બાળકોને વિવિધ પ્રકારના પીણાં પીવાનું વધારે પસંદ હોય છે. તેમના મનપસંદ પીણાંની વાત કરીએ તો ઠંડા પીણાંથી લઈને ચોકલેટ દૂધ અને ફળોના રસ વગેરેના વિવિધ પ્રકારના પીણાનો સમાવેશ થાય છે. આ પીણાં થોડા સમય માટે બાળકોની તરસને છીપાવી પણ લે છે સાથે, તેમને એક સારો ટેસ્ટ પણ મળે છે.
પરંતુ પ્રશ્ન એ છે કે બાળકો માટે બજારમાં મળતા વિવિધ પ્રકારના પીણાં કેટલા સુરક્ષિત છે. આ તો આપણે બધા જાણીએ છીએ કે કાર્બોનેટેડ પીણાં બાળકો માટે સારા નથી હોતા અને તેથી જ દરેક માતાપિતા ઘણીવાર બાળકોને આ કાર્બોનેટેડ પીણાંથી દૂર રાખવાનો પણ પ્રયત્ન કરતા હોય છે.
પણ ઘણા એવા પીણાં પણ હોય છે જેમને લઈને માતાપિતાને કોઈ પણ પ્રકારનો વાંધો હોતો નથી. તેમને લાગે છે કે આનાથી તેમના બાળકોને કોઈ નુકસાન નહીં થાય અથવા તો ઘણા માતાપિતા તો કેટલાક ડ્રિંક્સને હેલ્ધી માનીને બાળકોને પીવા માટે આપશે. પણ જ્યારે વાસ્તવિકતા તેનાથી સાવ અલગ જ છે.
તો ચાલો આજના આ લેખમાં, તમને આવા કેટલાક પીણાં વિશે જણાવી રહ્યાં છે જે વાસ્તવમાં બાળકો માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
કાર્બોનેટેડ પીણાં
બાળકોએ ક્યારેય કોકા કોલા, કોલ્ડ ડ્રિંક્સ, ડાયટ કોક અને આવા બીજા પીણાંનું બિલકુલ સેવન ના કરવું જોઈએ. કારણ કે તેમાં સુગરનું પ્રમાણ વધારે હોય છે. જો સુગર લીમીટ કરતા વધારે લેવામાં આવે, તો તે બાળકના શરીરમાંથી કેલ્શિયમને ખોવાનું શરૂ કરે છે.
ઉપરાંત તે બાળકોના મગજના વિકાસ પર પણ અસર કરે છે. આ સાથે યાદશક્તિને પણ ઓછી કરે છે. આવા પ્રકારના પીણાં બાળકોમાં મોટાપાથી લઈને ડાયાબિટીસ સુધીની અથવા બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી બાળકોએ જેટલું શક્ય હોય ત્યાં સુધી આવા પીણાંથી દૂર રહેવું જોઈએ.
ચા અને કોફી
ચા અને કોફી પણ બાળકોને ના આપવી જોઈએ કારણ કે તેમાં ટૈનિનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે. આ બાળકોના હૃદયના ધબકારા પર વિપરીત અસર કરે છે. ઘણા લોકો માને છે કે જો સવારમાં ચા અથવા કોફી પીવી જોઈએ. જ્યારે આ એક માત્ર દંતકથા છે. વાસ્તવિકતા એ છે કે બાળકો સતત ચા અથવા કોફીના વ્યસની બની જાય છે અને તેમના સ્વાસ્થ્ય પર વિપરીત પ્રભાવ પડે છે.
એટલું જ નહીં ચા કે કોફી પીવાથી પેટમાં તકલીફ, ઊંઘમાં તકલીફ, એકાગ્રતાની સમસ્યા વગેરે થાય છે. કોફીમાં વધારે પડતું કેફીન હોય છે, તેથી તમારા બાળકને કોફીનો ગરમ કપ અથવા કોલ્ડ કોફીનો ગ્લાસ આપવો એ બહુ સારું નથી.
આ પણ વાંચો : આજથી આ પીણાં પીવાનું શરુ કરી દો, ફક્ત 7 દિવસમાં જ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢી વજન થરથર ઉતરી જશે
પેકીંગ ફળોનો જ્યુસ
મોટાભાગની મહિલાઓ તેમના બાળકોને પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ આપતા હોય છે. તેણીને લાગે છે કે આનાથી તે તમને બાળકના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે. પણ એવું નથી. પેકેજ્ડ ફળોના રસમાં ભાગ્યે જ કોઈ પોષક તત્વો મળી આવે છે.
આ પેકીંગમાં સ્વાદને જાળવવા માટે આર્ટીફીસીયલ ફ્લેવર અને ખાંડને મિક્સ કરવામાં આવે છે. આ પ્રકારે તમારા બાળકના સ્વાસ્થ્ય માટે ખરાબ હોય છે. બીજી બાજુ જો તમે બાળકોને ઘરે પણ ફળોનો જ્યુસ આપવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ નથી રહેતું. તેના બદલે તમારા બાળકોને તાજા ફળોની પ્લેટ આપવું વધારે સારું રહેશે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમારી પોતાની વેબસાઇટ રસોઈનીદુનિયા સાથે બીજા આવા લેખો વાંચવા માટે જોડાયેલા રહો. તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ આભાર.