athanu recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અથાણું પ્રાચીન સમયથી આપણા ભોજનનો એક મહત્વનો ભાગ બની ગયું છે. જમવામાં થોડું અથાણું હોય તો તે આખા ભોજનનો સ્વાદ વધી જાય છે. ભારતીય ઘરોમાં જો કોઈ દિવસ શાક ના પણ હોય તો અથાણુંને પરાઠા સાથે અથવા સાદી રોટલી સાથે ખાવામાં આવે છે.

સૌથી રસપ્રદ વાત એ છે કે તમને આપણા ભારતીય ઘરોમાં એક કે બે વેરાયટી નહીં, પરંતુ કેરીથી લઈને મૂળા સુધી અને ગાજરથી લઈને મરચાના અથાણાં સુધીની વેરાઈટી મળી જશે. તમે અથાણાંને એકવાર બરણી ભરીને બનાવ્યા પછી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકો છો.

પરંતુ અથાણાંને સારી રીતે સ્ટોર કરવું ખુબ જ જરૂરી છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સતત વરસાદને કારણે વાતાવરણમાં ભેજ રહે છે અને આપણી એક નાની ભૂલ બધું જ અથાણું બગાડી શકે છે.

ઘણી વખત ગંદા હાથથી સ્પર્શ કરવાથી પણ અથાણું બગડી જાય છે અને તેમાં ફૂગ દેખાવા લાગે છે. જો તમે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે. જો તમે અથાણાંને યોગ્ય રીતે સ્ટોર કરવાની રીત જાણતા હશો તો આટલી મહેનતથી બનાવેલું તમારું અથાણું ખરાબ નહીં થાય.

અથાણાંને કાચના કંટેનરમાં સ્ટોર કરો : તમે ઘરે અથાણું બનાવીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં અથવા કોઈ મેટલ કન્ટેનરમાં ભર્યું છે તો તમને જણાવી દઈએ કે આ રીત સંપૂર્ણપણે ખોટી છે, આનાથી અથાણું બગડી શકે છે. અથાણાંને કાચની બરણી કે જારમાં જ રાખવું જોઈએ. પ્લાસ્ટિક અથવા અન્ય ધાતુઓ સાથે રિએક્ટ કરીને અથાણું ઝડપથી બગડી જાય છે.

અથાણાંમાં તેલ અને મીઠું ઉમેરો : ઘણા લોકો જયારે પણ ઘરે અથાણા બનાવે છે ત્યારે તેઓ ઓછા તેલમાં અથાણું બનાવે છે, કારણ કે તેઓ વિચારે છે કે વધારે તેલ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પરંતુ તમે જાણો છો કે તેલ અને મીઠું એક રીતે પ્રિઝર્વેટિવનું કામ કરે છે.

જો અથાણામાં પ્રિઝર્વેટિવ્સ ન હોય તો અથાણું ઝડપથી સુકાઈ જશે અને બગડી જશે. આ જ કારણ છે કે તમારે અથાણાંમાં સારા પ્રમાણમાં તેલ નાખવું જોઈએ અને તેને સૂર્યપ્રકાશનો તડકો દેખાડવો જોઈએ. સમયાંતરે તેને હલાવતા રહેવું પણ એટલું જરૂરી છે.

ઢાંકણામાં કાગળ અથવા કપડું લગાવીને સ્ટોર કરો : ભેજ એ તમારા અથાણાંનો સૌથી મોટો અને ખરાબ દુશ્મન છે. ક્યારેક ચુસ્તપણે ઢાંકણું બંધ કર્યા પછી પણ અથાણાંમાં ભેજ આવી જાય છે. તેથી અથાણાઉં કાઢ્યા પછી પણ તમારા અથાણાના કન્ટેનરનું ઢાંકણ ચુસ્તપણે બંધ છે તે જરૂર તપાસો.

જો તમને લાગે કે વરસાદી વાતાવરણમાં ભેજ તમારું અથાણું બગાડી શકે છે, તો ઢાંકણાને કાગળ અથવા કપડાથી ઢાંકણ બંધ કરો. ઢાંકણું બંધ કરતા પહેલા, બરણી કે જાર ઉપર એક સ્વચ્છ કાગળ અથવા કાપડનો ટુકડો મૂકીને પછી ઢાંકણું લગાવો.

અથાણું હંમેશા સાફ ચમચીથી જ કાઢો : આપણામાંથી મોટાભાગના લોકો અથાણામાં ચમચી રાખીને પછી ભૂલી જાય છે. આમ કરવાથી પણ અથાણું બગડે છે કારણ કે તમારી ચમચી સ્ટીલની છે અને તે અથાણું બગાડી શકે છે. આ સિવાય, જ્યારે પણ તમે અથાણું કાઢો ત્યારે હંમેશા સ્વચ્છ અને સૂકી ચમચીનો જ ઉપયોગ કરો.

જો તમે તમારા હાથને પણ અડતા હોવ ત્યારે પણ ધ્યાન રાખો કે તમારો હાથ ગંદા કે એઠા ના હોવા જોઈએ. સાફ હાથ અને ચોખ્ખી ચમચીથી જ અથાણું કાઢો. આ સાથે જ્યારે પણ તમને સમય મળે ત્યારે અને સારો સૂર્યપ્રકાશ હોય ત્યારે અથાણું અથવા બરણીને એકવાર તડકામાં રાખો. તેનાથી તમારું અથાણું લાંબું ચાલશે.

તો તમે પણ આ ટિપ્સ અજમાવી જુઓ અને તમારા અથાણાંને બગડતા અટકાવો. જો કે, ઉનાળામાં દરેકના ઘરે કેરીનું અથાણું બનાવ્યું જ હશે અને અમે આશા રાખીએ છીએ કે આ ટીપ્સ તમારા માટે ચોક્કસપણે ખુબ જ ઉપયોગી થશે. જો તમને મૈતી પસંદ આવી હોય તો આવી જ જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “1 વર્ષ સુધી પણ અથાણું બગડશે નહીં, અથાણાંને આ રીતે સ્ટોર કરશો તો ક્યારેય ફૂગ નહીં લાગે”

Comments are closed.