ફેસિયલ કરવા બ્યુટી પાર્લરમાં જવાની જરૂર નથી, આ રીતે 10 મિનિટમાં તરબૂચથી કરો ફેશિયલ

watermelon facial at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દરેક મહિલાની જેમ મારુ પણ હંમેશા સપનું છે કે મારી ત્વચા ચમકદાર અને શાઈની હોય.. જો કે, બદલાતી જીવનશૈલી, તડકો, પ્રદૂષણ અને આસપાસના વાતાવરણમાં થતા ફેરફારોએ મારું આ સ્વપ્ન ચકનાચૂર કરી દીધું છે. સમય જતાં, મને લાગ્યું કે મારી ત્વચાને ચમકદાર બનાવવી અશક્ય છે.

આપણે બધા જાણીયે છીએ કે ચહેરાને ગોરો કરવા માટે બજારમાં ઘણી પ્રોડક્ટ મળે છે. તે બધા દાવો કરે છે કે તે પ્રોડક્ટ ત્વચાને ટોન કરે છે અને ગોરી બનાવે છે. પરંતુ હું તમને પૂછવા માંગુ છું, શું તમે તે ક્યારેય બજારની પ્રોડક્ટ પર શું લખ્યું છે તે જોયું છે? તે કેમિકલ્સથી ભરપૂર હોય છે અને તેમાંથી કેટલીક પ્રોડક્ટ આપણી ત્વચા માટે પણ હાનિકારક હોઈ શકે છે.

આ પ્રોડક્ટ મોંઘી પણ હોય છે અને આપણે તેના પર સંપૂર્ણ વિશ્વાસ પણ કેવી રીતે કરી શકીયે, જયારે આપણી ત્વચા વિશે હોય તો. હવે સારા સમાચાર એ છે કે કુદરતે આપણને ઘણું આપ્યું છે. આપણી વ્યસ્ત અને થકાનવાળી જિંદગીમાં ત્વચા પર એકઠા થયેલા ટૈનને ઘટાડવા માટે આપણે અસંખ્ય ઉપાયો કરી શકીએ છીએ.

સૌથી સારી વાત એ છે કે આ કુદરતી ઉપાયો આપણા ઘરમાં મળી રહે છે. તેથી જ આજે અમે પણ તમને ત્વચાની કાળજી લેવા માટે કુદરતી સામગ્રી પર વિશ્વાસ કરો. તમે કાળઝાળ ગરમીની સાથે, રસદાર અને તાજા તરબૂચ તમારા માટે હાજર છે.

શું તમે જાણો છો કે તરબૂચ પણ તમારી ત્વચાને સંપૂર્ણપણે બદલી શકે છે? અને ત્વચાને ચમકદાર બનાવવા માટે તરબૂચથી ફેશિયલ કરી શકાય છે. જો તમારી ત્વચા કાળી હોય તો ઘરે તરબૂચનું ફેશિયલ અવશ્ય કરો. તો ચાલો જાણીએ કે ઘરે જ સ્ટેપ બાય સ્ટેપ ફેશિયલ કેવી રીતે કરવું.

તરબૂચમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. જો કે તમારે તમારા રોજિંદા આહારમાં તરબૂચનો સમાવેશ કરવો જોઈએ પરંતુ તમે તેના અદ્ભુત ફાયદા મેળવવા માટે ત્વચા પર પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણીયે ઘરે તરબૂચનું ફેશિયલ કેવી રીતે કરવું?

સ્ટેપ 1 ક્લીન્જર : તમારા ચહેરાને સાફ કરીને શરૂઆત કરો. તરબૂચ ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. તરબૂચનો રસ અને નાળિયેર તેલનો ઉપયોગ કરીને તમે એક ક્લીંઝર બનાવો. આ માટે તમે તરબૂચનો રસ 1 ચમચી અને નારિયેળ તેલ 1/2 ચમચી લો. આ બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તેને કોટન બોલથી તમારા ચહેરા અને ગરદન પર લગાવો. 5-10 મિનિટ સુધી રાખો અને પછી પાણીથી ધોઈ લો.

સ્ટેપ 2 એક્સ્ફોલિયેશન : તરબૂચથી બનેલો સ્ક્રબ મૃત ત્વચા, બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સથી છુટકારો મેળવવામાં મદદ કરશે. તરબૂચના રસ અને ચોખાના પાવડરનો ઉપયોગ કરીને તમે એક સ્ક્રબ તૈયાર કરો.

