શિયાળામાં આપણી ત્વચા શુષ્ક અને નિસ્તેજ દેખાવા લાગે છે જે દેખવામાં ખૂબ જ ખરાબ લાગે છે. આવું એટલા માટે થાય છે કારણ કે શિયાળામાં આપણી ત્વચાને થોડી વધારાની કાળજી લેવાની જરૂર હોય છે, જેના અભાવે ત્વચા નિર્જીવ દેખાવા લાગે છે.
આ સિઝનમાં આપણે ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે અનેક પ્રકારની બ્યુટી ક્રિમ અને મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેમ છતાં પણ ક્યારેક આપણને ઇચ્છીએ તેવું પરિણામ મળતું નથી.
આ કિસ્સામાં, તમે ગ્રીન ટી ના પાંદડાઓનો ઉપયોગ કરી શકો છો. હા, ગ્રીન ટી માત્ર ફિટનેસ અને સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ આપણી ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેમજ તેના ફાયદા.
ગ્રીન ટીના પાંદડામાંથી બનેલા ફેસ પેકનો ઉપયોગ કરો : ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે તમે ગ્રીન ટીના પાંદડામાંથી બનેલા પેકનો ઉપયોગ કરી શકો છો. ગ્રીન ટીમાં એવા ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાને સુરક્ષિત રાખે છે. આ સાથે, તે ત્વચામાંથી પિમ્પલ્સ અને ફોલ્લીઓ ઘટાડવાનું પણ કામ કરે છે.
સામગ્રી : ગ્રીન ટી ના પાંદડા, 1 નારંગીની છાલ અને ગુલાબ જળ. પેસ્ટ બનાવવા માટે, ગ્રીન ટીના પાંદડા અને સંતરાની છાલને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. જ્યારે તે પીસી જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લો. પછી તેમાં ગુલાબજળ ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. બસ એ વાતનું ધ્યાન રાખો કે પેસ્ટ ન તો બહુ જાડી હોવી જોઈએ અને ન તો બહુ પાતળી.
લો તમારું ઘરે બનાવેલું ફેસ પેક તૈયાર છે. હવે ચહેરાને સારી રીતે ધોઈ લો અને આ પેકને લગભગ 25 થી 30 મિનિટ સુધી લગાવીને રાખો. જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને સાદા પાણીથી ધોઈ લો. જો તમે અઠવાડિયામાં એકવાર આ ઉપાય કરો છો, તો તમને 1 મહિનામાં અસર જોવા મળશે.
ગ્રીન ટીના પાંદડાંના ફાયદા : ત્વચાની લાલાશ ઘટાડે છે. ગ્રીન ટી એન્ટી ઈફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે જે ત્વચાની બળતરા, લાલાશને ઘટાડવામાં મદદ કરે છે. ચહેરાને સાફ કરવાની સાથે તે ચહેરાને ગ્લોઈંગ કરવામાં પણ મદદ કરે છે.
ત્વચાના છિદ્રોને વધુ પડતા ખોલતા અટકાવે છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ, પિમ્પલ્સ જેવી સમસ્યાઓ પણ ઓછી થાય છે. જો તમે આ પેકનો ઉપયોગ કરી રહયા હોય તો, પહેલા તમારે પેચ ટેસ્ટ કરવો જોઈએ. જો તમને પહેલાથી જ ત્વચા સંબંધિત કોઈ સમસ્યા છે તો આ પેકનો ઉપયોગ ન કરો.
આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. જો તમે આવા જ બ્યુટી સબંધિત લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.