ખોપરી ઉપરની ચામડીમાં દેખાય છે આ 3 સંકેતો તો સમજી લો કે તમારી સ્કેલ્પ હેલ્ધી નથી

healthy scalp care tips
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સામાન્ય રીતે સ્ત્રીઓ યુવાન દેખાવા માટે બ્યુટી પાર્લર અને ઘણી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તે તેમની ત્વચાની ખૂબ જ સારી રીતે સંભાળ લે છે, પરંતુ તેઓ સ્કિનનું જે રીતે ધ્યાન આપે છે એટલું ધ્યાન ખોપરી ઉપરની ચામડી પર નથી આપતા.

તમે લાંબા અને સ્વસ્થ, જાડા વાળ મેળવવા માટે તમે હેર કેર પ્રોડક્ટ્સમાં વિવિધ પ્રકારના હેર માસ્કનો પણ ઉપયોગ કરતા હશો પરંતુ જ્યાં સુધી તમે તમારી ખોપરી ઉપરની ચામડીની સારી રીતે કાળજી નહિ લો ત્યાં સુધી તમે તેનો કોઈપણ લાભ મેળવી શકતા નથી.

અનહેલ્ધી માથાની ચામડી તમારા વાળને ક્યારેય ચમકદાર બનાવી શકતી નથી. આટલું જ નહીં જો તમારી ખોપરી ઉપરની ચામડી બિનઆરોગ્યપ્રદ છે તો તે તમારા સુંદર વાળને પણ નુકસાન પહોંચાડે છે અને આ નુકસાનમાં તમારે ઘણા પ્રકારની વાળની ​​સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

હવે તમે કદાચ વિચાર કરતા હશો કે તમારી ખોપરી ઉપરની ચામડી સ્વસ્થ છે કે નહીં તેને કેવી રીતે જાણી શકાય. તો આ પ્રશ્નનો જવાબ તમારી ખોપરી ઉપરની ચામડી જ તમને આપે છે. હકીકતમાં એવા ઘણા સંકેતો છે જે સૂચવે છે કે તમારી ખોપરી ઉપરની ચામડીના સ્વાસ્થ્યમાં ગડબડ છે અને તમારે તેના પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.

તો ચાલો આજે આ આર્ટીકલમાં અમે તમને આવા જ કેટલાક એવા સંકેતો વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે જાણ્યા પછી તમે તમારા માથાની ચામડીના સ્વાસ્થ્યને વધારે સારી રીતે સમજી શકશો અને ધ્યાન આપી શકશો.

ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ : જો તમને સ્કેલ્પમાં વધારે ખંજવાળ અથવા તેમાં દુખાવાનો અનુભવ થાય છે તો તે એ પણ સંકેત છે કે તમારી ખોપરી ઉપરની ચામડી તંદુરસ્ત નથી અને તેને વધારે સંભાળની જરૂર છે. ખોપરી ઉપરની ચામડીમાં ખંજવાળ અને બળતરાના ઘણા કારણો હોઈ શકે છે જેમ કેઇન્ફેક્શન થવું અથવા કોઈ એલર્જી વગેરે.

ક્યારેક તો તમે જે હેર પ્રોડક્ટ્સ વાપરો છો તે પણ આનું કારણ બની શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો, જો તમે કોઈ નવા શેમ્પૂ અથવા કન્ડિશનરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તમને માથાની ચામડીમાં ઈરીટેશન થાય છે તો તમે તેને બદલી જુઓ. બની શકે છે તમને કદાચ આનાથી રાહત પણ મળી જાય.

પરંતુ જો આમ કરવાથી રાહત નથી મળતી તો વાળને અઠવાડિયામાં 2 થી 3 વાર ધોઈ લો જેથી માથાની ત્વચા તંદુરસ્ત રહે. આ સિવાય તમે વાળની ​​સંભાળની દિનચર્યામાં નાળિયેરનું તેલ, ટ્રી ટ્રી ઓઇલનો ઉપયોગ કરો કારણ કે તેમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ છે.

વાળ પાતળા થવા : જો તમારા વાળ ખરતા રહે છે અને વાળ પાતાળ પાતળા થઇ રહયા છે તો તે ઘણી બધી બાબતોનો સંકેત હોઈ શકે છે. સૌથી પહેલા તે ફક્ત આનુવંશિકતા અને ઉંમરને કારણે પણ હોઈ શકે છે. આ સિવાય ખોપરી ઉપરની ચામડી હેલ્દી ના હોવી, તણાવ, આહારમાં ફેરફારોના લીધે પણ વાળ પાતળા થઇ શકે છે.

તેથી ખરતા વાળને અટકાવવા માટે તમારે તમારા આહાર પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. તમને કઠોળ, શાકભાજી અને નટ્સ જેવી વસ્તુઓમાંથી પૂરતું પ્રોટીન મળે છે કે નહિ તે જુઓ અને જટિલ કાર્બોહાઇડ્રેટ્સ પણ તમારે માટે જરૂરી છે. આ સિવાય તમારા હર કેર રૂટિનમાં પેપરમિન્ટ, નારિયેળ અને રોઝમેરી જેવા તેલને એક ભાગ બનાવો.

ડેન્ડ્રફ : જો તમે ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરી રહ્યાં છો તો તે પણ એક સંકેત છે કે તમારી ખોપરી ઉપરની ચામડી એટલી તંદુરસ્ત નથી જેટલી ખરેખર હોવી જોઈએ. આ થવાનું મુખ્ય કારણ એ છે કે માથાની ચામડી પર વધારે પડતું તેલ જમા થઈ જાય છે. વધારાનું તેલ તમારી ત્વચાના કોષોના વિકાસનું કારણ બની શકે છે.

હળવા ડેન્ડ્રફ છે તો તમારા વાળને અઠવાડિયામાં 2 થી 3 વખત હળવા અને પૌષ્ટિક શેમ્પૂથી ધોઈ લો, જેથી કરીને તમારા માથાની ચામડીનું ઓઇલ ઓછું થઇ શકે. જો તમારો ડેન્ડ્રફ વધારે છે અને નિયમિત શેમ્પૂ સારી રીતે કામ નથી કરતું તો ખાસ એન્ટી-ડેન્ડ્રફનો ઉપયોગ કરો. ટી ટ્રી ઓઇલ પણ ફ્લેક્સ માટે સારી રીતે કામ કરે છે.

અમને આશા છે કે આ જાણકારી તમને પસંદ આવી હશે, આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.