baking soda no upyog
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બેકિંગ સોડા જેને સોડિયમ બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઘણીવાર આપણા ઘરના રસોડામાં એક મહત્વની સામગ્રી હોય છે. તે માત્ર કેક અને કૂકીઝ બનાવવા માટે જ નહીં, પણ લોકો તેનો ઉપયોગ રાજમા, છોલે, પાણીપુરી બનાવવા માટે પણ ઉપયોગ કરે છે.

એવામાં બેકિંગ સોડાનો ઉપયોગ ખુબ જ વધી જાય છે, પરંતુ શું તમને ખબર છે કે બેકિંગ સોડાને જેને તમે ખાદ્ય સામગ્રીમાં ઉપયોગ કરો છો તેના સિવાય પણ તેનો ઘણી રીતે ઉપયોગ કરી શકાય છે.

બેકિંગ સોડાનો ઉપયોગ ત્વચાની સંભાળ લેવાથી લઈને દાંતમાંથી ગંદકી દૂર કરવા અને ફર્નિચર અને કપડાંમાંથી ડાઘને દૂર કરવા માટે પણ થઈ શકે છે. આ એક ખૂબ જ શક્તિશાળી રસોડાની સામગ્રી છે જેનો ઉપયોગ હંમેશા કરવો જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે તેનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય છે.

બેકિંગ સોડા ના ફાયદા – 1. ત્વચાની સારવાર માટે : બેકિંગ સોડાની મદદથી તમે તમારી ત્વચામાંથી ગંદકીને પણ દૂર કરી શકો છો. આ માટે માત્ર 3 ચમચી બેકિંગ સોડામાં થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર જ્યાં ડેડ સ્કિન અથવા બ્લેકહેડ્સ દેખાય ત્યાં લગાવો અને મસાજ કરો. બ્લેકહેડ્સ દૂર થઇ જશે.

2. ટૂથપેસ્ટ અને માઉથવોશ તરીકે : તમે બેકિંગ સોડાને ટૂથપેસ્ટ અને માઉથવોશ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોદામાં થોડું વધુ પાણી ભેળવીને કોગળા કરો. ઓરલ હાઇજીન માટે ખૂબ સારું છે. આ સિવાય બેકિંગ સોડા અને નાળિયેર તેલના થોડા ટીપાં અને થોડું પાણી લઈને મિક્સ કરીને તેને દાંત પર ઘસીને ટૂથપેસ્ટ તરીકે પણ વાપરી શકાય છે.

3. રૂમ ફ્રેશનર તરીકે : બેકિંગ સોડાનો ઉપયોગ ગાદલા, કાર્પેટ અને પગ માટે બનાવેલા પગ લુસણીયા માટે થઈ શકે છે. જો તેમને તેમાંથી ખરાબ ગંધ આવતી હોય તો તેમના પર થોડો ખાવાનો સોડા છાંટી દો.

4. નહાવાના પાણીમાં બેકિંગ સોડાનો ઉપયોગ : અડધો ચમચી બેકિંગ સોડા અને એસેન્સિયલ ઓઇલના બે થી ત્રણ ટીપાં ત્વચાના પીએચ લેવલને વધારવા માટે સારું છે. તેને ન્હાહવાના પાણીમાં મિક્સ કરી શકાય છે. આ સિવાય બેકિંગ સોડાનો ઉપયોગ સ્પા વગેરેમાં પણ થાય છે જ્યાં તમારી ત્વચાની પૈપરિંગ થાય છે.

5. કીડા મકોડા માટે : બેકિંગ સોડા ખૂબ જ સારો રસોડા માટે સારો સાબિત થઈ શકે છે. જો તમારા રસોડામાં વંદાઓ, કીડીઓ અથવા કોઈ બીજા જીવજંતુઓ વધારે છે તો તમે બેકિંગ સોડાને છાંટી દો જ્યાંથી તે આવતા હોય. એકવાર કીડા મકોડા તેને ખાઈ લીધા પછી ફરીથી રસોડામાં નહિ આવે.

6. ગંધનાશક માટે : બેકિંગ સોડામાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે અને જો તમને તમારા અંડરઆર્મ્સમાં ખૂબ જ વધારે ખંજવાળ અથવા પરસેવો થતો હોય તો ત્યાં થોડો બેકિંગ સોડા લગાવો. દુર્ગંધ અને ખંજવાળ બંને દૂર થઇ જશે.

7. એસિડિટી માટે : ખાવાનો સોડા એસિડિટીને મટાડવા માટે પણ વાપરી શકાય છે. તમારે કંઇ કરવાનું નથી ફક્ત એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડાને મિક્સ કરીને પી જાઓ. તે એ રીતે જ કામ કરશે જે રીતે ઇનો કામ કરે છે.

8. પાઇપમાંથી ગંદકીને દૂર કરવા માટે : બેકિંગ સોડા એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ અને સફેદ વિનેગારનું રિએકશન એકદમ જોરદાર હોય છે. જો તમે થોડો બેકિંગ સોડા અને વિનેગર બંને સરખા પ્રમાણમાં લઈને બંધ કિચન પાઇપમાં નાખો તો તે થોડીવારમાં ખુલી જશે.

9. ડેન્ડ્રફ માટે : શેમ્પૂને બદલે જો તમે તમારા બેકિંગ સોડાથી ભીના ખોપરી ઉપરની ચામડીને મસાજ કરવાથી તે વાળમાં ખોડો પણ દૂર થાય છે. તે પછી તમારા વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લો. જ્યાં સુધી એકદમ જરૂરી ના હોય ત્યાં સુધી શેમ્પૂનો ઉપયોગ ના કરશો.

10. ચાંદીની સફાઈ : બેકિંગ સોડા ચાંદી સાફ કરવા માટે પણ સારો સાબિત થઈ શકે છે. ગરમ પાણી સાથે બેકિંગ સોડાને મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તેનાથી ચાંદી પર જમા થયેલી ઉપરની પરત સાફ થઇ જશે.

આ બધી ટિપ્સને એકવાર અજમાવો અને અમને કહો કે તમારો અનુભવ કેવો રહ્યો અને આવા વધારે લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. તમારો કિંમતી સમય આપીને વાંચવા બદલ ખુબ ખુબ આભાર.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ 10 રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ || બેકિંગ સોડા ના ફાયદા”

Comments are closed.