aloe vera gel for hair how to apply
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા ઇચ્છીએ છીએ કે સવારે આપણા વાળ ટીવીની અભિનેત્રીઓની જેમ સ્મૂથ અને સિલ્કી દેખાય….પરંતુ વાસ્તવિકતા તેનાથી અલગ છે. જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ, ત્યારે આપણા વાળ વિખરાયેલા અને ગુંચવાયા હોય છે.

આપણે જાણીએ છીએ કે, શેમ્પૂ અને કંડીશનર કર્યા પછી વાળ મુલાયમ બને છે અને પછી, તેને સૂકવી અને હેરસ્ટાઈલ કરીએ ત્યારે વાળ સુંદર દેખાય છે. જો કે, આટલા પ્રયત્નો પછી, આપણા વાળ થોડા કલાકો પછી ફરીથી હતા એવા થઇ જાય છે.

લાખો પ્રયત્નો પછી પણ આપણા વાળ સ્ટ્રેટનિંગ કર્યા વગર મુલાયમ રહી શકતા નથી. પરંતુ તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે જો તમે રાત્રે વાળની ​​સંભાળ માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારા વાળ ખૂબ જ મુલાયમ અને સુંદર દેખાશે.

જો કે તમે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો, પરંતુ એલોવેરાનો ઉપયોગ કરવાનો ફાયદો એ થશે કે તમારા વાળની કાળજી લેવામાં તમને બહુ ઓછો સમય લાગશે અને તમારો લુક પણ આકર્ષક લાગશે.

રાત્રે એલોવેરા જેલ લગાવો : દિવસ દરમિયાન હવામાં ફરતા તત્વો વાળને શુષ્ક અને નિર્જીવ બનાવે છે, પરંતુ જો આપણે નિયમિતપણે તેલ લગાવીએ તો આ સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. પરંતુ ક્યારેક માત્ર તેલ લગાવવાથી ફાયદો થતો નથી..આ સ્થિતિમાં એલોવેરા જેલનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે.

દિવસ દરમિયાન એલોવેરા લગાવવાને બદલે રાત્રે લગાવો કારણ કે કામના કારણે આપણે વાળ વહેલા ધોઈએ છીએ અને વાળને પૂરતું પોષણ મળતું નથી. તેથી, તમે નીચે જણાવેલ સ્ટેપ્સ સાથે એલોવેરા લગાવી શકો છો.

કેવી રીતે લગાવવું ? એલોવેરા જેલ લગાવવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. તમારે ફક્ત એલોવેરા સ્ટીકને છોડમાંથી તોડીને તેમાંથી જેલ કાઢી લેવાની છે. ત્યારબાદ જેલને મિક્સર જારમાં નાખીને પીસી લો અને તેને બાઉલમાં કાઢી લો. જો તમે ઈચ્છો તો તેમાં વિટામિન-ઈની બે કેપ્સ્યુલ મિક્સ કરો.

હવે તમારા વાળને બરાબર વિખેરી લો અને બ્રશથી જેલ લગાવો. આખા વાળમાં જેલ લગાવ્યા પછી, લગભગ 3 કલાક સુધી આ રીતે રહેવા દો અને પછી તમારા વાળને નવશેકા ગરમ પાણીથી ધોઈ લો. આ દરમિયાન, શેમ્પૂનો ઉપયોગ કરશો નહીં અને બે અઠવાડિયા સુધી સતત એક દિવસ છોડીને આ ઉપાય અનુસરો.

એલોવેરા સીરમનો ઉપયોગ કરો : આપણે બધા જાણીએ છીએ કે એલોવેરા આપણા વાળ માટે વરદાનરૂપ છે. તેનો ઉપયોગ આપણે ઘણી રીતે કરી શકીએ છીએ, પરંતુ જેલ સિવાય તમે સીરમ બનાવીને વાળમાં લગાવી શકો છો. આ માટે તમારે માત્ર બે વધુ વસ્તુઓની જરૂર પડશે, જેને તમે જેલમાં મિક્સ કરી શકો છો.

સીરમ કેવી રીતે તૈયાર કરવું? એલોવેરા જેલને એક બાઉલમાં લો અને તેમાં 2 ચમચી ગુલાબજળ નાખીને મિક્સ કરો. ગુલાબજળ પછી તેમાં વિટામીન-ઈ કેપ્સ્યુલ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. તમારું સીરમ તૈયાર છે, જેને તમે બોટલમાં નાખીને મિક્સ કરી શકો છો.

સીરમ કેવી રીતે લગાવવું ? સૌ પ્રથમ તમારા વાળ સાફ કરો. આ પછી તમારા હાથ પર સીરમના થોડા ટીપાં નાખો. ત્યાર બાદ વાળમાં હળવા હાથે મસાજ કરો. થોડા સમય માટે સીરમને વાળ પર જ રહેવા દો.

એલોવેરા જેલ માસ્ક : તમે એલોવેરાનો ઉપયોગ માસ્ક તરીકે પણ કરી શકો છો. આ માટે તમારે માત્ર દહીં અથવા કોઈપણ નારિયેળ તેલનો ઉપયોગ કરવો પડશે. જો કે, દહીં દરેકના વાળને સૂટ કરતું નથી, તેથી આપણે નાળિયેર તેલનો ઉપયોગ કરી શકીએ છીએ.

કેવી રીતે ઉપયોગ કરવો ? એક બાઉલમાં એલોવેરા જેલ અને નારિયેળ તેલ મિક્સ કરો. પછી તેમાં વિટામીન-ઈ કેપ્સ્યુલ પંચર કરો. હવે આ મિશ્રણને વાળમાં લગાવો અને આખી રાત રહેવા દો.
સવારે ઉઠીને તમારા વાળને હુંફાળા પાણીથી ધોઈ લો.

એલોવેરાના ઉપયોગના ફાયદા : એલોવેરા જેલમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે. એલોવેરા જેલ એન્ટી ઈફ્લેમેટરી હોય છે. તેમાં વિટામિન-સી હોય છે. એલોવેરા જેલમાં ઘણા બધા એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે તમારા વાળના સ્વાસ્થ્યને સુધારે છે.

નોંધ- એલોવેરાના ફાયદા વાળની ​​પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે. એટલા માટે તમારે તમારા સૌંદર્ય નિષ્ણાત સાથે વાત જરૂર કરવી જોઈએ. આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. આવા વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “રાત્રે સુતા પહેલા વાળમાં લગાવી દો આ ખાસ વસ્તુ, તમારા વાળ એકદમ મુલાયમ અને શાઈની બની જશે”

Comments are closed.