bajra benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક ના ઘરે સૌથી વધુ ઘઉં નો ઉપયોગ થાય છે. ઘઉં ના લોટમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. પરંતુ શિયાળાની શરૂઆત થતાંજ બધા લોકો બાજરી ખાવાનું શરુ કરી દે છે. બાજરી એક એવું અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

બાજરીનો આહારમાં સમાવેશ કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. બાજરીમાંથી ઘણી વાનગીઓ બનાવી શકાય છે, જેમ કે બાજરીની ખીચડી, બાજરીનો રોટલો, ગોટા, પુરી, દાળ વગેરે.

બાજરી એક એવું અનાજ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. બાજરીનો આહારમાં સમાવેશ કરવાથી તમે ઘણા સ્વાસ્થ્ય લાભ મેળવી શકો છો. ભારતમાં બાજરાની ખેતી રાજસ્થાન, પંજાબ, ગુજરાત, ઉત્તર પ્રદેશ, હરિયાણા, આંધ્ર પ્રદેશમાં થાય છે. તમને જણાવી દઈએ કે આયુર્વેદમાં બાજરાની રેસિપીનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે.

પાચન: બાજરી તમારા પાચનતંત્રને સારું રાખે છે અને મજબૂત કરે છે. આ માટે તમે બાજરીના લોટમાંથી બાજરીનો રોટલો બનાવીને ખાઈ શકો છો. આ સાથે તમને જણાવીએ કે તમે કોઈપણ રીતે બાજરીનું સેવન કરો છો, તે તમારા પાચન માટે ફાયદાકારક સાબિત થાય છે.

વજન ઘટાડવા: તમારું વજન વધુ છે અને તમે વજન ઘટાડવા માંગો છો તો તમારા આહારમાં બાજરીનો સમાવેશ કરો. બાજરીમાંથી બનાવેલી વાનગીઓ ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. જેનાથી તમે વધુ પડતું ખાવાનું ટાળી શકો છો અને સરળતાથી વજન ઘટાડી શકો છો.

કોલેસ્ટ્રોલ: બાજરીમાંથી બનેલી ખીચડી, દાળ કે રોટલી ખાવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે. બાજરીમાં ભરપૂર ફાઇબર મળી આવે છે, જે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરી શકે છે.

વૃદ્ધત્વની અસરને ઘટાડે: બાજરીમાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ અને ફિનોલીક્સ મળી આવે છે. તે વૃદ્ધત્વની અસરોને રોકવા માટે જાણીતું છે. બાજરીના સેવનથી ચહેરાની કરચલીઓ ઓછી થાય છે.

આયર્ન: આયર્નથી ભરપૂર બાજરી સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જે લોકોને એનિમિયાની ફરિયાદ હોય, તેમણે બાજરીમાંથી બનેલી વાનગીઓનું સેવન કરવું જોઈએ, તેનાથી એનિમિયા દૂર કરવામાં મદદ મળી શકે છે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા