beauty tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ત્વચાને સાફ કરવા માટે ક્યારેક ક્યારેક કાચી ડુંગળી ખાવી ચહેરા માટે સારી રહે છે. કાચી ડુંગળી ચહેરા પરના ડાઘ-ધબ્બા ઘટાડવામાં મદદ કરે છે. આથી ચહેરાની સફાઈ માટે અઠવાડિયામાં એક થી બે વાર કાચી ડુંગળી ખાવી ફાયદાકારક સાબિત થાય છે.

ફ્રેશ ચહેરો દેખાવા માટે આંખોને આરામ આપવો પણ ખૂબ જ જરૂરી છે. જે લોકો લાંબા સમય સુધી કોમ્પ્યુટરની સામે બેસે છે તેઓએ થોડીવાર પછી બહાર જોવું જોઈએ અને આંખોની હળવી કસરત કરવી જોઈએ, તેનાથી આંખોને આરામ મળે છે. એકીસાથે લાંબો સમય કોમ્પ્યુટર કે લેપટોપ પર બેસીને જોવું જોઈએ નહીં.

ચહેરા પર માસ્ક લગાવવાથી ચહેરાની પરની મૃત કોશિકાઓ દૂર થાય છે. જેના કારણે ચહેરો સુંદર બને છે અને ત્વચા ટાઈટ થાય છે. આ સાથે ચહેરા પરની કરચલીઓ ઓછી થઇ દૂર થાય છે.

સ્નાન કરવાથી પણ ચહેરા પર ચમક આવે છે. પરંતુ 10 મિનિટથી વધુ સમય સુધી સ્નાન ન કરવું જોઈએ. લાંબા સમય સુધી પાણીમાં નાહવાથી ત્વચાનો ભેજ ઓછી થઈ જાય છે. ગરમ પાણીથી લાંબા સમય સુધી નાહવાથી પણ ત્વચા પર લાલ ડાઘ પડી શકે છે. આથી જો તમે પણ 10 મિનિટ કરતા વધુ સમય નાહવા માટે કરો છો તો તમારે સમય ઘટાડવો જોઈએ.

લગભગ બધાને બપોરે ઊંઘ આવવા લાગે છે. કામની વચ્ચેના સમયમાંથી 5 મિનિટ કાઢીને પણ જો તમે તમારી આંખો બંધ કરો તો ફાયદો થાય છે. આ માત્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે પરંતુ લોહીમાં સેરોટોનિન હોર્મોનનું સ્તર પણ વધારે છે. આ હોર્મોન ખુશીના અહેસાસ માટે જવાબદાર છે.

દિવસના થાકને દૂર કરવામાં તાજી હવા મદદ કરે છે. થોડીવાર ચાલવાથી અથવા તો હળવી કસરત કરવાથી પણ ચહેરા પર ચમક આવે છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એસેક્સ અનુસાર, વ્યક્તિ હળવાશનો અનુભવ કરે છે. આ સાથે ખુલ્લા આકાશ અને હરિયાળી વચ્ચે મનને તાજગી મળે છે.

જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ અવનવી બ્યુટી ટિપ્સ, રેસિપી અને કિચન ટિપ્સ વિશે માહિતી મળતી રહેશે

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા