Sunday, August 14, 2022
Homeબ્યુટીહાથ પર મહેંદીને ઘાટી બનાવવા માટે ટિપ્સ, એકવાર જરૂર ટ્રાય કરી જુઓ

હાથ પર મહેંદીને ઘાટી બનાવવા માટે ટિપ્સ, એકવાર જરૂર ટ્રાય કરી જુઓ

શ્રાવણ બેસી ગયો છે અને આ મહિનામાં અનેક તહેવારો આવે છે. આ મહિનામાં મહિલાઓ તહેવારોને ધામધૂમથી ઉજવે છે અને મેકઅપ કરે છે. એ તો બધા જાણે છે કે મહેંદી વગર મહિલાઓનો મેકઅપ પણ અધૂરો કહેવાય છે.

જો કે મહેંદીની ઘણી ડિઝાઇન વિશે તમે જાણતા હશો. તો આજે આ લેખમાં અમે તમને મહેંદી ને તમારા હાથ પર ડીપ એટલે ડાર્ક કેવી રીતે કરવી તે વિશે કેટલીક ટિપ્સ જણાવીશું. તો ચાલો જહોઈએ કઈ છે તે ટિપ્સ.

મહેંદી માટે નીલગિરીનું તેલ સૌથી વધુ લોકપ્રિય છે. તમે આ તેલનો ઉપયોગ મહેંદી ઓગાળતી વખતે અને મહેંદી લગાવતા પહેલા હાથ પર લગાવીને કરી શકો છો. આમ કરવાથી મહેંદીનો રંગ ઘાટો આવે છે.

મહેંદીમાં ચાનું પાણી જરૂરથી ઉમેરો. તમારે મહેંદીને નીલગિરીના તેલ અને ચાના પાણી સાથે મિક્સ કરવી જોઈએ કારણ કે તેણથી હાથ પરની મહેંદીને ખુબ જ સારી આવે છે. જે દિવસે તમારે મહેંદી લગાવવાની છે તેના એક દિવસ પહેલા મેંદીનો ધોલ તૈયાર કરો અને તેને આખી રાત માટે લોખંડના બાઉલમાં રાખો.

4

લોખંડનો રંગ પણ કાળો હોય છે અને જ્યારે મેંદીને લોખંડના વાસણમાં ઓગાળી દેવામાં આવે ત્યારે તે હાથમાં પણ ઘેરો રંગ લાવે છે. મહેંદીનું બેટર બનાવતી વખતે તમે થોડું પેપરમિન્ટ તેલ પણ ઉમેરી શકો છો. આનાથી પણ મહેંદીનો રંગ ઘાટો થાય છે.

મહેંદી લગાવ્યા પછી જ્યારે તમે મહેંદી નીકાળો ત્યારે તરત જ 1 નાની ચમચી સરસોના તેલમાં એક ચપટી ચૂનો નાખીને હાથ પર ઘસો. ધ્યાનમાં રાખો કે ચૂનો વધુ પડતો ઉમેરવાથી તમારા હાથ ઝણઝણાહટ થઈ શકે છે.

તમારા હાથમાંથી મહેંદીને કાઢી લીધા પછી તરત જ, એક તવા પર 6-7 લવિંગ મૂકો અને તેનાથી હાથને શેકો. આમ કરવાથી પણ મહેંદીનો રંગ ઘાટો થાય છે. આ સિવાય મહેંદીનો રંગ ગાઢ બનાવવા માટે તમે હાથ પર વિક્સ પણ લગાવી શકો છો. તેમાં પીપરમિન્ટ પણ હોવાથી મહેંદીનો રંગ ઘાટો થઈ જાય છે.

મહેંદી ઓગાળતી વખતે તમારે તેમાં અડધી ચમચી કોફી પાવડર નાખવાથી પણ મહેંદીનો રંગ કાળો આવે છે. તમારા હાથમાંથી મહેંદી કાઢી લીધા પછી પણ જો તમે નીલગિરીનું તેલ લગાવો છો તો પણ મહેંદીનો રંગ ઘાટો આવે છે.

તમારા હાથમાંથી મહેંદી હટાવ્યા પછી તરત જ જો તમે તમારા હાથ પર અથાણાવાળું તેલ લગાવશો તો પણ તમારી મહેંદીનો રંગ એકદમ ડાર્ક થઈ જશે. માથા પર લાગવાનો મલમ અને આયોડેક્સ લગાવીને પણ તમે હાથની મેંદીનો રંગ ઘાટો કરી શકાય છે. વાસ્તવમાં તેને લગાવ્યા પછી હાથ ગરમ લાગે છે જેના કારણે મહેંદી કાળી થઇ જાય છે.

તો હવે જયારે પણ તમે તમારા હાથ પર મહેંદી લગાવો ત્યારે ઉપર જણાવેલી ટિપ્સને અનુસરો. જો તમને આ લેખ ગમ્યો હોય અને આવા વધુ લેખો જાણવા માટે રસોઈનીદુનિયા જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા
રસોઇ ની દુનિયા
ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

- Advertisment -
x