bathing tips for healthy skin
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવે છે તેમ, વર-વધૂ તેમની ત્વચાની વધુ કાળજી રાખવા લાગે છે. દેખીતી રીતે, દરેક છોકરી તેના ખાસ દિવસે સૌથી સુંદર દેખાવા માંગતી હોય છે. આવી સ્થિતિમાં, છોકરીઓ ઘણી બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવે છે અને ઘરેલુ નુસખાઓ પણ કરતી હોય છે.

એવા ઘણા ઘરેલુ નુસખા છે જે ખાસ શિયાળાના લગ્ન દરમિયાન નવવધૂઓ માટે ખૂબ જ ઉપયોગી છે. શિયાળાની ઋતુમાં માત્ર ચહેરાની ત્વચા પર જ નહીં પરંતુ આખા શરીરની ત્વચામાં શુષ્કતા આવી જાય છે અને ડેડ સ્કિનને કારણે તે કાળી થવા લાગે છે.

આવી સ્થિતિમાં દુલ્હન માટે આખા શરીરની ત્વચાની સારી રીતે સંભાળ રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. ચહેરા સિવાય પેટ, પીઠ, હાથ, પગ અને ગળાની ત્વચાની પણ યોગ્ય કાળજી લેવી જરૂરી છે. આવી સ્થિતિમાં તમે નહાવાના પાણીમાં કેટલીક કુદરતી વસ્તુઓ મિક્સ કરીને સ્નાન કરી શકો છો. તમને રસોડામાં જ આ વસ્તુઓ સરળતાથી મળી જશે, જે તમારી ત્વચાને કોમળ બનાવે છે અને ચમકદાર બનાવે છે.

નહાવાના પાણીમાં કેસર ઉમેરો : તમે નિયમિતપણે નહાવાના પાણીમાં કેસરના 3-4 દોરાને મિક્સ કરો અને પછી આ પાણીથી સ્નાન કરો. આનાથી તમારી ત્વચાનો રંગ તો નિખરશે જ, પરંતુ તેનાથી તમને પણ ઘણા ફાયદા પણ થશે. કેસરમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો અને એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

તે ત્વચા પર સોજો ઘટાડે છે. કેસરમાં ત્વચાને યુવી કિરણોથી બચાવવાની ક્ષમતા પણ હોય છે. તેમાં બીજા પણ તત્વો હોય છે જે તમારી ત્વચા માટે ફાયદાકારક છે. તમે કેસરને તમારા નહાવાના પાણીમાં જ નહીં પણ ત્વચાના લોશન કે ક્રીમમાં પણ કેસર ઉમેરીને ત્વચા પર કેસરનો ઉપયોગ કરી શકો છો.

નહાવાના પાણીમાં દૂધ ઉમેરો : દૂધ ભરપૂર માત્રામાં પ્રોટીન અને ચરબી હોય છે. તે તમારી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. ખાસ કરીને જેમની ત્વચા શુષ્ક હોય છે તેમને પાણીમાં દૂધ મિક્સ કરીને સ્નાન કરવાથી ફાયદો થાય છે. તેના બીજા પણ ઘણા ફાયદા છે.

દૂધમાં ત્વચાને કડક કરવાના ગુણ હોય છે કારણ કે તે કોલેજન વધારે છે. દૂધવાળા પાણીથી નહાવાથી ત્વચાને ઊંડે સુધી મોઇશ્ચરાઇઝ થાય છે અને ત્વચાના રંગમાં નિખાર આવે છે. દૂધ ત્વચાને ચમકદાર અને કોમળ બનાવે છે. અઠવાડિયામાં એક વાર દૂધવાળા પાણીથી સ્નાન કરવાથી તમને સારા પરિણામ મળી શકે છે.

નહાવાના પાણીમાં હળદર ઉમેરો : રસોડામાં રહેલી હળદરમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે ત્વચા માટે વરદાનથી ઓછું નથી. હળદર શરીરના અનિચ્છનીય વાળને ઓછા કરે છે. જો તમે દરરોજ હળદરના પાણીથી સ્નાન કરશો તો તમને ફરક દેખાશે.

હળદર ત્વચાના રંગને સુધારે છે અને ત્વચા સંબંધિત ચેપી રોગોની અસર ઘટાડે છે. હળદર શરીરની ટૈનિંગ ઘટાડે છે, મૃત ત્વચાને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા સ્કિન ટ્રીટમેન્ટ ચાલુ હોય તો આ ઉપાય ના કરશો.

આશા છે કે તમને આ જાણકારી ખુબ જ ઉપયોગી થશે. જો તમે પણ આવી બ્યુટી સબંધિત માહિતી ઘરે બેસીને મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે હંમેશા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા