Bataka Ni Vefar Banavani Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને બતાવીશુ કે બટાકાની કાતરી બનાવવાની રીત ( Bataka Ni Vefar / Katri ) અને છીણ ઘરે કેવી રીતે બનાવી શકાય. આ કાતરી અને છીણ ને સરસ રીતે સુકવણી કરીને એક વર્ષ માટે સ્ટોર પણ કરી શકાય છે. આપણે વ્રત કે ઉપવાસ દરમિયાન આ કાતરી ને તળી અને ફરાર તરીકે ઉપયોગમાં લઈએ છીએ. સામાન્ય રીતે માર્ચ મહિનાના છેલ્લા દિવસો માં અથવા એપ્રિલની શરૂઆતમાં બટાકાની કાતરી વેફર પાડવામાં આવતી હોય છે.બજારમાં લાલ છાલવાળા બટાટા તેમજ રેગ્યુલર જે આપણ ઉપયોગ કરીએ છીએ. આ બંને જાતના બટાકાનો કાતરી બનાવા ઉપયોગ કરી શકો છો. તો ચાલો જોઈલો બટાકાની કાતરી કેવી રીતે બનાવી શકાય.

સામગ્રી:

  • બટાકા
  • છીણી
  • પાણી
  • ફટકડી
  • મીઠુ
  • મરચું
  • દળેલી ખાંડ

બટાકાની કાતરી બનાવવાની રીત (Bataka Ni Vefar Banavani Rit)

Bataka Ni Vefar Banavani Recipe

અહિયાં પાંચ કિલો ગ્રામ મોટા કદના બટાકા લીધા છે તેને પાણીથી ધોઈ લઈશું. સાથે જ બે થી ત્રણ વાસણમાં પાણી ભરી રાખીશું જેથી બટાકાને છોલીને તરત જ પાણીમાં રાખી શકાય . જેથી તેની સપાટી નો કલર પણ ચેન્જ ન થાય. જ્યારે બટાકાની છાલ કાઢી નાખીએ ત્યારે તે સીધા ઓક્સિજનના સંપર્કમાં આવે છે આથી ઓક્સિડેશન ની પ્રક્રિયાને કારણે તે કલર બદલે છે.જેમ કે સફરજન અને કેળા જેવા ફળો માં પણ તેની છાલ ઓક્સિડેશન ની પ્રક્રિયા ને રોકે છે.

Bataka Ni Vefar Banavani Recipe

જ્યારે પાણી માં બટાકાને છોલીને મૂકવામાં આવે ત્યારે આ પ્રક્રિયા ધીમી થઈ જાય છે. હવે બધા બટાકા પાણીમાં મૂકી દો. હવે છીણ પાડવા માટે માર્કેટમાં વેફર માટેની છીણી મળતી હોય છે. આ છીણી ની મદદથી થી જાળીવાળી વેફર, છીણ અને સાદી વેફર પણ પાડી શકાય છે. આપણે અહી જાળીવાળી વેફર પાડીશુ. તો એના માટે બટાકા હાથ માં લઇ છીણી પર મુકી તેને એકવાર ઉભી અને બીજી વાર આડી એમ બે બાજુ છીણી લો.

આનાથી જાળીવાળી વેફર તૈયાર થઇ જશે. જેમ જેમ વેફર પાડતાં જાઓ તેમ તેને પાણીમાં પણ મૂકતા જાઓ જેથી તેનો કલર ચેન્જ ના થાય.અહિયાં આપણે થોડા બટાકા ની છીણ પણ પાડવાની છે. તો તેની માટે બટાકા ને હાથ ની મદદ થી છીણી પર ભાર દબાવી છીણી લો.જેથી લાંબી સરસ છીણ તૈયાર થશે. તો તમારે બટાકાની વેફર અને છીણ તૈયાર થઇ ગઈ હસે.

Bataka Ni Vefar Banavani Recipe

હવે આને ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણી થી ધોઈ લેશો જેથી તેમાંથી સ્ટાર્ટ દૂર થઈ જાય. આ સ્ટાર્ચ દુર ન કરવામાં આવે તો વેફર નરમ બનતી હોય છે. આ સ્ટાર સ્ટાર્ચ દૂર થવાથી તેમાં રહેલું કાર્બોહાઈડ્રેટ્સ ઓછું થાય છે. માટે ૩-૪ વાર ધોઈ લેવું જરૂરી છે.

હવે વેફર અને છીણ ને બાફવા માટે

Bataka Ni Vefar Banavani Recipe

તો તેના માટે એક મોટા તપેલામાં પાણી ઉકળવા માટે મૂકી દો. પાણીમાં આપણે ચપટી ફટકડીનો ભૂકો નાખવાનો છે જેથી કાતરી સફેદ બને. કરિયાણાની દુકાને આ ફટકડી મળે છે તેને વાટીને પાવડર તૈયાર કરી લેવો.હવે જ્યારે પાણી ઉકાળીને તૈયાર થઇ જાય પછી તેમા થોડુંક મીઠું અને ચપટી ફટકડી ઉમેરીશું. પાણીમાં કાતરી ઉમેરી ૧૦ મિનીટ માટે ફાસ્ટ ગેસ પર બાફી લો. અહિયાં કાતરી વધૂ નાં બફાઈ જાય તેનું ધ્યાન રાખવું . જો વધું બફાઈ જશે તો ખૂબ જ ઝડપથી તૂટી જસે.

વેફર ને તપેલીમાં બાફવા નાખ્યા પછી આપણે તપેલી નુ ઢાંકણ થોડું ખુલ્લું જ રાખીશું જેથી એ ઉભરાઈ ને બહાર ના આવે. દસ મિનિટ પછી આપણે ચેક કરી લો કે વેફર સારી રીત બફાઇ ગઈ છે કે નહિ. જો બફાઈ ગઈ હોય તો તેને એક કાણાવાળા પાવલી માં ટ્રાન્સફર કરી દઈશું.

Bataka Ni Vefar Banavani Recipe

હેવ વેફર ને સૂકવવા માટે એક ગેલેરી કે ખુલ્લી જગ્યા માં સાડી કે મોટું કપડું લઈ તેને એક એક કરી છૂટું પાથળી દો. અહિયા તમારે જ્યારે વેફર થોડાં ગરમ હોય ત્યારે જ તેને છૂટી છૂટી ગોઠવી લેવી.

હવે છીણ ને બાફવા માટે જે પાણી લીધુ હતુ એજ પાણીમાં થોડું મીઠું અને ફટકડી એડ કરી ૧૦ મીનીટ માટે તેને બાફવા મુકો. મીઠું વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું .અત્યારે ભલે ઓછું લાગે પરંતુ બાષ્પીભવન એટલે કે ઇન્ફોર્મેશન ની પ્રોસેસ પતા પાણી સુકાઈ જાય છે અને તળતી વખતે કાતરી ખારી બનતી હોય છે એટલે મીઠું વધું ના પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું. ૧૦ મીનીટ પછી ફરીથી તેને કાણાવાળા વાસણ માં કાઢી લો અને પાથરેલા કપડા ઉપર એડ કરી દો. અહિયાં તમે છીણ ને છૂટા પાડવા અને માટે વેલણ નો ઉપયોગ કરી શકો છો જેથી ઝડપ થી છીણ છૂટું પડી જાય.બે દિવસ મા કાતરી સરસ સુકાઈને રેડી થઇ જાય છે. બે દીવસ પછી વેફર અને છીણ કેવી બની છે તે ચેક કરી લો.

batakani katari

તો તેના માટે ગેસ પર કડાઈ મા તેલ એડ કરી ગરમ થવા મુકો. તેલ ગરમ થાય એટલે ગેસ ને થોડો ધીમો કરી તેમા વેફર ને તળવા માટે મુકો. તળાઈ ગયાં પછી તેને એક વાસણ માં કાઢી લો. આ જ રીતે છીણ ને પણ તળી લો. તો અહિયાં તમારી એકદમ સફેદ અને ક્રંચી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. અહિયાં તેમ વેફર ને વધુ ટેસ્ટી કરવા માટે મરચું પાવડર ભભરાવી ને પણ મસાલેદાર બનાવી શકો છો. સાથે તમે દળેલી ખાંડ નો પણ ઉપયોગ કરી શકો છો. બાકીની વેફરની એરટાઈટ કન્ટેનરમાં રાખીને એક વર્ષ સુધી પણ સાચવીને ઉપયોગમાં લઇ શકાય છે તો તૈયાર છે બટાકાની વેફર.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

Images Credit: Busy Brains

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા