sonth powder benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળો ચાલુ થઈ ગયો છે અને આપણે બધાને કલાકો સુધી રજાઈમાં પડી રેહવું વધારે ગમે છે. ભારતના ઘણા ભાગોમાં હિમવર્ષા પણ શરૂ થઈ ગઈ છે અને ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. ભલે શિયાળાનું હવામાન એકદમ રઢિયામણુ લાગતું હોય પણ સૌથી વધારે બીમારી અને સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન જ થાય છે.

સામાન્ય તો રોગપ્રતિકારક શક્તિ ને કારણે ઘણા રોગ લોકોને પરેશાન કરે છે. ઠંડી આબોહવાના કારણે શરદી, ઉધરસ, કફ, તાવ આવી શકે છે અને આ સમયમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ કાળજી લેવી પડે એમ છે. પરંતુ આવી સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ માટે શું કરવું જોઈએ. તો જાણો કે શિયાળાની ઋતુમાં આદુનું પાણી કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

તમારે શા માટે આદુનું પાણી પીવું જોઈએ? આદુનું પાણી પીવાના ઘણા ફાયદા થાય છે અને તે શિયાળામાં ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. જેમ કે તેનાથી પાચન શક્તિ સુધરે છે. તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે, શરદી અને ઉધરસને દૂર રાખે છે.

રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. જો પેટનું ફૂલવું અને ગેસ વગેરેની સમસ્યા હોય તો તેમાં પણ રાહત આપે છે. સૂંઠનું પાણી કેવી રીતે બનાવી શકાય તો સૂકા આદુનું પાણી બનાવવા માટે તમે સૂંઠનો પાવડરનો ઉપયોગ કરી શકો છો.

સૌથી પહેલા 1 લીટર પાણીમાં અડધી ચમચી સૂકા આદુનો પાવડર નાખીને ધીમી આંચ પર પાણી 3/4 રહે ત્યાં સુધી ઉકાળો. હવે તેને એક કન્ટેનરમાં ભરીને રાખો અને આખો દિવસ તેનું સેવન કરતા રહો. તેને એક જ વારમાં બધું ના પીવો પરંતુ ચુસ્કી-ચુસ્કી કરીને ધીમે ધીમે પીવો.

છેવટે, આદુ કરતાં સૂંઠ કેમ વધુ ફાયદાકારક છે? આયુર્વેદમાં પણ સૂંઠનું મહત્વ ઘણું માનવામાં આવ્યું છે. તે પચવામાં પણ સરળ છે અને તાજા આદુ કરતાં ખાવામાં પણ સરળ છે. પાચન તંત્રની વાત કરીએ તો તાજા આદુને બદલે સૂંઠ ખાવાથી જલ્દી પચી જાય છે.

તાજા આદુ કરતાં સૂકું આદુ તમારા આંતરડાને વધુ સારી રીતે બાંધી શકે છે જેથી કબજિયાતની સમસ્યા ના થાય. તે કફ અને અગ્નિ દોષને દૂર કરે છે અને તેને દરેક ઋતુમાં દવા તરીકે લઈ શકાય છે.

આ વાત નું રાખો ધ્યાન : હૂંફાળું પાણી અને આદુ બંને ગરમ હોય છે તેથી તેને વધારે ના લો અને તે લોકોએ પણ ના લેવું જોઈએ જેમને વધુ પડતા રક્તસ્રાવ, ગરમીની વિકૃતિ વગેરે છે. જો આદુ તમને અનુકૂળ ના આવે તો તમે પણ તેને ના લો.

તમારા આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી વધુ જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા