asthi visarjan ganga ghat
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ ધર્મમાં ઘણી નદીઓનું વર્ણન કરેલું જોવા મળે છે. જેમાંથી કેટલીક આજે અસ્તિત્વમાં છે અને કેટલીક લુપ્ત થઈ ગઈ છે. પૃથ્વી પર જે નદીઓ હજુ પણ અવિરત વહે છે તેમાં ગંગા, યમુના, ગોદાવરી અને તાપી વગેરેનો સમાવેશ થાય છે.

જો કે ધાર્મિક ગ્રંથોમાં તમામ નદીઓને પવિત્ર માનવામાં આવે છે, પરંતુ અસ્થિ વિસર્જનની પરંપરાનો ઉલ્લેખ માત્ર ગંગા નદીમાં જ જોવા મળે છે. આપણા મગજમાં પણ એકવાર પ્રસવહ જરૂર આવ્યો હશે કે, આટલી બાંધી નદીઓ હોવા છતાં માત્ર ગંગા નદી જ કેમ??

આ લેખમાં અમે તમને, ન માત્ર ગંગામાં રાખને ડૂબાડવા પાછળનું ધાર્મિક મહત્વ સમજાવ્યું છે પરંતુ તમને વૈજ્ઞાનિક રીતે પણ શું મહત્વ છે તે પણ જણાવ્યું છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે અને શા માટે ગંગા નદી અસ્થિ વિસર્જનનું મુખ્ય કેન્દ્ર કહેવાય છે.

શ્રી કૃષ્ણનો સાથ મળે છે : હિંદુ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં વર્ણવેલ કથાઓએ ગંગાનું મહત્વ તો સમજાવ્યું જ છે પરંતુ અસ્થિ વિસર્જન પાછળનું કારણ પણ સમજાવ્યું છે. પૌરાણિક કથાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે ગંગા નદીને શ્રી કૃષ્ણ દ્વારા આશીર્વાદ મળેલા છે.

જે અંતર્ગત મૃતકની અસ્થિઓ ગંગામાં વહેવડાવીને મૃત આત્મા ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવે છે અને જ્યાં સુધી અસ્થિમાં રહેલ હાડકાં ગંગામાં તરતા રહે છે અથવા ગંગામાં રહે છે ત્યાં સુધી તે મૃત આત્માને શ્રી કૃષ્ણના ગોલોક ધામમાં રહેવાની તક મળે છે.

સ્વર્ગનો દરવાજો ખુલે છે : ગંગા નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી મૃત વ્યક્તિ સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. કારણ કે ભાગીરથ માતા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા હતા. આવી સ્થિતિમાં, જે પણ વ્યક્તિનું અસ્થિ વિસર્જન કરવામાં આવે છે તેની આત્માને સ્વર્ગમાં રહેવાનો અને ત્યાં આનંદ કરવાનો મોકો મળે છે.

હિંદુ ધર્મમાં ગંગા : જો કે તે વ્યક્તિના કર્મો અનુસાર પણ હોય છે. એટલે કે જો કોઈએ ખરાબ કર્મ કર્યું હોય અને તેની રાખ ગંગામાં વહાવી દેવામાં આવે તો તેને સ્વર્ગ મળશે પરંતુ ત્યાં રહેવાનો સમય તેના કર્મોના આધારે નક્કી થશે. એવી માન્યતા છે કે ગંગામાં ભસ્મ વહાવવામાં આવે ત્યારે મૃત વ્યક્તિને પણ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.

60 હજાર પુત્રોનો થયો હતો ઉદ્ધાર : ધાર્મિક ગ્રંથોમાં પણ રાજા સાગરની કથા પ્રચલિત છે. જે મુજબ કપિલ મુનિના શ્રાપને કારણે રાજા સગરના 60 હજાર પુત્રો મૃત્યુ પામ્યા હતા. તેમની મુક્તિ માટે, રાજા સગરના વંશજ ભગીરથે તપસ્યા કર્યા પછી માતા ગંગાને પૃથ્વી પર બોલાવ્યા. જે બાદ સગરના તમામ પુત્રોને મુક્તિ મળી ગઈ હતી.

વૈજ્ઞાનિક કારણ : ગંગા નદી ભારતની સૌથી મોટી નદી છે અને મોટાભાગની પૃથ્વીને પોતાની અંદર આવરી લે છે. તે જ સમયે, અસ્થિ વિસર્જનમાં હાડકાં હોય છે, જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

વૈજ્ઞાનિક સંશોધન મુજબ હાડકાં માત્ર જમીનમાં ભળીને જમીનને ફળદ્રુપ બનાવતા નથી, પરંતુ પાણીમાં રહેતા જીવો માટે પોષક ખોરાક પણ બને છે. ઉપરાંત, પાણીની ફળદ્રુપતા પણ શક્તિને પણ ત્સાહન આપે છે.

આવી સ્થિતિમાં, ભારતની સૌથી મોટી નદી એટલે કે ગંગાના પાણીમાં ફળદ્રુપતા જાળવવી અને ગંગામાં હાજર જીવોને ખોરાક પૂરો પાડવા અને ગંગાની આસપાસની જમીનને ફળદ્રુપ રાખવા માટે ગંગામાં અસ્થિ વિસર્જન કરવું જરૂરી છે.

તો ગંગામાં અસ્થિ વિસર્જન પાછળનું આ મુખ્ય કારણ હતું. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો બીજા લોકો સુધી પણ પહોંચાડો. જો તમે આવા વણવા લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા