ઘણી વખત લોકો બાથરૂમમાં ઘણી પ્રકારની વસ્તુઓ રાખતા હોય છે, જેમાં મેકઅપ, બ્રશ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે, પણ શું તમે જાણો છો કે આ વસ્તુઓ બાથરૂમમાં ક્યારેય ના રાખવી જોઈએ. બાથરૂમ ઘણા લોકો માટે રિલેક્સની જગ્યા છે, કે જ્યાં તેઓ ફ્રેશ થાય છે.
એટલે બાથરૂમમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું અગત્યનું છે, કારણ કે અહીંયા સૌથી ઝડપથી બેક્ટેરિયા વધવાનો ભય રહેલો છે. એટલા માટે બાથરૂમમાં મેકઅપ કે બ્રશ જેવી વસ્તુઓ ના રાખવી જોઈએ. બાથરૂમમાં શક્ય હોય તેટલું ખાલી રાખવાની કોશિશ કરવી જોઈએ.
આજે આપણે એવી 5 વસ્તુઓ વિશે વાત કરીશું જે બાથરૂમમાં બિલકુલ ના રાખવી જોઈએ. જો તમે બાથરૂમમાં આ વસ્તુઓ રાખવાની ભૂલ કરો છો તો તરત જ આ આદતને બદલો. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને આ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે જે બાથરૂમમાં ના રાખવી જોઈએ.
દવાઓ : ઘણી મહિલાઓ બાથરૂમમાં જ પોતાની દવાઓને સ્ટોર કરે છે. આ તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે કારણ કે કોઈપણ પ્રકારની દવા સ્ટોર કરવા માટે, તમારી પાસે એડ બોક્સ હોવું જોઈએ, જે તમે તમારા રૂમમાં અથવા કોઈપણ કેબિનેટમાં રાખો.
જો તમે ઇચ્છતા હોય તો તમે આ માટે તમારા ઘરમાં કેબિનેટ બનાવીને ત્યાં દવાઓ સ્ટોર કરી શકો છો. હકીકતમાં બાથરૂમમાં ઘણો ભેજ હોય છે, જે તમારી દવાઓ પર પણ અસર કરે છે. દવાઓ ઠંડી જગ્યાએ અથવા રૂમ ટેમ્પરેચર પર રાખવાનો પ્રયત્ન કરો.
ટુથબ્રશ : બાથરૂમની સફાઈ હોવા છતાં, ત્યાં બેક્ટેરિયાના વિકાસનું જોખમ છે કારણ કે ભેજ ખૂબ વધારે હોય છે, જેના કારણે બેક્ટેરિયાને પ્રજનન કરવું સરળ છે. ખાસ કરીને ટૂથબ્રશ જેવી વસ્તુઓમાં.
બેક્ટેરિયા છિદ્રો, ભેજવાળી અને અંધારાવાળી જગ્યાએ સરળતાથી વધે છે, તેથી ટૂથબ્રશ જેવી વસ્તુઓ તેના સંપર્કમાં આવી શકે છે જે પછી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. જો તમે બાથરૂમમાં ટૂથબ્રશ રાખવાનું પસંદ કરો છો, તો તેને 3 થી 4 મહિનામાં બદલો.
મેકઅપ પ્રોડક્ટ્સ : મેકઅપ પ્રોડક્ટ્સને ભીના સ્થળોને બદલે રૂમ ટેમ્પરેચર પર રાખવું જોઈએ. ખરેખર, ઘણી વખત સ્ત્રીઓ ઉતાવળને કારણે બાથરૂમમાં જ મેકઅપની સામગ્રી રાખે છે, જેથી તેઓ સરળતાથી તૈયાર થઈ શકે. પરંતુ આ ભૂલ તમારા મેકઅપને બગાડી શકે છે, તેને લાંબા સમય સુધી પરફેક્ટ રાખવા માટે તેને યોગ્યરૂમ ટેમ્પરેચર કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે મેકઅપ લગાવવાના શોખીન છો તો તેને બેડરૂમમાં રાખવું વધારે સારું છે.
ઇલેક્ટ્રોનિક વસ્તુઓ : કેટલાક લોકો બાથરૂમનો ઉપયોગ કરતી વખતે ગીતો સાંભળવાનું પસંદ કરતા હોય છે, જેના કારણે આઇપોડ અથવા રેડિયો જેવી વસ્તુઓને રાખે છે, જે ખોટું છે. ખરેખર બાથરૂમમાં વધારે ભેજને કારણે તે ઝડપથી બગડી જાય છે. જો તમે બાથરૂમમાં ઇયરફોન અથવા બીજી કોઇ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ રાખો છો તો તમારે તમારી આદત બદલવાની જરૂર છે.
ટોવેલ : બાથરૂમમાં તમને સરળતાથી લટકતા ઘણાં પ્રકારના ટુવાલ જોવા મળશે. આ રીતે ટુવાલને સૂકવવાથી તે બેક્ટેરિયા સંપર્કમાં આવે છે. ભેજને કારણે ટુવાલ હંમેશા ભીનો રહેશે અને જ્યારે તમે તેનો ઉપયોગ કરો છો, ત્યારે તમને ત્વચાને લગતી સમસ્યાઓ થઈ શકે છે.
તેથી ધોયા પછી તેને થોડા સમય માટે તડકામાં સુકાવો અને પછી તેને બીજા સ્વચ્છ કપડાં સાથે રાખો. બાથરૂમમાં ધોયા પછી તેને ક્યારેય બાથરૂમ માં ના રાખો.
આશા છે કે તમને આ માહિતી ગમશે. ઉપરાંત, તમને આ લેખ કેવી રીતે ગમ્યો? ટિપ્પણી કરીને અમને આ જણાવો અને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.