kitchen tips for fast cooking in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તહેવારના દિવસે મહિલાઓને રસોડાનું કામ બાકીના દિવસો કરતા વધી જાય છે અને કામકાજના કારણે મહિલાઓ કોઈપણ તહેવારને સારી રીતે યોગ્ય ઉજવણી કરી શકતી નથી. કેટલીક મહિલાઓને એ પણ ખબર નથી હોતી કે તેઓ રસોડામાં કેટલો સમય પસાર કરે છે. મહિલાઓનું કામ ત્યારે મુશ્કેલ બની જાય છે જ્યારે મહિલાઓને ઉપવાસ હોય છે.

કારણ કે ઉપવાસમાં મહિલાઓને આળસ પણ આવે છે અને ઘરના બીજા કામો પણ કરવા પડે છે. એટલા માટે ઘણી સ્ત્રીઓ માટે કરવા ચોથ અને બીજા તહેવારોમાં કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, પરંતુ તમે કેટલીક ટિપ્સનો અપનાવીને તેને સરળ બનાવી શકતા શકો છો.

એટલા માટે અમે તમારી સાથે કેટલીક ટિપ્સ શેર કરી રહ્યા છીએ, જેની મદદ લઈને તમે તમારા દરેક કામ ઝડપથી પૂર્ણ કરી શકશો. આ ટિપ્સથી તમે તમારું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ કરવાની સાથે તમારો કિંમતી સમય પણ બચાવી શકશો, પરંતુ કેવી રીતે આવો જાણીએ.

અગાઉથી પ્લાનિંગ બનાવો : જો તમે ઈચ્છો છો કે કરવા ચોથના દિવસે કે તહેવારના દિવસે તમારું કામ ઝડપથી પૂરું થાય તો તમારે અગાઉથી પ્લાનિંગ કરવું જોઈએ. કારણ કે કેટલીકવાર મહિલાઓને વસ્તુઓ ક્યાં મુકેલી તે યાદ રહેતી નથી અને ઉતાવળમાં તેમનું બધું કામ બગડી જાય છે.

તેથી તમે શું બનાવવા માંગો છો અને આ માટે તમારે કઈ સામગ્રી અને વસ્તુની જરૂર પડશે તેની અગાઉથી તૈયારી કરી રાખો. આમ કરવાથી તમે ન માત્ર તમારું કામ ઝડપથી પૂરું કરી શકશો, પરંતુ તમને થાક પણ લાગશે નહીં.

રાત્રે કામ કરીને રાખો : જો તમારું કામ વધારે છે તો તમે નાના-નાના કામો રાત્રે જ કરીને રાખી શકો છો જેમ કે તમે ડ્રાયફ્રૂટ્સ કાપીને રાખવા, શાકભાજીને ધોઈને રાખવી, મસાલાને શેકીને પાવડર બનાવી લેવો, વગેરે કામ કરવાથી તમારું કામ અડધું થઈ જશે અને તમે થાકશો પણ નહીં. આ માટે તમારે અગાઉથી શું બનાવવાનું છે તે નક્કી કરવું પડશે અને સામગ્રી તૈયાર કરવી પડશે.

મસાલા અથવા ચટણી અગાઉથી તૈયાર કરો : જો તમારે વાનગી બનાવવામાં વધુ ઘણો સમય લાગે એમ છે તો તમે પહેલા મસાલા અથવા વધારાનું કામ કરી શકો છો. કારણ કે ઘણી વખત રસોઈ બનાવતી વખતે ઉતાવળમાં મસાલા વધુ પડી જવાથી ખાવાનો સ્વાદ બગડી જાય છે. તેથી જો તમે રસોડાનું કામ એકદમ પરફેક્ટ કરવા માંગતા હોય તો સર્વિંગ વસ્તુઓ અગાઉથી તૈયાર કરી લો.

ઉપકરણ વાપરો : તમે કિચન એપ્લાયન્સથી પણ તમારા કામને સરળ બનાવી શકો છો. ચપ્પાનો ઉપયોગ કરવાને બદલે શાકભાજીને કાપવા માટે ચોપિંગ મશીનનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારું કામ ઝડપી થશે અને સમય પણ બચશે.

આ સિવાય તમે તમારા પરિવારના સભ્યોની પણ મદદ લઇ શકો છો. જો તમને આ ટિપ્સ પસંદ આવી હોય અને આવી જ કિચન ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા