How to get rid of worms in the kitchen
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડું કોઈપણ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ કહેવાય છે. અહીંયા ફક્ત જમવાનું જ તૈયાર કરવામાં આવતું નથી, પરંતુ ઘરની મહિલાઓનો મોટાભાગનો સમય આ જગ્યાએ પર જ પસાર થાય છે. આવી સ્થિતિમાં સ્વાદિષ્ટ ભોજનની સાથે રસોડાની સ્વચ્છતા પણ જરૂરી છે.

જો કે મહિલાઓ સમયાંતરે રસોડાની સફાઈ કરતી રહે છે, પરંતુ ઘણી વખત સફાઈ કર્યા પછી પણ રસોડામાં કીડાઓ અને મકોડા દેખાવા લાગે છે. તો ક્યારેક જંતુઓ ખોરાક પર ચઢી જાય છે તો ક્યારેક રસોડામાં હાજર કચરાપેટીની આસપાસ જીવ જંતુઓ આવવાના શરૂ થઈ જાય છે.

કેટલીકવાર જીવજંતુઓના કારણે ચોખા, કઠોળ, ચણાનો લોટ વગેરે વસ્તુઓ પણ બગડી જાય છે. જો તમારા રસોડામાં ખુબ જ જીવજંતુઓ છે તો તમારે આ સમસ્યાને દૂર કરવા માટે આ લેખ અવશ્ય વાંચવો જોઈએ. કારણ કે બેકિંગ સોડાથી તમે આ સમસ્યાને થોડી જ મિનિટોમાં દૂર કરી શકો છો.

પહેલું કામ આ કરો : જો તમે રસોડામાંથી કીડા મકોડાઓને હંમેશ માટે દૂર કરવા માંગતા હોય તો તે પહેલા તમારે કેટલીક બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે. આ માટે સૌથી પહેલા એઠા વાસણને સારી રીતે સાફ કરીને રાખો.

આ સિવાય ખોરાકને સારી રીતે ઢાંકીને રાખો. જો રસોડાના સ્લેબ પર ભાત, દાળ અથવા શાકના છાંટા પડેલા હોય તો તેને પણ સારી રીતે સાફ કરવું જોઈએ. આ સિવાય બધી સસામગ્રીને સારી રીતે તેમની જગ્યાએ ગોઠવવી જોઈએ.

ખાવાનો સોડાનો ઉપયોગ : ખાવાનો સોડા માત્ર રસોઈ બનાવવામાં જ નહીં પરંતુ રસોડામાં રહેલા જંતુઓને થોડા જ સમયમાં દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. તેના ઉપયોગથી ડસ્ટબિનમાં રહેલા જીવજંતુઓથી લઈને ખોરાક પરના જંતુઓ અને રસોડાના કબાટમાં રહેલા કીડા પણ થોડા જ સમયમાં ભાગી જશે.

રસોડામાં જંતુઓથી છુટકારો મેળવવા માટે આ સ્ટેપ ફોલો કરો. આ માટે સૌથી પહેલા એક કપ પાણીને સારી રીતે ગરમ કરો. પાણી ગરમ કર્યા પછી તેમાં બેથી ત્રણ ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરો. હવે આ મિશ્રણને રસોડામાં બધે ફેલાવો અને લગભગ 20 મિનિટ સુધી રહેવા દો.

20 મિનિટ પછી તેને સારા કપડાથી સાફ કરી લો. આ કામ અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત જરૂર કરો. આનાથી રસોડામાં ક્યારેય કીડા કે જીવજંતુઓ નહીં આવે.

બેકિંગ સોડાથી રસોડાના કબાટમાંથી જંતુઓ દૂર કરો : રસોડામાં અલમારી એવી જગ્યા છે જ્યાં બહુ ઓછા લોકો સાફ કરે છે. ઘણી વખત હાથ ના પહોંચવાને કારણે તો ક્યારેક આળસને કારણે મોટાભાગની મહીલાઓ કબાટ સાફ કરતા નથી.

આવી સ્થિતિમાં, મોટાભાગના જંતુઓ રસોડાના કબાટમાં જ એકઠા થઈ જાય છે અને પછી તે રસોડાના તમામ ભાગોમાં દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ રસોડાના કબાટમાં રહેલા કીડાઓથી પરેશાન થઇ ગયા છો તો તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

આ માટે સૌથી પહેલા એકથી બે કપૂર લઈને તેનો પાવડર બનાવી લો. પછી કપૂર પાવડરમાં એકથી બે ચમચી ખાવાનો સોડા ઉમેરીને મિક્ષ કરી લો. હવે આ મિશ્રણને એક કે બે કાગળના ટુકડામાં સારી રીતે લપેટીને રસોડાના અલમારીમાં રાખો. તેની તીવ્ર ગંધને લીધે જંતુઓ તરત જ રસોડાના કબાટમાંથી ભાગી જશે. તમે આ કામ અઠવાડિયામાં બે થી ત્રણ વખત કરો.

બેકિંગ સોડાથી સિંકના કીડાઓથી છુટકારો મેળવો : રસોડામાં જંતુઓને પ્રવેશવાનો સૌથી સહેલો રસ્તો કિચન સિંક છે. રસોડાના સિંકમાંથી આવતા જંતુઓ ખોરાક પર બેસવાની સાથે ઘરના બીજા ભાગોમાં પણ ફેલાવા લાગે છે. કેટલીકવાર આ જંતુઓ દિવસમાં ઓછા દેખાય છે પરંતુ રાત્રિ દરમિયાન થોડા વધુ દેખાય છે.

તો આવી સ્થિતિમાં, જો તમે પણ ડ્રેન ફ્લાયની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો તમે આ સમસ્યાને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એકથી બે મગ પાણીમાં બે ચમચી ખાવાનો સોડા નાખી મિક્ષ કરી લો.

હવે આ મિશ્રણમાં એકથી બે ચમચી લીંબુનો રસ અથવા લીમડાનું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી, રાત્રે સૂતા પહેલા તેને રસોડાના સિંકમાં અને તેની આસપાસ સારી રીતે છંટકાવ કરો. સિંક ડ્રેઇનમાં પણ એકથી બે કપ નાખો.

બીજા દિવસે સવારે પહેલા તાજા પાણીથી સિંક સાફ કરો. તમે જોશો કે સિંકની આસપાસ એક પણ કીડો દેખાશે નહીં. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા