beauty tips for face at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે અને દરેક વ્યક્તિનું સપનું હોય છે કે મારે પણ બેડાઘ અને ચમકતી ત્વચા હોય. પરંતુ વ્યસ્ત જીવનશૈલીના કારણે ત્વચાની સંભાળ રાખી શકતા નથી. આ સાથે અધૂરી ઊંઘ, પ્રદૂષણને કારણે પણ અશક્ય બની ગયું છે, પરંતુ તમે ઘરે જ કેટલીક ઘરેલું બ્યુટી ટિપ્સ અજમાવીને સુંદરતામાં ચાંદ ચાંદ લગાવી શકો છો.

કેમિકલ પ્રોડક્ટ લાંબા ગાળે ત્વચાને નુકસાન પહોંચાડે જ છે અને તેની અસર ત્રણ ચાર દિવસ સુધી જ રહે છે તેથી તમારી સુંદરતા વધારવા માટે નેચરલ બ્યુટી ટિપ્સ સૌથી વધુ ફાયદાકારક છે. તો આ લેખમાં અમે તમને આવી જ કેટલીક બ્યુટી ટિપ્સ વિશે જણાવી રહયા છે.

1) ચહેરા પર ગંદા હાથથી સ્પર્શ ના કરો : ચહેરા પર, આંખ કે નાકને ગંદા હાથોથી સ્પર્શ કરશો નહીં. આ તમારી ત્વચા પર બેક્ટેરિયા ફેલાવી શકે છે. જ્યારે પણ તમે તમારા ચહેરાને સ્પર્શ કરો ત્યારે પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. ચહેરો ધોતા પહેલા પણ હાથ સારી રીતે ધોવો.

2) સ્ટીમ લો : ભાપ લેવાથી પણ ચહેરાની સુંદરતામાં વધારો થઇ શકે છે. તેનાથી ચહેરા પર ચમક આવે છે. તે ચહેરાને અંદરથી સાફ કરે છે અને તે ચહેરા પર જમા થયેલી ગંદકીને દૂર કરે છે. ચહેરા પર એકઠા થયેલા નાના સૂક્ષ્મ કણોને દૂર કરે છે. એક વાસણમાં પાણી ઉકાળીને તેની ભાપ લો.

3) દૂધ : ત્વચાને સુંદર બનાવવા માટે દૂધ ઉત્તમ છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. ચહેરાની ચમક વધારવા માટે દૂધને કોટન બોલ્સથી ચહેરો સાફ કરી શકો છો. તમે દૂધથી માલિશ પણ કરી શકો છો. 10 મિનિટ પછી પાણીથી ચહેરો ધોઈ લો. તમારા ચહેરાને સુંદર બનાવશે.

4) નિયમિતપણે એક્સ્ફોલિયેટ કરો : ત્વચાને અઠવાડિયામાં એક કે બે વાર હળવા સ્ક્રબથી એક્સ્ફોલિયેટ કરવી જોઈએ. સ્ક્રબ ચહેરા પરથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં અને છિદ્રોને ખોલવાનું કામ કરે છે. સ્ક્રબ કર્યા પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

5) ગુલાબ જળ : ગુલાબ જળ એક સારું કુદરતી ટોનર તરીકે કામ કરે છે. ગુલાબજળ દરેક પ્રકારની ત્વચા માટે અનુરૂપ છે. તેનો ઉપયોગ કરવા માટે ગુલાબજળને સ્પ્રે બોટલમાં ભરીને ચહેરા પર સ્પ્રે કરો. તે ચહેરાને ઠંડક પણ આપે છે, પીએચ સ્તરને સંતુલિત પણ કરે છે. દિવસમાં બે વાર તેનો ઉપયોગ કરો.

6) ચહેરાની મસાજ અને કસરત : ચહેરાની માલિશ તમારા ચહેરાને ચમકદાર બનાવે છે. ચહેરા માટે મસાજ કરવા માટે માટે થોડી મિનિટો કાઢો અને નિયમિતપણે ચહેરાની કેટલીક કસરતો પણ કરો. તે ચહેરાને ફ્રેશ રાખશે અને ચમક લાવશે.

7) ટામેટાં : ટામેટાંનો રસ પણ ત્વચા માટે ફાયદાકારક છે. ટામેટા બ્લેકહેડ્સને દૂર કરે છે અને ચહેરાના છિદ્રોને સંકોચવામાં મદદ કરે છે. ટામેટાના રસમાં લીંબુના રસના થોડા ટીપા મિક્સ કરીને ચહેરા પર લગાવીને અડધો કલાક રાખો. પછી પાણીથી ચહેરો ધોઈ લો. નિયમિત કરવાથી સારું પરિણામ મળશે.

8) મેકઅપ દૂર કરવાનું ના ભૂલશો : મેકઅપ કરો છો તો રાત્રે ઉતાર્યા વિના ક્યારેય ના સુવો. મેક-અપ ઉતાર્યા વિના સૂવાથી ચહેરાના છિદ્રો બંધ થઈ જાય છે અને ત્વચામાં બળતરા થાય છે.

9) હળદર : હળદરમાં એવા કુદરતી એન્ટિ-ઓક્સિડન્ટ, એન્ટિસેપ્ટિક ગુણ હોય છે જે ત્વચાની ચમક વધારે છે. તે ત્વચા પર રહેલી કાળાશ દૂર કરે છે, હળદર ડાઘ અને ટેનિંગ દૂર કરે છે. તમે દહીં અથવા લીંબુ સાથે હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવીને ત્વચામાં ચમક મેળવી શકો છો.

10) બેસન : આએજ દરેક સ્ત્રી ગોરી થવા માટે બેસનનો ઉપયોગ કરે છે. તે ત્વચાને ગોરી કરવામાં, ચમકાવવા, ખીલ દૂર કરવા અને ચહેરા પરથી અનિચ્છનીય વાળ દૂર કરવામાં મદદરૂપ છે. તમે ચણાના લોટમાં થોડું દહીં કે મધ ઉમેરીને તેને ચહેરા પર લગાવીને ચહેરો સુંદર અને ચમકદાર બનાવી શકો છો.

11) ત્વચાના પ્રકાર અનુસાર પ્રોડક્ટ પસંદ કરો: તમારી ત્વચાની સારી સંભાળ રાખવા અને સુંદરતા માટે સૌથી મહત્વપૂર્ણ છે કે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ વસ્તુ પસંદ કરો. તમારી ત્વચાને અનુકૂળ આવે એવી જ વસ્તુઓનો ઉપયોગ કરો.

12) કાચા બટાકા : આ સૌથી શ્રેષ્ઠ સ્કિન બ્રાઇટનર છે. કાચા બટાકાને મેશ કરીને ફેસ પેકની જેમ તમારા ચહેરા પર લગાવીને 15 મિનિટ રાખો અને પછી ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તે ડાર્ક સર્કલ દૂર કરે છે. બટાકાની પાતળી સ્લાઈસ કાપીને 10 મિનિટ માટે આંખો પર રાખવાથી ત્વચા અને આંખોમાં ચમક આવે છે.

13) પાણી : પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરમાંથી રહેલા ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢે છે. પાણી પણ ચહેરાની સંભાળ માટે ખુબ જ જરૂરી છે. દિવસમાં 10 થી 12 ગ્લાસ પાણી જરૂર પીવો. ચમકતી ત્વચા મેળવવાનો આ એક સરળ ઉપાય છે. પાણી ઓછું પીવાથી ચહેરાની ચમક ઓછી થાય છે.

14) ભરપૂર ઊંઘ લો : હેલ્દી ત્વચા મેળવવા માટે પૂરતી ઊંઘ ખુબ જરૂરી છે. દરરોજ 8 કલાકની ગાઢ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આનાથી તમારો ચહેરો ઉર્જાવાન લાગે છે અને ડાર્ક સર્કલ દૂર થાય છે અને આંખો પર સોજો આવતો રોકી શકાય છે.

15) કાકડી : કાકડી ચહેરા, ખીલ અને આંખો માટે સારી છે. તે ચહેરા પર પડેલા ડાઘ દૂર કરીને રંગને ગોરો કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે કાકડીનો રસ કાઢીને રૂની મદદથી ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો.

16) લીંબુ : લીંબુમાં વિટામિન સી હોય છે જે હેલ્દી ત્વચા માટે ઉપયોગી છે. લીંબુના રસમાં મધ મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. કોણી પર દેખાતા કાળા ભાગ પર લીંબુની છાલ ઘસવાથી કાળાશ દૂર કરી શકાય છે.

નિષ્કર્ષ : ત્વચાની સુંદર બનાવવા માટે સ્વસ્થ આહાર લેવો પણ એટલો જ મહત્વપૂર્ણ છે. તમારી જીવનશૈલીને એક્ટિવ બનાવો અને તમારા આહારમાં ફળો અને લીલા શાકભાજીનો સમાવેશ કરો. નિયમિત રીતે યોગ અને કસરત કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા