What to do if a child lies
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ઘણીવાર પણે આપણી આસપાસના ઘરોમાં જોયું હશે કે બાળકો પણ નાનપણથી જૂઠું બોલતા હોય છે. એવા ઘણા માતા-પિતા છે જેઓ આજે પણ તેમના બાળકની ખોટું બોલવાની આદતથી પરેશાન થઇ રહ્યા છે.

બાળકની આ આદતથી છૂટકારો મેળવવા માટે, તેઓ તેને ઠપકો આપે છે અને ધમકાવે પણ છે, કે જૂઠું બોલવું બિલકુલ ખોટું છે. હકીકતમાં બાળકને ઠપકો આપવાની કે ધમકાવવાની જગ્યાએ સમજાવવાની જરૂર છે. જો ધીરજ સાથે સકારાત્મક પ્રયાસો કરવામાં આવે તો બાળકની આ ખરાબ આદતને સુધારી શકાય છે.

ડરના કારણે પણ જૂઠું બોલતા શીખે છે : જો માતા-પિતા બાળક સાથે ખૂબ કડક વલણ અપનાવે છે તો બાળક જૂઠું બોલવા માટે પ્રેરાય છે. તમારે બાળક સાથે હંમેશા નરમ અને નમ્રતાથી વર્તવું જોઈએ. જો માતા-પિતા બાળકને ઠપકો આપતા રહે અથવા દરેક વાતમાં ધમકાવતા રહે તો બાળક તેના બચાવમાં ખોટું બોલવાનું શરૂ કરે છે.

કોઈની ભૂલ કરી છે, તોડફોડ કરી છે, તો ડરને લીધે કહેશે કે મેં નથી કર્યું. આવી સ્થિતિમાં તે બીજાનું નામ લેશે. જો બાળક આવી ભૂલ કરે તો તેને કહેવું જોઈએ કે “કઈ વાંધો નહીં, ભૂલથી થયું છે ને. જો બાળક ભૂલ કરે છે ત્યારે સાચું બોલે છે તો તેને ઠપકો આપવા કે ધમકાવવાને બદલે તેને પ્રેરિત કરો.

માતાપિતા નો વ્યવહાર છે અગત્યનો : જો તમે ઇચ્છો છો કે તમારું બાળક જૂઠું ન બોલે, તો સૌથી પહેલા તમે એ જાણવાની કોશિશ કરો કે તમે પોતે (માતાપિતા) તમારા બાળકની સામે કેટલા જૂઠ બોલો છો. બાળક કંઈપણ શીખીને નથી આવતું, બાળક પહેલાના 6 વર્ષ માતાપિતા કે ઘરના સભ્યો જોડે જ રહે છે.

આખી દુનિયા જાણે છે કે બાળકો તેમના માતાપિતા કે પરિવારના સભ્યોને જોઈને જ બધું શીખતાં હોય છે. તમને જણાવી દઈએ કે, બાળકો પણ સમજે છે કે તેમના માતાપિતા કેવા છે. જો તમને લાગે છે કે જ્યારે તમે બાળક સામે ખોટું બોલો છો, ત્યારે તે સમજી શકતો નથી, તો તમે આ ખોટું વિચારી રહ્યા છો.

એક અભ્યાસ મુજબ, અઢી વર્ષના બાળકને ખબર પડવા લાગે છે કે તેના માતા-પિતા તેની સાથે ખોટું બોલી રહ્યા છે. માત્ર બાળક સામે જ નહીં, પરંતુ જો માતા-પિતા બીજા સાથે પણ ખોટું બોલે તો પણ બાળકને ખબર પડી જાય છે. માણસ આજકાલ મોબાઈલ પર સૌથી વધુ જુઠ્ઠું બોલતો હોય છે.

લોકો સોફા પર પગ ફેલાવીને ટીવી જોઈ રહ્યા હોય ને, કહે છે કે હું અત્યારે ઘરની બહાર કામ કરી રહ્યો છું. જ્યારે ખાલી સમય હશે ત્યારે તમારી સાથે પછી વાત કરીશું. બાળકને તરત જ ખબર પડે છે કે મમ્મી કે પપ્પા જૂઠું બોલે છે અને માતા-પિતાનું આ વર્તન જોઈને બાળકને લાગે છે કે આ રીતે જૂઠું બોલવું ખોટી બાબત નથી.

માતા- પિતાની જવાબદારી : બાળકને સારું બનાવવાની જવાબદારી માતા-પિતાની હોય છે. જો બાળક ખરાબ વર્તન કરે છે તો, ઘણી વાર લોકો કહે છે શું સંસ્કાર આપ્યા છે તેના મમ્મી પપ્પાને. કોઈ મા-બાપ એમ નહીં કહે કે તેને બાળકનો ઉછેર કેવી રીતે કરવો તે આવડતું નથી.

દોષ પોતાની અંદર જોવાનો હોય છે, જ્યારે માતાપિતા દોષ બાળકમાં જોવે છે. જો આપણે બાળકને સારું બનાવવું હોય તો પહેલા આપણે સારું બનવું પડશે. તેવી જ રીતે, જો બાળકને જૂઠું બોલવાનું બંધ કરાવવું હોય તો પહેલા માતાપિતાએ ખોટું બોલવાનું બંધ કરવું પડશે.

છેવટે, કહેવત છે કે, બાળક માતાપિતા જેવું જ બને છે. તમે તમારા બાળકને કેવું જોવા માંગો છો તે વિશે વિચારતા પહેલા તમે પોતે કેવા છો તે વિશે પણ એકવાર વિચારી કરીને જુઓ. આશા છે કે તમને આમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે પણ આવા બાળક વિષે ના બીજા લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા