beauty tips glowing skin
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચહેરાની સુંદરતાને યુવાન જાળવી રાખવા માટે મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈને અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. ઘણી સ્ત્રીઓ ફેશિયલ અથવા ક્લિનઅપ કરાવે છે અને જ્યારે કેટલીક મહિલાઓ કેમિકલ પીલ જેવી ઘણી બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. કારણ કે આ તમામ બ્યુટી ટ્રીટમેન્ટ તમારા ચહેરાના રંગને જાળવવાનું કામ કરે છે અને ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો અપાવવાનું પણ કામ કરે છે.

જો કે ઘણી મહિલાઓને લાગે છે કે ફેશિયલ અને કેમિકલ પીલ્સ એક જ વસ્તુ છે પરંતુ અમે તમને જણાવી દઈએ કે આ તમે ખોટું માનો છો. ફેશિયલ અને કેમિકલ પીલ એ અલગ અલગ બ્યુટી ટ્રીટમેન્ટ છે, દરેકના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. જો કે કેમિકલની પીલનો ખર્ચ વધારે થાય છે પરંતુ તે ચહેરાની ઘણી સમસ્યાઓને દૂર કરે છે.

ફેસિયલને ચહેરા પરથી ધૂળ અને માટીને દૂર કરવા માટે જ કરવામાં આવે છે અને તેના કારણે ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાય છે. આ સિવાય ફેશિયલ કેમિકલ પીલના બદલામાં સહેજ સસ્તું હોય છે. તો ચાલો હવે જાણીએ કે ફેશિયલ અને કેમિકલ પીલ વચ્ચે શું તફાવત છે અને તેના ફાયદા શું છે.

ફેશિયલ શું છે? ફેશિયલ ચહેરા ઉપર કરવામાં આવતી એક બ્યુટી ટ્રીટમેન્ટ છે, જે મહિલાઓ પોતાના ચહેરાને વધુ સુંદર બનાવવા માટે કરાવે છે. જો કે ફેશિયલ પ્રક્રિયા હોય છે. તેમાં ક્લીંજિંગ, સ્ક્રબિંગ, સ્ટીમિંગ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધી ક્રિયાઓ કર્યા પછી ફેસ પેકનો પણ ઉપયોગ કરવામાં આવે છે. જો કે આ ઘણા પ્રકારના હોય છે જે ત્વચાના પ્રકાર અનુસાર કરવામાં આવે છે.

કેમિકલ પીલ શું છે? કેમિકલ પીલ એક પ્રકારની કોસ્મેટિક બ્યુટી ટ્રીટમેન્ટ છે જે ચહેરાના રંગને સુધારવા માટે કરવામાં આવે છે. કેમિકલ ફેશિયલમાં ઝેરી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે જેને ત્વચાના કોષોને સુધારવા માટે ત્વચામાં નાખવામાં આવે છે. જેના કારણે ચહેરા પરના નિશાન મટી જાય છે અને ત્વચાને એક અલગ જ ચમક મળે છે. જો કે તેના ઘણા પ્રકારો છે પરંતુ તેને કોઈ બ્યુટી એક્સપર્ટની સલાહ પર જ કરવું જોઈએ.

બંનેમાં શું તફાવત છે : કેમિકલ પીલમાં ચહેરાના ઉપલા સ્તરને દૂર કરવામાં આવે છે જેથી ચહેરાના મૃત કોષો બહાર કાઢવામાં આવે છે. એ જ રીતે ફેશિયલમાં ચહેરાને સાફ કરીને ક્લીન કરવામાં આવે છે. કેમિકલ પીલમાં કોસ્મેટિક કેમિકલ્સનો ઉપયોગ થાય છે અને ફેસિયલમાં કોસ્મેટિક રસાયણો સિવાય કુદરતી વસ્તુઓનો પણ ઉપયોગ થાય છે.

ફેશિયલ મહિલાઓ સરળતાથી કરાવી શકે છે. તે જ સમયે કેમિકલની પીલ કરાવતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ મહત્વપૂર્ણ છે. કારણ કે જો તમારી ત્વચા ગોરી છે તો તમારે કેમિકલની પીલની કોઈ જરૂર નહીં પડે. કેમિકલ પીલમાં લાંબા સમય સુધી મસાજ કરવામાં આવે છે અને ફેશિયલમાં ઓછા સમય માટે મસાજ કરવામાં આવે છે.

આ સાથે કેમિકલ પીલ્સમાં બ્યુટી મશીન પણ ઉપયોગ થાય છે. કેમિકલ પીલ ફેશિયલ કરતાં મોંઘા અને ચહેરા માટે સારું માનવામાં આવે છે. પરંતુ ત્વચા અનુસાર તેની પસંદગી કરવી ખૂબ જ જરૂરી છે, તેથી નિષ્ણાતની સલાહ લઈને જ કરવું જોઈએ.

ફેશિયલ કરાવ્યા પછી લગભગ એક મહિના સુધી તેને ફરીથી કરાવવાની જરૂર નથી હોતી. તે જ સમયે કેમિકલ પીલ એક ચોક્કસ સમયગાળા પ્રમાણે કરવામાં આવે છે, તેથી જો જો તમે તેના પહેલા ફરીથી કરવો છો તો તમારા ચહેરાને નુકસાન પણ થઈ શકે છે.

ફેસિયલ અને કેમિકલ પીલ્સના પ્રકાર : ફેશિયલ એક પ્રક્રિયા મુજબ કરવામાં આવે છે. આમાં ક્લીંજિંગ, સ્ક્રબિંગ, સ્ટીમિંગ વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. આમાં ઘણા પ્રકારના ફેશિયલ હોય છે જેમ કે ફ્રુટ ફેશિયલ, વાઈન ફેશિયલ, એન્ટી એજિંગ ફેશિયલ, ગોલ્ડ ફેશિયલ, ક્લાસિક ફેશિયલ, પર્લ ફેશિયલ વગેરે વગેરે.

બીજી બાજુ કેમિકલ પીલમાં મુખ્યત્વે 3 પ્રકારના કેમિકલ પીલ્સ હોય છે જેમ કે સુપર ફેશિયલ, મીડિયમ અને ડીપ વગેરે. પરંતુ તેમાં વપરાતા કેમિકલ ત્વચા અનુસાર બદલાતા રહે છે.

ફાયદા શું છે તો ચહેરો સાફ કરે છે : જો તમારી સ્કિન ઓઈલી છે તો તમે ફેશિયલ કરાવી શકો છો. કારણ કે ઓઈલી સ્કિન માટે ફેશિયલ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ફેસિયલ કરવાથી ઓઇલ નીકળી જાય છે અને તમારી ત્વચા ચમકદાર દેખાય છે. તેથી ઓઈલી ત્વચાથી છુટકારો મેળવવા માટે ફેશિયલ અથવા કેમિકલ પીલ પાર્લર જઈને કરાવી શકો છો.

કરચલીઓ ઘટાડી શકાય : કરચલીઓની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ ફેશિયલ ખૂબ ફાયદાકારક છે કારણ કે જ્યારે તમે ફેશિયલ કરાવો ત્યારે ચહેરાની નસો ખેંચાઈ છે અને જોર પડે છે જેનાથી કરચલીઓની સમસ્યા ઓછી થાય છે.

દાણાની સમસ્યા દૂર થઈ શકે : ખીલ એક સામાન્ય સમસ્યા છે, જેની મોટાભાગની મહિલાઓને હોય છે તેથી તે ફેશિયલ અને પીલ્સ કરાવે છે. પીલથી અંદરની ત્વચા પર દબાણ આવે છે અને ખીલ અને પિમ્પલ્સ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. તે જ સમયે ફેશિયલ ચહેરાને સાફ કરે છે.

બીજા ફાયદા : ફેશિયલ અને કેમિકલ પીલ્સ કરાવાથી ત્વચાના મૃત કોષો દૂર થાય છે જેનાથી ત્વચા સ્વચ્છ અને ચમકદાર દેખાય છે. ચહેરા પર રહેલી ધૂળ અને માટી જીકલી જાય છે અને ચહેરો સ્વચ્છ બને છે. ફેસિયલને તમે ઘરે જ સરળતાથી કરી શકો છો પરંતુ કેમિકલ પીલ્સ તમારે પાર્લરમાં જઈને કરાવવી પડશે.

અમને આશા છે કે તમે આ લેખ વાંચીને ફેશિયલ અને કેમિકલ પીલ વચ્ચેનો તફાવત સમજી ગયા હશો. જો તમને આ જાણકરી પાસનાડ આવી હોયતો આવી જ વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા