઢી લો. આ પછી વેજીટેબલ મસાલો તૈયાર કરો અને ક્રિસ્પી ભીંડી ઉમેરો અને 3 થી 4 મિનિટ સુધી પકાવો. પછી જુઓ તમારી ભીંડી કેટલી ક્રિસ્પી બને છે.

3. ભીંડી બનાવતી વખતે ચણાનો લોટ ઉમેરો : મોટાભાગના લોકો ભીંડીને ક્રિસ્પી બનાવવા માટે ચણાના લોટનો ઉપયોગ કરતા હોય છે. આ પ્રકારની કુરકુરી ભીંડી બનાવવું ખૂબ જ સરળ છે અને તે સ્વાદમાં પણ એકદમ સ્વાદિષ્ટ બને છે. તમે તેને પરાઠા સાથે આનંદથી ખાઈ શકો છો.

ભીંડીને ધોઈને તેને સારી રીતે સૂકવવી મહત્વનું છે, તેથી પહેલા તપાસો કે ભીંડા સૂકા છે. આ પછી, ભીંડાને વચ્ચેથી એક ચીરો બનાવો અને તેમાં ચણાના લોટનું મિશ્રણ ભરો. મિશ્રણ બનાવવા માટે 1 ચમચી ચણાનો લોટ, 1/2 ચમચી લાલ મરચું પાવડર, 1/4 ચમચી હળદર અને માત્ર 1/2 ચમચી પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

આ મસાલાવાળી ભીંડીને 5 મિનિટ માટે સેટ થવા માટે બાજુ પર રાખો. આ પછી, એક પેનમાં તેલ ગરમ કરો અને તેને શેલો ફ્રાય કરો અથવા તમે તેને ડીપ ફ્રાય કરો. તમારી સ્વાદિષ્ટ ભીંડી બનીને તૈયાર થઇ જશે.

4. ભીંડીમાં ચોખાનો લોટ ઉમેરો : ચોખાનો લોટ એક એવી સામગ્રી છે જેને નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે ઉપયોગમાં લવાય છે. તેની બરછટ રચના ભીંડીને સ્વાદિષ્ટ અને ક્રન્ચી બનાવે છે. તમે પણ આ રીતે ચોખાનો લોટ ઉમેરી ભીંડી બનાવો.

ભીંડીને ધોઈને સૂકવી લો અને પછી તેને લાંબી કાપી લો. પછી તેમાં 1 ચમચી ચોખાનો લોટ ઉમેરો અને તેને શાક સાથે મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે રહેવા દો. નિર્ધારિત સમય પછી, તમે જે રીતે શાક બનાવો છો તે જ રીતે શાક બનાવો. તમારું શાક એકદમ મસાલેદાર અને ક્રિસ્પી બનશે.

5. ભીંડીમાં મીઠું કેવી રીતે ઉમેરવું : હવે કોઈપણ શાક મીઠું ઉમેર્યા વિના બનાવવું શક્ય જ નથી, પરંતુ મીઠું ક્યારે ઉમેરવું તે પણ જાણવું ખૂબ જ જરૂરી છે. ભીંડીમાં ક્યારે મીઠું નાખવું જોઈએ જો તમે તે જાણી લેશો તો શાક ચીકણું નહીં બને.

ભીંડીને સૌ પ્રથમ મધ્યમ તાપ પર થોડી વાર પકાવો. બધા મસાલા નાખ્યા પછી જ્યારે તમારું શાક છેલ્લા સ્ટેજમાં હોય ત્યારે તેમાં મીઠું ઉમેરો. પછી થોડીવાર સાંતળ્યા બાદ શાકને ગેસ પરથી ઉતારી લો. તમારું શાક પણ સ્વાદિષ્ટ પણ બનશે અને ચીકણું પણ નહીં બને.

તમે તેને બીજી રીતે પણ બનાવી શકો છો જ્યારે તમે તેલ ગરમ કરો ત્યારે તેલમાં મીઠું નાખો. ત્યાર બાદ તેમાં ભીંડા ઉમેરીને પકાવો.

ખાસ નોંધ : ભીંડી કુરકુરી બનાવવા માટે તમારે બીજી બે બાબતોનું પણ ધ્યાન રાખવાનું છે. એક તો ભીંડા જેવા શાકને ક્યારેય ઢાંકીને ન રાંધવું અને બીજું એ કે તેમાં વારંવાર કરછીનો ઉપયોગ ના કરવો જોઈએ.

અમે આશા રાખીએ છીએ કે મસાલેદાર અને ક્રિસ્પી ભીંડી બનાવવા માટેની આ ટિપ્સ તમને ખુબ જ પસંદ આવી હશે. જો તમને આ ટીપ્સ ગમી હોય તો આવી જ વધુ ટિપ્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

One reply on “ભીંડીનું ક્રિસ્પી શાક બનાવવા માટે 5 ટિપ્સ, ક્યારેય શાક ચીકણું નહીં બને”

Comments are closed.