આ માટે તરબૂચનો રસ 2 ચમચી અને ચોખા પાવડર 1 ચમચી લો. આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો. હવે આ સ્ક્રબથી તમારા ચહેરાને સ્ક્રબ કરો. લગભગ 5 મિનિટ સુધી ગોળાકાર ગતિમાં સ્ક્રબને હળવા હાથે ચહેરા પર મસાજ કરો.

સ્ટેપ 3 મસાજ : તમારી ત્વચાને એક્સ્ફોલિએટ કર્યા પછી, તેને મોઇશ્ચરાઇઝ કરવું જરૂરી છે. આ માટે ત્વચાને ક્રીમથી મસાજ કરો. આ ક્રીમ તરબૂચથી બનાવવી પડશે. આ માટે તરબૂચનો રસ 1 ચમચી, મધ 1/2 ચમચી, લીંબુનો રસ થોડા ટીપાં અને નારિયેળ તેલ 1/2 ચમચી લો.

આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો. તો તૈયાર છે તરબૂચ મસાજ ક્રીમ. આ ક્રીમને તમારા ચહેરા પર ગોળાકાર ગતિમાં મસાજ કરો જ્યાં સુધી તે ત્વચામાં સમાઈ ન જાય. આ મસાજ ક્રીમ તમારા ચહેરા પર રક્ત પરિભ્રમણ વધારવામાં મદદ કરશે અને તમને સુંદર ગ્લો આપશે.

સ્ટેપ 4 તરબૂચ ફેસ માસ્ક : એક ફ્રેશ અને હાઇડ્રેટિંગ ફેસ પેક વડે ફેશિયલને પૂરું કરો. આ માટે આ સામગ્રીની જરૂર પડશે, જેમ કે બેસન 1 ચમચી, દૂધ 1 ચમચી અને તરબૂચનો રસ 1/2 ચમચી લો. એક બાઉલ લો અને તેમાં ચણાનો લોટ, દૂધ અને તરબૂચનો રસ મિક્સ કરો.

બધું બરાબર મિક્સ કર્યા પછી, બ્રશથી આ ફેસ પેકને આખા ચહેરા અને ગરદન પર લગાવો. તેને 15 મિનિટ સુધી અથવા તે સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો. આ રીતે ફેશિયલ કર્યા પછી તરત જ કોઈપણ સ્કિનકેર પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો અને તમામ સામગ્રીને તમારી ત્વચામાં સેટ થવા દો અને તેને તેનો જાદુનું કામ કરવા દો. તો હવે જોઈશું

ત્વચા માટે તરબૂચના ફાયદા : તરબૂચ કુદરતી ત્વચા ટોનર તરીકે કામ કરે છે અને ત્વચાને તાજગી આપે છે. તરબૂચમાં હાજર એન્ટીઑકિસડન્ટો મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને ઉંમરની સાથે વધતા ત્વચા પર વૃદ્ધત્વના સંકેતોને અટકાવે છે.

તમારા ચહેરા પર તરબૂચ લગાવવાથી છિદ્રોનું કદ અને તેલનું ઉત્પાદન ઘટાડવામાં મદદ મળે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે ડ્રાયસ્કિન માટે ઉત્તમ છે. શુષ્ક અને નિર્જલીકૃત ત્વચા ધરાવતી કોઈપણ સ્ત્રી માટે તરબૂચનો ઉપયોગ સારો છે. તરબૂચમાં હાજર વિટામિન-સી તમને માત્ર કોમળ જ નહીં પરંતુ ચમકદાર ત્વચા આપે છે.

તરબૂચમાં વિટામિન-એ અને સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે ફાયદાકારક છે. તડબૂચ સનબર્ન ત્વચા પર જાદુ જેવું કામ કરી શકે છે કારણ કે તેમાં ખનિજો અને એન્ટીઑકિસડન્ટો હોય છે જે ત્વચાની બળતરા અને લાલાશ ઘટાડી શકે છે.

જો કે આ હોમમેઇડ ફેશિયલ સંપૂર્ણપણે કુદરતી છે અને સામાન્ય રીતે કોઈ આડઅસર હોતી નથી, પરંતુ જો તમારી ત્વચા સેન્સિટિવ છે તો આમાંથી કોઈપણ સ્ટેપનો સીધો તમારા ચહેરા પર ઉપયોગ કરતા પહેલા તમારા હાથ પર નાનો ટેસ્ટ કરો. તમે પણ ઘરે આ તરબૂચ ફેશિયલ કરો. આવી વધુ બ્યુટી સબંધિત જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.