bataka bafavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બટાકાનો ઉપયોગ સામાન્ય રીતે દરેકના ઘરે સૌથી વધુ ઉપયોગ થાય છે કારણ કે બટાકા જ એવી શાકભાજી છે જે દરેક શાકભાજીમાં ભળી જાય છે. બટાકાના શાકથી લઈને આલુ પરાઠા અને બટાકાની નાસ્તાની ઘણી બધી વસ્તુઓ ઘરે જ બનાવવામાં આવે છે.

જો બટાકા પહેલાથી જ બાફેલા હોય તો રસોઈ બનાવવી ખુબજ સરળ બની જાય છે. આ સિવાય ઘણી વાર એવો સમય પણ હોય છે જ્યારે વહેલી સવારે બાળકોના લંચ બોક્સમાં કંઈક ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો ઉતાવરમાં બનાવવો હોય તો બાફેલા બટાકા ખૂબ જ મદદરૂપ થાય છે.

જો કે સામાન્ય રીતે, જયારે તમે બટાકાને બાફવા માટે મુકો છો તો 10 થી 15 મિનિટનો સમય લાગે છે, પરંતુ જો તમે તેને 5 મિનિટમાં બટાકાને બાફવા માંગતા હોય તો આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જે તમારે પણ જાણવી જોઈએ.

બટાકાને કાપીને બાફો : મોટાભાગના ઘરોમાં બટાકાને પાણીમાં ધોઈને કૂકરમાં છાલ કાઢ્યા વગર બાફવામાં આવે છે. આ પદ્ધતિથી બટાકા બફાઈ તો જાય છે પરંતુ તેને બાફવામાં થોડો સમય લાગે છે. જો તમે બટાકાને વચ્ચેથી કાપીને બે ટુકડા કરીને કૂકરમાં બાફવા માટે મૂકો તો તે વધુ ઝડપથી બફાઈ જાય છે.

જો તમે ઈચ્છો છો કે બટાકા બાફ્યા પછી ફાટે નહીં તો કૂકરમાં 1/2 ચમચી સફેદ મીઠું ઉમેરો. આમ કરવાથી કુકરની એક સીટીમાં બટાકા બફાઈ જશે અને ફાટશે પણ નહીં. આ રીતે તમે બાફેલા બટાકાને ફ્રાય કરીને તેનો ઉપયોગ શાક બનાવવા અથવા સલાડમાં કરી શકો છો.

બટાકાને છોલીને બાફો : જો તમે બટાકાને મેશ કરીને કોઈ વાનગી બનાવવા માંગો છો તો બટાકાને બાફતા પહેલા તેને પાણીથી ધોઈને તેની છાલ ઉતારીને બાફી લો. બટાકાની છાલ કાઢીને તેને ચોરસ આકારમાં નાના ટુકડા કરો. પછી છરીથી આ ટુકડાઓમાંથી થોડા છેદ કરી લો. બટાકા ઝડપથી બફાઈ જશે અને મેશ કરવામાં પણ સમય નહીં લાગે.

ગરમ પાણીમાં પલાળીને બાફો : જો તમે બાફેલા બટાકાને 1 થી 2 દિવસ સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમારે બટાકાને કાપવા ના જોઈએ, એટલે કે બટાકાને આખા અને તેની છાલ સાથે બાફવા જોઈએ. આવી સ્થિતિમાં બટાકાને ઝડપથી બાફવા માટે તમારે બટાકાને ગરમ પાણીમાં 2-3 મિનિટ માટે પલાળીને રાખવા પડશે.

ગારં પાણીમાં તમારે 1 ચમચી સફેદ મીઠું પણ ઉમેરવાનું છે અને બટાકાને છરીથી થોડા છેદ કરીકરી શકો છો. આ પછી કુકરમાં બટાકાને બાફવામાં આવશે તો તેને માત્ર 3-4 મિનિટનો જ સમય લાગશે

બટાકાને પાણી વગર બાફો : શું તમને ખબર છે કે બટાકાને કૂકરમાં પાણી વગર પણ બાફી શકાય છે. આ માટે તમારે કુકરના તળિયે દેશી ઘી લાગવાનું છે. પછી બટાકાને ચોખ્ખા પાણીથી ધોઈને બધા બટાકાને કુકરની અંદર મુકવાના છે. આ પછી, એક સ્વચ્છ ટુવાલને પાણીમાં પલાળીને તેને નિચોવીને કૂકરમાં રાખેલા બટાકા પર ઢાંકી દેવાનો છે.

હવે કૂકર બંધ કરીને ગેસ પર રાખો અને 2 મિનિટ માટે ફૂલ ગેસ કરો. કૂકરની સીટીમાં થોડો અવાજ આવે કે તરત જ ગેસ ઓછો કરી લો અને કૂકરને 3 થી 4 મિનિટ માટે ગેસ પર રાખો. આ પદ્ધતિથી બટાકાને બાફવા માટે ફક્ત નાના બટાકા જ લો, બટાકા ખૂબ ઝડપથી બફાઈ જશે.

જો કે તમે છેલ્લી પધ્ધતિ કદાચ જાણતા પણ નહીં હોય. આશા છે કે બટાકાને ઝડપથી બાફી શકાય તે માટેની આ ટીપ્સ પસંદ આવી હશે. જો તમે પણ આવી વધુ સરળ કિચન ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા