લાંબા સમયથી રાહ જોયા પછી હોળીનું આગમન થઇ રહ્યું છે. કેટલાક લોકો તો હોળીના એક કે બે દિવસ પહેલાથી જ પરિવાર અને મિત્રો સાથે હોળી રમવાનું શરુ કરી દે છે. ખાસ કરીને બાળકોને હોળી રમવાથી કોઈ રોકી શકતું નથી. પરંતુ આપણે જાણીયે છીએ કે હોળીના કેમિકલ્સવાળા રંગોથી ત્વચા અને વાળ પર ખરાબ અસર થાય છે.
હોળીના રંગોમાં કૃત્રિમ રંગો ભેળવવામાં આવે છે અને તે ઘણા ગુલાલ અને માટીમાંથી બનાવવામાં આવે છે. તેનાથી વાળને ઘણું નુકસાન થાય છે અને વાળના મૂળ નષ્ટ થઈ જાય છે અને વાળ ખરવા લાગે છે.
આવી સ્થિતિમાં દરેકના મનમાં પ્રશ્ન આવે છે કે વાળને થતા નુકસાનથી બચવા શું કરવું જોઈએ? જો તમે પણ આ સમસ્યાથી ચિંતિત છો કે વાળને રંગોના કારણે ખરાબ થવાથી બચાવવા માટે કયો નુસખો અપનાવવી જોઈએ, તો આ લેખ તમારા માટે છે કારણ કે આજે અમે તમને કેટલાક તેલ વિશે જણાવવા જઈ રહયા છીએ.
જી હા, તમે પણ ઘણીવાર જોયું હશે કે હોળી રમતા પહેલા આપણી માતા વાળ અને ત્વચામાં તેલ લગાવવાની સલાહ આપતા હતા. આનું કારણ એ છે કે તેલ વાળ અને માથાની ચામડી પર સારી રક્ષણાત્મક સ્તર બનાવે છે. જેના કારણે ત્વચા સુધી રંગો પહોંચતા નથી અને તેલથી સિન્થેટીક ડાઈની ત્વચા પર કોઈ અસર થતી નથી.
તેલ વાળના પુનઃજીવન માટે પણ જરૂરી છે અને હોળીના કેમિકલ્સ રંગોની અસરોમાંથી બચાવવામાં મદદ કરે છે. આવા ઘણા તેલ છે જે સરળતાથી મળી જાય છે અને તમારી સ્કિન કેરમાં સામેલ કરી શકાય છે. તમારે ફક્ત તમારી ત્વચા અને વાળને નુકસાનથી બચાવવાનું શરૂ કરવાનું છે. તો ચાલો જોઈએ કે હોળીના રંગો માટે કયા તેલ તમારા માટે ફાયદાકારક છે:
સરસોનું તેલ : સરસોનું તેલ વાળ માટે સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. આ તેલમાં પ્રોટીન, સેલેનિયમ, વિટામિન બી અને ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે, જે વાળના વિકાસ અને મજબૂતાઈ માટે જરૂરી હોય છે. પરંતુ તે તમારા વાળને હોળીના રંગોથી થતા નુકસાનથી પણ બચાવવામાં તમારી મદદ કરે છે.
આ માટે સરસોના તેલથી વાળમાં સારી રીતે માલિશ કરો અને તેલને વાળમાં અને માથાની ચામડી પર ખૂબ જ સારી રીતે લગાવી લો, જેથી કરીને કલર તમારા વાળને નુકસાન ના કરી શકે. આ સિવાય પણ, જ્યારે તમે રંગ રમ્યા પછી વાળમાં શેમ્પૂ કરો છો ત્યારે તમારા વાળમાં કુદરતી તેલ અને મોઇશ્ચરાઇઝિંગનું સંતુલન જળવાઈ રહે.
નાળિયેર તેલ : સરસોનું તેલ જેટલું ફાયદાકારક છે એટલું જ પણ નાળિયેર પણ વાળની કાળજી માટે ખૂબ સારું છે. નાળિયેર તેલમાં જોવા મળતા આવશ્યક ફેટી એસિડ્સ અને વિટામિન્સ વાળના મૂળની આસપાસ એકઠા થતા સીબુમને દૂર કરે છે અને વાળના ગ્રોથ વધારવા માટે અને તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
નાળિયેલ તેલમાં આવશ્યક વિટામિન્સ અને ફેટી એસિડ હોય છે જે ખોપરી ઉપરની ચામડીને પોષણ આપવામાં મદદ કરે છે અને નાળિયેર તેલ ફ્રઝી વાળને ઠીક કરવામાં પણ મદદ કરે છે. તો જયારે તમે હોળી રમવા જાઓ તો વાળના રક્ષણ માટે નારિયેળ તેલથી માલીસ કરી શકો છો.
ઓલિવ તેલ : ઓલિવ ઓઈલમાં મળી આવતું વિટામિન ઈ વાળને સુંદર બનાવવામાં મદદ કરે છે. આટલું જ નહીં પણ ઓલિવમાં જોવા મળતું ઓલયુરોપીન નામનું તત્વ વાળ વધવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપે છે. આ તેલ મોઇશ્ચરાઇઝિંગ ગુણોથી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે અને તેનો ઉપયોગ સ્થિતિસ્થાપકતા વધારવા માટે થાય છે.
તે વાળને ઊંડેથી કન્ડિશન કરે છે. ઓલિવ તેલમાં સૂર્યની સામે સુરક્ષા કરવાના ગુણધર્મો પણ છે અને તે હળવા સનબ્લોક તરીકે કામ કરે છે. આ રીતે વાળમાં ઓલિવ ઓઈલ લગાવવાથી નુકસાનને ઓછું કરવામાં મદદ મળે છે અને જ્યારે ડેમેજ વાળની વાત આવે ત્યારે આ તેલ તમારા માટે સારું સાબિત થાય છે. હોળીના રંગો સામે રક્ષણ મેળવવા માટે તમારે આ તેલનો ઉપયોગ કરવો જોઇએ.
બદામ તેલ : બદામના તેલમાં રહેલું ફેટી એસિડ્સ અને વિટામિન ઇ વાળને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે જેથી વાળ શુષ્ક અને નિર્જીવ નથી બની શકતા. બદામનું તેલ એક ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે અને વાળને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
તે ખોડો અને ખોપરી ઉપરની ચામડીના ઇન્ફેક્શનથી બચાવે છે, તેથી હોળીના રંગોના કેમિકલ્સના સંપર્કમાં આવતા પહેલા આ તેલથી ત્વચા અને વાળ પર હળવા હાથે માલિશ કરો. માથાની ચામડીમાં રંગોના કારણે ખંજવાળ અને જલન પેદા કરી શકે છે, પરંતુ બદામનું તેલ આ માટે ખૂબ જ અસરકારક છે કારણ કે તે ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.
જો તમે પણ તમારા વાળને હોળીના રંગોથી બચાવવા માંગતા હોય તો તમારા પસંદગીના તેલથી તમારા વાળમાં ચોક્કસથી માલિશ કરો અને વાળને નુકસાન થતા બચાવો.
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.