best kitchen tips and tricks
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને એવી કેટલીક કિચન ટીપ્સ વિશે જણાવીશું જે તમે કદાચ પહેલા જાણતા નહિ હોય. અહીંયા બતાવેલી ટીપ્સ જો તમને ખબર નહિ હોય તો તમે અત્યાર સુધી ઘણી બઘી મુશ્કેલી માં મુકાઈ જતા હસો. તો અહીંયા બતાવેલી કેટલીક ટીપ્સ વિશે જાણીલો જેથી તમે કોઈ દિવસ મુશ્કેલીમાં ના મુકાઈ જાઓ.

1) જયારે પણ તમે ઈડલી, ઢોસાનું બેટર બનાવો છો અને તે બેટર ખાટું થઇ જાય છે ત્યારે તેમાં થોડુંક નારિયેળનું દૂધ ઉમેરવાથી તે ખટાશ ઓછી થઇ જાય છે. 2) જયારે પણ ઘરે પનીર બનાવો છે અને તેમાંથી જે પાણી વધે છે તે પાણીથી જો લોટ બાંધવામાં આવે તો તંદુરી રોટી એકદમ નરમ બને છે.

3) જયારે પણ તંદુરી રોટી બનાવો છો ત્યારે તંદુરી રોટી નો લોટ બંધાતી વખતે તેમાં થોડું દહીં ભેળવો અને હૂંફાળા પાણીથી લોટ બાંધો. તમારી તંદુરી રોટી નરમ અને ક્રિસ્પી બનશે.

(4) જો તમારે દાળ ને ટેસ્ટી બનાવી હોય તો, કોઈ પણ દાળ ને બોઈલ કર્યા પેહલા એક વાર પેન માં બે થી ત્રણ મિનિટ માટે રોસ્ટ કરી લો, જે રીતે સોજી ને કરતા હોઈએ છે તેમ, અને જો તમે ઈચ્છો કે દાળ રેસ્ટોરન્ટ જેવી બનાવવી છે તો, તમે છેલ્લે દાળ માં કસૂરી મેથી, થોડું બટર અથવા ઘી એડ કરો.

(5) જયારે પણ ભાત બનાવો છો ત્યારે ભાતને છુટ્ટા અને ધોળા બનાવા માટે તમારે, ભાત માં જયારે ઉભરો આવે ત્યારે ચોથા ભાગનું લીંબુ નીચોળી લેવું. આમ કરવાથી તમારા ભાત એકદમ છુટ્ટા અને વાઈટ બનશે.

6) જો તમારા ઘરમાં ક્યાંય પણ કીડીઓ જોવા મળે તો તે જગ્યા પર સહેજ મીઠું નાખવાથી કીડીઓ ભાગી જાય છે અથવા તમે ઈચ્છો તો ઘરમાં પોતું કરતી વખતે પાણી માં મીઠું નાખીને પોતું કરો.

7) ફુદીના અને કોથમીર ની ચટણી નો કલર સાચવવા અને એકદમ ફ્રેશ રાખવા તેમાં લીંબુ અવશ્ય એડ કરો. તમને જણાવી દઈએ કે લીંબુ માં એસિડ હોય છે જે ચટણી ને તાજી રાખવામાં મદદ કરે છે. જો તમારી પાસે લીંબુ ન હોય તો શેકેલી મગફળી પણ એડ કરી શકો છો અથવા ઘટ્ટ દહીં એડ કરી શકો છો જેથી ચટણી રેસ્ટોરન્ટ જેવી બને છે.

જો તમને અમારી આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા