bet dwarka information gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે તેથી અહીં જન્માષ્ટમી પર એક અલગ જ રોશની જોવા મળે છે અને ગુજરાતમાં આવેલી શ્રી કૃષ્ણની નગરી જોવા જન્માષ્ટમી પર લાખો લોકો અહીં પહોંચે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણના ઘણા મંદિરો આવેલા છે, પરંતુ મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં થતી જન્માષ્ટમીની ઉજવણી અલગ છે.

જન્માષ્ટમી 2022 માં 19 August શુક્રવારે છે અને દ્વારકાધીશ મંદિર આ વર્ષે તેનો પૂરો મહિમા ફેલાવવા માટે સક્ષમ નથી. તેનું કારણ કારણ છે અત્યારે ચાલતી વાઇરસની મહામારી. જોકે આ રોગચાળાને કારણે હરવા ફરવા પર ઘણી રોક લાગેલી છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આજે અમે તમને દ્વારકા શહેરની નજીક આવેલા એક ટાપુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દ્વારકાનો અર્થ થાય છે મોક્ષની નગરી અને ભગવાન કૃષ્ણની નગરીમાં આખા શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, જોકે દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી એક અઠવાડિયા પહેલાથી જ શરૂ કરવામાં આવે છે.

દ્વારકાના આ મંદિરોની મુલાકાત લો : દ્વારકામાં ઘણા પ્રખ્યાત ભગવાન કૃષ્ણના મંદિરો આવેલા છે, પરંતુ દ્વારકાધીશ અને જગત મંદિરમાં ભક્તો ઉમટી પડે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની મૂર્તિઓને કિંમતી આભૂષણોથી શણગારવામાં આવે છે અને આ મંદિરોની ચારેબાજુ માત્ર રોશની રોશની દેખાય છે.

ભગવાન કૃષ્ણના જન્મ પહેલા રાત્રે 11 વાગ્યા સુધી તેમને મોંઘા વસ્ત્રો અને ઘરેણાં જ પહેરાવવામાં આવે છે. રાત્રે 11.30 કલાકે તેમને ઉત્સવ ભોગ ધરાવવામાં આવે છે. રાત્રે 12 વાગ્યે જન્મની સાથે તેમનું સ્વાગત કરવામાં આવે છે. 2 કલાક સુધી ઉજવણી કર્યા પછી 2 વાગ્યે મંદિર બંધ કરી દેવામાં આવે છે.

ભગવાન કૃષ્ણની પૂજા સવારે 7 વાગ્યે મંગલા આરતીથી શરૂ થાય છે અને જન્માષ્ટમીના બીજા દિવસે પણ લોકો ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે.

દ્વારકાની આસપાસના આ ટાપુઓની મુલાકાત લો : તમે જન્માષ્ટમીની ઉજવણી કર્યા પછી દ્વારકાની આસપાસ ફરવા જઈ શકો છો. તમે બેટ દ્વારકા જઈ શકો છો તે એક નાનો ટાપુ છે અને તેના પર ઘણા મંદિરો છે. તે એક જમાનામાં આ પ્રદેશનું મુખ્ય બંદર હતું. બેટ દ્વારકાને શંખોધર તરીકે પણ ઓળખાય છે.

અહીં લોકો રહે છે અને તે ગુજરાતના ઓખાના દરિયાકિનારાથી ફક્ત 3 કિમી દૂર છે. તે દ્વારકાથી લગભગ 30 કિમી દૂર થાય છે. અહીં પહોંચવા માટે ફેરી સર્વિસ મળી જશે. આ સ્થળ ઘણા સુંદર દરિયાકિનારાથી ઘેરાયેલું છે અને અહીં જનારાઓએને એક દિવસ વધારે લઈને જવું જોઈએ જેથી કરીને તેઓ દ્વારકા શહેરમાં પાછા જઈ શકે.

વાસ્તવમાં આ સ્થળનું નામ ભેટ પરથી પડ્યું હતું. ગુજરાતી ભાષામાં ભેટથી બેટ થઇ ગયું. એવું માનવામાં આવે છે કે આ તે સ્થાન છે જ્યાં સુદામા અને કૃષ્ણ મળ્યા હતા અને તેથી તેની પૂજા પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે બેટ દ્વારકાની મુલાકાત લો છો ત્યારે તમને દ્વારકાનું સંપૂર્ણ ફળ મળે છે.

બેટ દ્વારકા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. તો હવે તમને ખબર પડી જ ગઈ હશે કે બેટ દ્વારકાનું સાચું મહત્વ શું છે અને જો તમને આ જાણકારી ગમી હોય તો એકવાર શ્રી કૃષ્ણનું નામ લઇ લો. આવી જ બીજી જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા