karela benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કારેલા સ્વાદમાં કડવા છે પરંતુ અનેક ગુણોનો ખજાનો છે. તે એન્ટી-ઓક્સિડન્ટ્સ અને જરૂરી વિટામિન્સથી ભરપૂર હોય છે. તેમાં કેરોટીન, બીટા કેરોટીન, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વો હોય છે. તેને ખાવાથી ઘણી બીમારીઓથી છુટકારો મેળવી શકાય છે.

ઉદાહરણ તરીકે, તે ડાયાબિટીસથી લઈને સાંધાના દુખાવાને દૂર કરવામાં અને પાચન શક્તિને સુધારવામાં ખૂબ અસરકારક છે. તેના ઔષધીય ગુણો વ્યક્તિને કોઈપણ ઉંમરે ફાયદો જ કરે છે. જો કે, તમે તેને રસ અને શાક તરીકે ખાઈ શકો છો. તેના ઘણા ફાયદા હોવા છતાં, લોકો તને ખાવાનું પસંદ નથી કરતા તેની પાછળનું કારણ તેની કડવાશ છે.

કારેલા સ્વાદમાં કડવા છે અને તેથી ઘણા ઘરોમાં મહિલાઓ તેને બનાવવાનું અને ખાવાનું પણ ટાળે છે. જો તમારા ઘરમાં પણ આવું જ થાય છે તો આજે અમે તમને કારેલાની કડવાશને દૂર કરવાની 7 સરળ રીત જણાવી રહ્યા છીએ,

(1) મોટાભાગના ઘરોમાં મહિલાઓ કારેલાની કડવાશને દૂર કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરે છે. કારેલાને છોલીને અને કાપ્યા પછી તેને મીઠું નાખીને મેરીનેટ કરો અને 30 મિનિટ માટે છોડી દો. તેમને ધોઈ લો અને રાંધોવા. આ પછી કારેલાનો કડવો સ્વાદ દૂર થઇ જશે.

(2) જો તમારી પાસે કારેલાને મીઠાથી મેરીનેટ કરવાનો સમય નથી તો આ પદ્ધતિ અપનાવો. આ માટે, કારેલાનો ઉપયોગ કરતા પહેલા તેને મીઠાના પાણીમાં 2-3 મિનિટ સુધી ઉકાળો. તેનાથી પણ કારેલાની કડવાશ દૂર થશે.

(3) કારેલાની કડવાશ દૂર કરવાની આ એક સરળ રીત છે. આ માટે પહેલા કારેલાને સારી રીતે ધોઈ લો અને પછી છરીની મદદથી તેની ઉપરનો ખરબચરો ભાગ કાઢી લો. આનાથી કારેલાની કડવાશ ઘણી હદ સુધી નીકળી જશે.

(4) આ સરળ ટિપ્સને અપનાવવાથી ન માત્ર કડવાશ દૂર થશે, પરંતુ શાકનો સ્વાદ પણ વધી જશે. આ માટે શાકને ગેસ પરથી ઉતારતા પહેલા તેમાં થોડો ગોળ અથવા ખાંડ નાખો. આમ કરવાથી પણ કડવાશ દૂર થઇ જશે.

(5) કારેલાની કડવાશ તેના બીજમાં પણ હોય છે તેથી જો તમે તેનું શાક કે જ્યુસ બનાવતા પહેલા તેને છોલીને તેના નાના-નાના ટુકડા કરી લો. ટુકડા કર્યા પછી તેના બીજ કાઢી લો. પછી તમને કારેલાને કડવાશ નહીં જોવા મળે.

(6) જો તમે કારેલાનું શાક બનાવો છો અને તેનું કડવાશ ના રહે તો તેને ડીપ ફ્રાય કરી લો. ડીહાઇડ્રેશન અને તળવાથી કારેલાની કડવાશ દૂર થાય છે. શાક પણ ઝડપથી બની જાય છે.

(7) કારેલાની કડવાશ દૂર કરવા માટે આ એક સરસ ટિપ્સ એ છે કે કારેલાના ટુકડા કરીને દહીવાળા પાણીમાં પલાળી દો અને એક કલાક સુધી રાખો. આના કારણે કારેલાની કડવાશ ઘણી ઓછી થઈ જશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા