best vegetables for women's health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજની મહિલાઓને ઘરની અને બહાર બેવડી જવાબદારીઓ નિભાવવી પડે છે. આવી સ્થિતિમાં, સ્વસ્થ રહેવા માટે આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હા, સ્વસ્થ સ્ત્રીનો આહાર એવો હોવો જોઈએ કે તે દિવસભર એનર્જીથી ભરપૂર રહે.

આ માટે મહિલાઓએ સંતુલિત આહાર લેવો ખૂબ જરૂરી છે. એવો આહાર કે જેમાં વિટામિન્સ, ઝિંક, પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ ઘણી સ્ત્રીઓ એવી હોય છે જે શાકભાજીનું સેવન ઓછી માત્રામાં કરે છે, ખાસ કરીને લીલા શાકભાજીના નામ સાંભળતા જ મોઢું ફેરવી લે છે.

પરંતુ મહિલાઓના સ્વાસ્થ્ય માટે લીલા શાકભાજી ખૂબ જરૂરી છે. જો રોટલીની સાથે શાક ન હોય તો ખાવાની મજા જ અધૂરી લાગે છે. ઋતુ બદલાવાની સાથે બજારમાં અનેક પ્રકારના શાકભાજી જોવા મળે છે. પરંતુ કેટલીક શાકભાજી એવી છે જે દરેક ઋતુમાં મળી રહે છે અને આ શાકભાજી તમારા શરીરને ઈન્ફેક્શનથી બચાવે છે.

તો આવો જાણીયે કે દરેક ઋતુમાં જોવા મળતા કેટલાક એવા લીલા શાકભાજી વિશે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

કારેલા : જો કે તે ખાવામાં કડવા છે. પરંતુ કડવું લીલું શાક સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક શાક છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન હોય છે જે શરીરના લોહીને શુદ્ધ કરવામાં, ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અને પેટ સંબંધિત ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

ગુવાર : ગવારની શીંગો મહિલાઓના સ્વાસ્થ્ય માટે સારી છે. આ લાંબી લીલી શીંગ પ્રોટીન, દ્રાવ્ય ફાઇબર અને વિટામીન K, C અને A થી ભરપૂર હોય છે, જે પાચન તંત્ર તેમજ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ નિયંત્રણ કરવાનું અને પાચન તંત્રને જાળવવાનું કામ કરે છે .

દીધી : જ્યારે આપણે બીમાર પાડીએ ત્યારે સૌથી પહેલા આપણા વડીલો હંમેશા ખીચડી દૂધી ખાવાની સલાહ આપે છે. આ શાકભાજી હળવા હોવાને કારણે બીમારી કે પેટ ખરાબ થવા પર તેને ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમારે સ્વસ્થ રહેવું હોય તો તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

દૂધીના શાકભાજીમાં ઘણા પૌષ્ટિક ગુણો જેમ કે વિટામિન, આયર્ન, ફાઈબર વગેરે હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે, સાથે જ આ શાક શરીરનું વજન ઘટાડવાનું પણ કામ કરે છે અને તમારી પાચનતંત્રને મજબૂત બનાવે છે. તેનો ઉપયોગ ચહેરાની ચમક વધારવા માટે પણ થઇ શકે છે.

ભીંડા : ભીંડી અથવા સ્ટફ્ડ ભીંડી, આ શાક બધાને ખૂબ જ પસંદ હોય છે. તે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, ચરબી, ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પૌષ્ટિક ગુણો હોય છે જે તમારી સ્ત્રીઓના સ્વાસ્થ્યને જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રેગનેન્ટ માટે ભીંડાનું સેવન ખૂબ જ જરૂરી છે. ભીંડાના સેવનથી ફોલિક એસિડનું પ્રમાણ વધે છે જે ગર્ભ માટે ખૂબ જ જરૂરી છે.

પરવળ : ચોમાસામાંની ઋતુમાં તમે ખૂબ જ ઝડપથી ઘણા પ્રકારના ચેપનો શિકાર બની જાઓ છો. શરદી-ખાંસી જેવી સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાને દૂર કરવા માટે પરવલનું શાક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન A અને C હોય છે, જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ સિવાય તે કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. એક ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. આવી સ્થિતિમાં પરવલ કેલ્શિયમની ઉણપને પૂરી કરે છે. તેમજ પરવલનું શાક ખાવાથી સ્કીન ઈન્ફેક્શન દૂર થાય છે અને ઈજા પણ ઝડપથી મટી જાય છે.

તો તમે પણ આ લીલા શાકભાજીને પોતાના આહારમાં સામેલ કરો અને અનેક ફાયદાઓ લાભ મેળવી શકો છો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા