akhrot benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બદામને ડ્રાયફ્રૂટ્સનો રાજા કહેવામાં આવે છે એજ રીતે અખરોટ પણ બદામની જેમ ખૂબ જ ફાયદાકારક હોય છે. કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે કે અખરોટ તમારા મગજ માટે ફાયદાકારક છે અને એટલા જ માટે તેને મગજનો ખોરાક કહેવામાં આવે છે. તમે ક્યારેક તો નોંધ્યું હશે કે તે મગજ જેવું જ દેખાય છે.

જો કે દરેકને તેમના બાળકોને બદામની સાથે સાથે અખરોટ ખાવા આપવું જોઈએ જેથી તેમનું શરીર સ્વસ્થ બને અને તેમનું મહાજ પણ તેજ બને. જેને પણ સાંધાની સમસ્યા હોય તેમને દરરોજ એક અખરોટ ખાવી જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે અખરોટ અસ્થમા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જી હા, દરરોજ અખરોટ ખાવાથી અસ્થમાના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

અસ્થમા શું છે : અસ્થમા કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉંમરે થઈ શકે છે પછી તે પછી વૃદ્ધાવસ્થા હોય કે બાળક હોય. જ્યારે કોઈ વ્યક્તિની સૂક્ષ્મ શ્વાસની નળીઓમાં રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે અને જેના કારણે તેને ઉધરસ આવવા લાગે છે. આ સ્થિતિને અસ્થમા કહેવાય છે.

એટલે કે અસ્થમા એક ગંભીર બીમારી છે જે શ્વાસની નળીઓને અસર કરે છે. શ્વાસની નળીઓ ફેફસાંમાંથી હવાને અંદર અને બહાર લઈ જાય છે. અસ્થમા થવાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કે ઘણી સ્ત્રીઓમાં ધૂળની એલર્જી, હવામાનમાં ફેરફાર, ઘણા પ્રકારના ખોરાક, દવાઓ, પરફ્યુમ જેવી સુગંધ અને બીજા ઘણા કારણો હોઈ શકે છે. જો તમે પણ અસ્થમાની સમસ્યાથી પરેશાન થઇ રહયા છો તો તેનાથી બચવા માટે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરો.

અસ્થમા માટે અખરોટ : અખરોટ ડ્રાયફ્રુટ હોવા છતાં તેમાં સોડિયમનું પ્રમાણ ના માત્ર બરાબર હોય છે અને તેમાં કોલેસ્ટ્રોલ બિલકુલ નથી. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે.

આ સિવાય તેમાં વિટામિન A, B, C અને B-12, D જેવા ઘણા પ્રકારના વિટામિન્સ છે એટલા માટે તેને વિટામિન્સનો રાજા માનવામાં આવે છે. પ્રોટીનની સાથે તેમાં કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ પણ ખૂબ જ માત્રામાં જોવા મળે છે.

સંશોધન શું કહે છે : ઘણા અભ્યાસોએ અખરોટના ઘણા સ્વાસ્થ્ય લાભો પર ભાર મૂક્યો છે અને આજે અમે તમને તમારા રોજિંદા આહારમાં તેને સામેલ કરવાનું બીજું કારણ જણાવી રહ્યા છીએ. સંશોધકોના જણાવ્યા અનુસાર આ નટ્સમાં જોવા મળતું વિટામિન E વાયુમાર્ગની બળતરાને ઘટાડીને અસ્થમાના હુમલાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે.

ગામા-ટોકોફેરોલ એ વિટામિન ઇનું મુખ્ય સ્વરૂપ છે જે ઘણા પ્રકારના નટ્સ જેવા કે અખરોટ મગફળીની સાથે વિવિધ પ્રકારના તેલ જેમ કે સોયાબીન, મકાઈ અને તલના તેલમાં વધુ માત્રામાં જોવા મળે છે. આ પ્રકારે આલ્ફા-ટોકોફેરોલની તુલનામાં ઘણું ઓછું ધ્યાન આપવામાં આવ્યું છે, જે સામાન્ય રીતે વિટામિન ઇ ના આહારમાં જોવા મળે છે.

યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિના સ્કૂલ ઓફ મેડિસિનના વરિષ્ઠ અભ્યાસ લેખક પ્રોફેસર મિશેલ હર્નાન્ડેઝના જણાવ્યા અનુસાર, જે લોકો તેમના આહારમાં વધુ માત્રામાં વિટામિન ઇ લે છે તેમને અસ્થમા અને એલર્જીક બિમારીનું જોખમ બીજા લોકોની સરખામણીમાં ઘણું ઓછું હોય છે.

બીજા લાભો : જો દરરોજનો તણાવ તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યો છે તો હવે સમય આવી ગયો છે કે તમે અખરોટનું સેવન શરૂ કરો. એક સંશોધન કહે છે કે આહારમાં અખરોટ અથવા તેનું તેલ ઉમેરવાથી તણાવ માટે જવાબદાર બ્લડ પ્રેશરને દૂર કરવામાં મદદ મળે છે.

અખરોટમાં ફાઇબર, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને અસંતૃપ્ત ફેટી એસિડ્સ ખાસ કરીને આલ્ફા લિનોલેનિક એસિડ અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે. સંશોધન મુજબ જે મહિલાઓ અઠવાડિયામાં બે વાર 28 ગ્રામ અખરોટ ખાય છે તેમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના 24 ટકા જેટલી ઓછી થઇ જાય છે.

જર્નલ ઑફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત આ સંશોધનમાં પણ આ વાતને કહેવામાં આવેલી છે. આ સિવાય અખરોટ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે અને વજન ઘટાડવા માટે પેટ ભરેલું રાખવું જરૂરી છે.

તેથી જો તમે વજન ઓછું કરવા માંગતા હોય તો તમારે તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરવો જ જોઈએ. જો તમે પણ અસ્થમાની સમસ્યાનું જોખમ ઓછું કરવા માંગતા હોય તો આજથી જ તમારા આહારમાં અખરોટનો સમાવેશ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા