beauty tips for summer
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમીની શરૂઆત થઇ ગઈ છે અને આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ આ સિઝનમાં ત્વચાની સંભાળ રાખવી સૌથી વધુ જરૂરી બની જાય છે. ઉનાળાની ઋતુમાં આપણી ત્વચામાં ભેજનું પ્રમાણ ઘટી જાય છે અને તેના કારણે આપણી ત્વચા નિર્જીવ દેખાય છે.

ગરમીના કારણે પિગમેન્ટેશન અને સનબર્ન જેવી સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, ત્વચાને સાફ અને ટોન કરીને, આપણે ત્વચાની ઘણી સમસ્યાઓથી પોતાને બચાવી શકીએ છીએ. આજે અમે તમને કેટલીક ટ્રિક્સ અને ટિપ્સ જણાવીશું, જેનાથી તમે ઉનાળામાં પણ સરળતાથી તમારા મેકઅપ અને સ્કિનની સંભાળ રાખી શકો છો.

make up
credit – pexels

ઉનાળામાં ચહેરાની ટેનિંગ દૂર કરો : ઉનાળાની ઋતુમાં આપણે સ્લીવલેસ ( અડધી બોય) અને ખુલ્લા કપડાં પહેરવાનું પસંદ કરીએ છીએ, જેના કારણે આપણી ત્વચાને ટેનિંગની સમસ્યાનો સામનો કરવો પડે છે.

ટેનિંગની સમસ્યા ત્યારે થાય છે જ્યારે આપણી ત્વચા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશમાં રહે છે અને સૂર્યના હાનિકારક કિરણો ત્વચાને નુકસાન પહોંચાડે છે અને તેના કારણે આપણી ત્વચા ટેન થઈ જાય છે. ટેનિંગ ટાળવા માટે, ઘરની બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવો. તેમજ ટેનિંગથી રાહત મેળવવા માટે નીચે આપેલા ઉપાયો અવશ્ય અપનાવો.

ટેનિંગ દૂર કરવા માટે અઠવાડિયામાં બે વાર સ્ક્રબ કરો અને આ વસ્તુઓથી સ્ક્રબ કરો : ટેનિંગ દૂર કરવા માટે બરફનો ઉપયોગ કરવો પણ સારો છે. આ માટે ચહેરા પર બરફથી પાંચ મિનિટ સુધી મસાજ કરો. આનાથી ચહેરાની ટેનિંગની સાથે ચહેરામાં ચમક પણ આવશે.

ટેનિંગ દૂર કરવા માટે હળદરમાં લીંબુનો રસ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને ટેનિંગ એરિયા પર લગાવો અને થોડી વાર રહેવા દો. જ્યારે પેસ્ટ સુકાઈ જાય, ત્યારે ળવા ભીના હાથથી ઘસો અને પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ટેનિંગ દૂર કરવા માટે લીંબુ પણ ખૂબ ફાયદાકારક છે. આ માટે લીંબુને કાપીને તેના ટુકડાથી ચહેરા પર મસાજ કરો અને થોડીવાર પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ઉનાળામાં તમારે મેકઅપની કેટલીક ટીપ્સનું પાલન કરવું જોઈએ : ઉનાળામાં હંમેશા વોટરપ્રૂફ મસ્કરા લગાવો જેથી તે પરસેવાને કારણે ફેલાઈ ન જાય અને લાંબા સમય સુધી ટકી રહે. ઉનાળામાં પરસેવાના કારણે મેકઅપ ઝડપથી બગડી જાય છે. આવી સ્થિતિમાં, કેટલીક ટિપ્સ અપનાવીને તમે તમારા મેકઅપને લાંબા સમય સુધી ટકાવીને રાખી શકો છો.

ઉનાળાની ઋતુમાં પરસેવાના કારણે ત્વચા ખૂબ તૈલી થઈ જાય છે, જેના કારણે મેકઅપ લાંબો સમય ટકતો નથી. આ માટે ઓઈલ ફ્રી અથવા ઓઈલ કંટ્રોલ ફેસ વોશનો ઉપયોગ કરો. તેમજ મેકઅપ કરતા પહેલા ચહેરા પર બરફથી મસાજ કરો.

ઉનાળામાં કોઈપણ પ્રકારની તૈલી પ્રોડક્ટનો ઉપયોગ કરશો નહીં : ઉનાળામાં કોઈપણ ઓઈલી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો. ઉનાળામાં લિક્વિડ ફાઉન્ડેશનનો ઉપયોગ બિલકુલ ન કરો. તેમજ ફાઉન્ડેશન લગાવતી વખતે તેમાં સનસ્ક્રીન જરૂર લગાવો.

ઉનાળાની ઋતુમાં આંખો માટે હંમેશા સ્મજ ફ્રી કાજલ પસંદ કરો. કાજલ લગાવ્યા પછી આંખોની નીચે હળવો પાવડર પણ લગાવો, આનાથી કાજલ ફેલાતી અટકશે અને લાંબા સમય સુધી તેની જગ્યાએ રહેશે.

ઉનાળાની ઋતુમાં વેસેલિનથી હોઠની મસાજ કરો : લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર વેસેલિન જરૂર લગાવો. આ પછી જ લિપસ્ટિક લગાવો. મેટ લિપસ્ટિક ઉનાળાની ઋતુમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તે સરળતાથી સ્મજ કરતી નથી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા