ઉનાળામાં ઠંડા પીણાં પીવાને બદલે પીવો આ પાણી, કેન્સરથી બચાવે, શરીરને હાઈડ્રેટ રાખે અને બીજા ઘણા ફાયદાઓ

kakadi nu pani pivana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઉનાળાની ગરમી પડવાની શરૂઆત થઇ ગઈ છે. હવે આપણે ગરમીથી બચવા માટે જુદા જુદા ઠંડા પીણાં પીતા હોઈએ છીએ. તમે ઉનાળામાં કોલ્ડ ડ્રિન્ક અને ઠંડા પીણાં પિતા હશો પણ શું તમે જાણો છો કે ઉનાળામાં કાકડીનું પાણી પીવું શરીર માટે ઘણું ફાયદાકારક છે. ઉનાળામાં એક ગ્લાસ ઠંડા કાકડીનું પાણી પીવાથી તરત જ એનર્જી મળે છે.

આ પાણી પીવાથી આપણા શરીરની અંદર રહેલા ખરાબ ઝેરી પદાર્થોને બહાર કાઢવાનું કામ પણ કરે છે. તમે કાકડીના ટુકડા કરી અને તેને દરરોજ પાણીની અંદર ઉમેરવાથી કાકડીમાં રહેલા બધા ગુણધર્મો પાણીમાં ભળી જાય છે. તમે કાકડી ઉપયોગ કોઈપણ ડ્રિન્ક ને વધારે વસાદ આપવા માટે કરી શકો છો.

આ પાણી તમને હાઇડ્રેટેડ રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે કારણ કે કાકડી ની અંદર ઘણા બધા પોષકતત્વો રહેલા હોય છે જેમ કે વિટામિન સી, મેંગેનીઝ, મોલિબેડનમ, વિટામિન એ અને કેટલાક એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે. તો ચાલો હવે જાણીએ કાકડીના પાણી પીવાથી તમને કયા સ્વાસ્થ્ય લાભો થાય છે.

વજન ઓછું કરે છે: વજન વધવાથી શરીરમાં બીજી ઘણી ગંભીર સમસ્યાઓ થાય છે. આજના બેઠાડુ જીવનમાં આ સમસ્યા ખુબ વધી રહી છે. તમે વજન ઓછું કરવાનું વિચારી રહયા છો તો તમે કાકડીના પાણીનો ઉપયોગ તમારા ડાયટમાં સમાવેશ કરી શકો છો. કાકડીના પાણીની અંદર ઓછી કેલેરી અને ફાઈબર વધારે હોય છે જે તમારું વજન ઘટાડવા ફાયદાકારક છે.

કેન્સર થી બચાવે છે : આજના સમયમાં સૌથી મોટો રોગ કેન્સર છે જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. કાકડીમાં એન્ટીઑકિસડન્ટ્સ ગુણ હોય છે, આ સિવાય ક્યુક્યુબિટિસીન્સ અને લિનગાન્સ પોષક તત્વો પણ હોય છે, જે કેન્સરના રોગથી બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તેથી કાકડીના પાણીનું સેવન કરવાથી તમે કેન્સર જેવી ગંભીર બીમારીથી બચી શકો છો.

બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ : ઘણા લોકોમાં બ્લડ પ્રેશર હાઈ રહેતું હોય છે અને તેને કંટ્રોલ માં કરવા માટે ઘણા ઘરેલુ ઉપાય કરતા હોય છે.પરંતુ જો તમે કાકડીનું પાણી પીવો છો તો તમે તમારાબ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો કારણકે કાકડીમાં પોટેશ્યમ એ ઇલેક્ટ્રોલાઇટ છે જે કિડની દ્વારા જાળવવામાં આવેલ સોડિયમની માત્રાને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે.

શરીરને હાઇડ્રેટેડ રાખે: શરીર સારી રીતે કામ કરે તે માટે દિવસ દરમિયાન પુષ્કર પ્રમાણમાં પાણી પીવું જોઈએ. તમને ઘણા લોકો સલાહ આપતા હોય છે કે દરરોજ 8 થી 9 ગ્લાસ પાણી પીવું શરીરને હાઈડ્રેટ રાખવા માટે ખુબ જરૂરી છે. આથી જો તમે સાદા પાણીમાં કાકડીને ઉમેરીને પીવો છો તો તે તમારા શરીરમાં પાણીમાં સ્વાદ સાથે તે તમારી સ્કિન અને તમારા શરીરને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે.

હાડકાને મજબૂત કરે: આજકાલ નાની વયે હાડકા નબળા હોવાની ઘણી સમસ્યાઓ થાય છે. કાકડી વિટામિન કે થી ભરપૂર હોય છે અને એની જરૂર આપણા શરીરની અંદર પ્રોટીન અને આપણા હાડકાને સ્વાસ્થ્યને મજબૂત અને તેના ટિશ્યુઝ ને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. તેથી હાડકા માટે કાકડીનું પાણી ફાયદાકારક છે.

સ્કિન માટે: દરરોજ કાકડીનું પાણી પીવું એ તમારી સ્કિન માટે ખૂબ ફાયદાકારક સાબિત થઇ શકે છે કારણકે કાકડીની અંદર સારા પ્રમાણમાં વિટામીન બી5 હોય છે, જે સ્કિનને અંદર અને બહારથી ખૂબ જ હેલ્ધી બનાવવા માટે ફાયદાકરાક છે તેથી દરરોજ કાકડીના પાણીનું સેવન કરવું જોઈએ.

હવે જાણીએ કાકડીનું પાણી બનાવવાની રીત: સામગ્રી: કાકડી, 1 ગ્લાસ પાણી, 1 લીંબુ, 1 સ્વાદ મુજબ સંચળ. કાકડીનું પાણી બનાવવાની રીત : સૌથી પહેલા કાકડીને પાણીથી ધોઈ લો અને તેની છાલ કાઢીને પાતળા ટુકડા કરી લો. આ સ્લાઇસને બરણી અથવા પાણીની કાચની બોટલમાં મૂકો અને તેમાં મીઠું અને પાણી ઉમેરી સરખી રીતે મિક્સ કરો.

તેને આખી રાત ફ્રિજમાં રહેવા દો. તમારે જેટલા પાણી પીવાની જરૂર હોય તે પીને તેને ફરીથી ફ્રિજ ની અંદર મૂકી દો. જો તમે તમે વધારે પાણી બનાવી ને રાખવા માંગતા હોય તો તેને ત્રણ દિવસની અંદર પી જવું જરૂરી છે.