how to grow papaya plant at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પપૈયું એક એવો ખાદ્યપદાર્થ છે જેને શાકભાજી તરીકે પણ ઉપયોગમાં લેવાય છે અને ફળ તરીકે પણ ઉપયોગ થાય છે. કાચું પપૈયું હોય કે પાકેલું પપૈયું, તેને ખાવાથી શરીરમાં થતી અનેક બીમારીઓથી ખૂબ સરળતાથી બચી શકાય છે.

એવું કહેવાય છે કે પપૈયામાં પોટેશિયમ, પ્રોટીન, ફાઈબર અને વિટામિન-એ જેવા પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આવી સ્થિતિમાં ઘણી મહિલાઓ સવારે પાકેલું પપૈયું ખાવાનું પસંદ કરે છે અને જ્યારે ઘણી સ્ત્રીઓને કાચા પપૈયામાંથી ગ્રેવીવાળું શાક અથવા હલવો વગેરે બનાવીને ખાવાનું પસંદ કરે છે.

તો તમને પણ પપૈયું ખાવાનું વધારે પસંદ હોય તો તેને ખરીદવા માટે વારંવાર બજારમાં શું કામ જવુ, જો તમે કેમિકલ ફ્રી અને કુદરતી પાકેલું પપૈયું ખાવા માંગ હોય તો તમે પણ ઘરે સરળતાથી પપૈયાનું ઝાડ વાવી શકો છો.

જો તમારા ઘણી આગળ અથવા ગાર્ડનિંગ માટે જગ્યા છે તો, આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે સરળતાથી ઘરના બગીચામાં પપૈયાનું ઝાડ વાવી શકો છો અને તેના કુદરતી પાકેલા ફળને ડાયટમાં સામેલ કરી શકો છો.

હવે પપૈયા ના ઝાડને ઘરે વાવવા માટે શું વસ્તુની જરૂર પડશે તે પ્રશ્ન તમારા મનમાં હશે તો જાણી લો કે પપૈયાના વાવેતર માટેની સામગ્રી : બીજ, ખાતર, પાણી, માટી અને છોડ વાવા માટેનું કુંડાળું (કુંડાળું ફરજીયાત નથી).

સારા બીજની પસંદગી : કોઈપણ છોડને ઉગાડવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેની બીજની યોગ્ય પસંદગી કરવી જોઈએ. જો તમે બીજની યોગ્ય પસંદગી નથી કરતા તો આપણે તમે ગમે તેટલી મહેનત કરીએ તો પણ તેનો કોઈ ફાયદો થતો નથી. તેથી પપૈયાના છોડને રોપવા માટે સારા બીજની પસંદગી કરવી જરૂરી છે.

તમે સારી ગુણવત્તાવાળા બીજ માટે બીજ સ્ટોર પર જઈને ખરીદી શકો છો. બીજની દુકાનોમાં ઘણી જાતોના બીજ સરળતાથી મળી જશે. તમે બીજ સ્ટોરમાં પોટ અથવા બગીચાની જગ્યામાં રોપવા માટે બીજ પણ પસંદ કરી શકો છો. પપૈયાના છોડને ગમલામાં રોપવા માટે લગભગ 5-6 ફૂટ ઊંચા અને ગમલા વગર રોપવા કરવા માટે 7-10 ફૂટ ઊંચા બીજને પસંદ કરી શકો છો.

માટી તૈયાર કરવા : પપૈયાના સારા બીજને પસંદ કર્યા પછી હવે જમીન તૈયાર કરવાનો સમય છે. આ માટે તમે જ્યાં બીજ રોપવા જઈ રહ્યા છો ત્યાંની માટીને એક કે બે વાર સારી રીતે ખોદીને તેને એક દિવસ માટે રહેવા દો. બીજા દિવસે તે ખોદેલી માટીમાં ખાતર નાખીને તેને માટીમાં સારી રીતે મિક્સ કરી દો.

માટીમાં ખાતર ભેળવ્યા પછી પપૈયાના બીજને જમીનમાં 2-3 ઈંચ ઊંડે દબાવો અને ઉપરથી હળવી માટી નાખી દો. અહીંયા ઉપરથી માટીને દબાણપૂર્વક દબાવાની નથી. માટી નાખ્યા પછી એકથી બે મગ પાણી નાખીને રહેવા દો. જો તમારે છોડને પોટમાં રોપવો હોય તો પોટમાં ખાતર અને માટીને મિક્સ કરીને નાખો.

પોટમાં માટી નાખીને બીજને લગભગ 1 ઇંચ ઊંડું રોપીને ફરીથી ઉપરથી માટી નાખો અને એકથી બે મગ પાણી નાખીને છોડી દો. જો બીજ એક છોડ સ્વરૂપમાં છે તો, છોડને વચ્ચે પોટમાં વચ્ચે રાખીને પકડી રાખો અને ખાતરની માટી ચારે બાજુથી નાખીને દબાવો.

ખાતર કેવું હોવું જોઈએ? યોગ્ય બિયારણની પસંદગી કર્યા પછી સારા ખાતરની પસંદગી કરવી પણ એટલી જ જરૂરી છે. ક્યારેક કેમિકલ્સવાળા ખાતરનો ઉપયોગ કરવાથી પપૈયાના છોડ મરી પણ જાય છે. આવી સ્થિતિમાં તમારે કેમિકલ્સવાળા ખાતરનો ઉપયોગ ના કરવો જોઈએ.

પપૈયાના છોડ માટે તમે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે ગાય ભેંસ ના છાણ અને પ્રાણીઓના ખારનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે વૃક્ષના પાનનો ખાતરનો ઉપયોગ કરી શકો છો. બચેલો ખોરાક અથવા કોઈપણ શાકભાજી અને ફળોની છાલ પણ ખાતર માટે ઉપયોગ કરી શકાય છે.

છોડ માટે કુદરતી જંતુનાશક સ્પ્રે બનાવો : પપૈયાના છોડને મોસમી અથવા બીજા જીવ જંતુઓથી થતા નુકસાનથી બચાવવા માટે તમે કેમિકલ્સવાળા જંતુનાશકને બદલે ઘરે બનાવેલા જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લીંબુના રસ, લીમડાના પાન, ફુદીનાના પાન અને ખાવાના સોડાનો જંતુનાશક સ્પ્રે બનાવી શકો છો. અઠવાડિયામાં એક વાર જંતુનાશક સ્પ્રેનો છંટકાવ જરૂર કરો.

સિંચાઈ અને ખાતરની કાળજી લો : પપૈયાના છોડને રોપ્યા પછી સમયાંતરે પાણી આપવું અને ખાતર આપવું પણ ખૂબ જરૂરી છે. જ્યારે છોડ 3-4 ફૂટનો થઈ જાય ત્યારે તેની આસપાસની માટીને હળવા હાથે ખોદકામ કરીને એકથી બે મગ પાણી રેડવું. આ સિવાય સમયાંતરે ઓર્ગેનિક ખાતર ઉમેરો.

ઘણી વખત છોડની આસપાસ ઘાસ ઉગવાનું શરૂ થઇ જાય છે જે છોડના વિકાસને રોકે છે, તેથી સમયાંતરે નીંદણ દૂર કરવું જોઈએ. લગભગ પપૈયાનું વૃક્ષ આઠથી દસ મહિનામાં ફળ આપવાનું શરૂ કરશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “તમે પણ ઘરના બગીચામાં પપૈયાનું ઝાડ ઉગાડી શકો છો અને 8 થી 10 મહિનામાં ફળ મેળવી શકો છો”

Comments are closed.