શાસ્ત્રોમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે જેના વિશે આપણા મનમાં હજારો પ્રશ્નો ઉભા થાય છે. રાત્રે નખ કેમ નથી કાપતા? સાંજે સાવરણી કચરો કેમ સાફ નથી કરતા? ગ્રહણ દરમિયાન ખોરાક કેમ ના ખાવો જોઈએ?
જમીન પર બેસીને શા માટે ખાવું જોઈએ? જો બિલાડી રસ્તો કાપે છે તો શું થાય? વગેરે જેવા શાસ્ત્રોમાં કેટલી બધી વાતો કહેવામાં આવી છે, જેના વિશે તમે બધાએ ઘરના વડીલો પાસેથી ઘણીવાતો સાંભળી પણ હશે, પરંતુ આ સવાલોના જવાબ જાણવા માટે દરેકનું મન આતુર રહે છે.
તેમાંથી એક પ્રશ્ન એવો છે કે જો તમારા ઘરમાં કાગડો આવે તો તે કયા પ્રકારના સંકેતો આપે છે? વાસ્તવમાં, કાગડાનું આગમન અને ચોક્કસ સમયે બોલવું તમારા જીવનમાં ઘણા પ્રભાવ લઈને આવે છે. આવો જાણીએ કાગડો આવે તો તે શું સૂચવે છે.
1 યાત્રા જતા સમયે ઘરમાં કાગડાનું આવવું : જો તમે કોઈ લાંબી યાત્રા પર જવાના છો અને તમારા ઘરે કાગડો આવીને જોરથી બોલે તો તેનો અર્થ એ છે કે તમારી યાત્રા સફળ થવા જઈ રહી છે. વાસ્તવમાં આ એક સંકેત છે કે તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે તમારા માટે શુભ રહેશે.
જો કાગડો પ્રવાસ પર જઈ રહેલા વ્યક્તિના ચહેરા તરફ બોલે છે તો સસમજી જજો કે તમે કોઈ અવિભાજ્ય મિત્રને મળવા જઈ રહ્યા છો. જો કોઈ નોકરીના ઈન્ટરવ્યુ માટે જઈ રહ્યું હોય અને ઘરની બહાર નીકળતી વખતે કાગડો બોલીને પશ્ચિમ દિશા તરફ ઉડે છે તો કામમાં તમને ચોક્કસ સફળતા મળશે.
2 ટોળામાં કાગડાનું આવવું : જો તમારા ઘરમાં ઘણા કાગડા એક ટોળામાં ભેગા થાય અને મોટેથી બોલે તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. આ કાગડાઓ કંઈક અનહોનીનો સંકેત સૂચવે છે. તે એક સંકેત પણ હોઈ શકે છે કે તમારા પરિવારમાં કોઈ મોટું સંકટ અથવા કોઈ મોટો રોગ આવવાનો છે. ખાસ કરીને આવા સંકેતો ઘરના મોટા વ્યક્તિ માટે સારા નથી.
3 દક્ષિણ દિશામાં બોલતો કાગડો : જો તમારા ઘરમાં કાગડો દક્ષિણ દિશામાં બેઠીને બોલતો હોય તો તે અશુભ સંકેત છે. આ સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં પિતૃ દોષ છે. જો તમને આવા કોઈ સંકેત મળે તો તમારે પિતૃ દોષને ઘરમાંથી દૂર કરવાના ઉપાય કરવા જોઈએ.
4 કાગડાનું શરીર પર બેસવું : જો ક્યારેય અજાણતામાં કાગડો તમારા શરીર પર આવીને બેસી જાયછે તો તે એક મોટું અપશુકન હોઈ શકે છે. આ સંકેત છે કે તમને માનસિક તણાવ મળવાનો છે, તમારી કારકિર્દીમાં નિષ્ફળતા આવી શકે છે અને કોઈ મોટી બીમારી આવી શકે છે.
5 રોટલી ખાતો કાગડો : જો તમે કાગડા માટે રોટલી અથવા કોઈપણ ખાવાની વસ્તુ રાખો છો અને તે ખાય છે તો સમજી લેવું કે તમારી ઘણી ઈચ્છાઓ પૂરી થવાની છે. તમે પૈસા કમાઈ શકો છો અને કોઈ મોટા કામમાં સફળતા મળવાના ચાન્સ બની શકે છે. કાગડાની રોટલી ખાવી એ સંકેત છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે અને ઘરમાંથી તમામ ખામીઓ દૂર થઈ જાય છે.
6 કાગડાનું ઈંડું : જો તમારા ઘરમાં ક્યારેય કાગડાનું ઈંડું જોવા મળે તો તે તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે. વાસ્તવમાં કાગડાનું ઈંડું બતાવે છે કે તમારા ઘરમાં કોઈ સારા સમાચાર આવવાના છે. જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખો છો અને તમને આવી કોઈ નિશાની મળે તો સમજી લેવું કે જલ્દી જ તમારું ઘર ગુંજવા જઈ રહ્યું છે.
7 કાગડાનું પાણી પીવું : જો તમે ઘરની છત કે બાલ્કનીમાં પાણી રાખતા હોય અને કાગડો આવીને આ પાણી પી લે છે, તો સમજવું કે તમે જલ્દી જ અમીર થવાના છો. જો કે ઉનાળાની ઋતુમાં, તમારે પક્ષીઓ માટે છત અથવા ખુલ્લા વિસ્તારમાં પાણી અવશ્ય રાખવું જોઈએ. આમ કરવું એ ખૂબ જ પવિત્ર કામ છે.
8 ઉદાસ થયેલો કાગડો : જો કોઈ કાગડો ઘરમાં આવીને બેસે અને ઉદાસ દેખાય તો તે તમારા ઘર માટે સારું નથી. તે સૂચવે છે કે તમારા ઘરમાં કોઈ મોટી ઘટના બનવા જઈ રહી છે જે તમારા જીવનમાં નકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને જો કોઈ બીમાર કાગડો ઘરમાં આવીને બેસી જાય તો તે બીમારીનો સંકેત આપે છે.
9 જોડીમાં કાગડાનું આવવું : જો ઘરમાં કાગડો જોડીમાં બેસીને બોલે તો સમજી લેવું કે ટૂંક સમયમાં જ તમારા ઘરમાં કે નજીકના કોઈના ઘરે શરણાઈ વાગવાની છે. આ દર્શાવે છે કે ટૂંક સમયમાં લગ્ન થવાના છે. જો લગ્ન ન હોય તો પણ તે પતિ-પત્ની માટે શુભ સંકેત હોય છે.
10 સવારે ઉત્તર કે પૂર્વ દિશામાં બોલતો કાગડો : જો તમારા ઘરમાં વહેલી સવારે કાગડો ઉત્તર અથવા પૂર્વ દિશામાં બોલે છે તો તમારા ઘરમાં કોઈ મહેમાન આવવાના છે તે સંકેત છે.
આ રીતે, તમારા ઘરમાં કાગડાનું આવવું અને બોલવું તમારા જીવનમાં મિશ્ર અસર લાવે છે. આ એક સામાન્ય જ્યોતિષીય આગાહી છે જે સમયાંતરે બદલાઈ શકે છે. તો અત્યારના સમયમાં તમે આ સંકેતો વિશે શું વિચારો છો તે નીચે રજુ કરી શકો છો.